બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Flower show will be started from this date on the riverfront, Rs. 33 sculptures will be prepared at a cost of 5.45 crores
Priyakant
Last Updated: 10:06 AM, 29 November 2023
ADVERTISEMENT
Ahmedabad Flower Show 2024 : અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે યોજાતા ફ્લાવર શૉ ને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે 1 જાન્યુઆરીથી ફ્લાવર શૉ શરૂ થશે. આ તરફ હવે અમદાવાદ મનપાએ સ્કલ્પચર બનાવવા ટેન્ડર બહાર પાડ્યું છે. મહત્વનું છે કે, આ વખતે ફ્લાવર શૉમાં 5.45 કરોડના ખર્ચે 33 સ્કલ્પચર બનાવાશે.
ADVERTISEMENT
અમદાવાદની સાબરમતી નદીના કિનારે આવેલ રિવરફ્રન્ટ ખાતે દર વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લાવર શૉ યોજાય છે. જેને લઈ મોટી સંખ્યામાં લોકો આ ફ્લાવર શૉ જોવા અહીં ઉમટી પડે છે. આ વર્ષે SOU, સૂર્ય મંદિર, સંસદ ભવન સહિતના સ્કલ્પચર તૈયાર કરાશે. મોઢેરા સૂર્ય મંદિરનું 5 મીટર ઉંચુ સ્કલ્પચર બનાવવા પાછળ 43 લાખનો ખર્ચ થશે.
આ સાથે ચંદ્રયાન -3, GSLV MK 3 રોકેટ, વડનગરના કિર્તિ તોરણનું સ્કલ્પચર પણ બનાવાશે. આ તમામ સ્કલ્પચર 5.45 કરોડના ખર્ચે બનશે જે માટે અમદાવાદ મનપાએ ટેન્ડર બહાર પાડ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.