બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Flight canceled? So don't panic, follow these tips

તમારા કામનું / ફ્લાઇટ કેન્સલ થઇ ગઇ? તો ગભરાશો નહીં, અપનાવો આ ટિપ્સ, રિફન્ડ તમારા હાથમાં

Pooja Khunti

Last Updated: 03:52 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકોના મનમાં આ પ્રશ્ન આવે છે કે ફ્લાઈટ મોડી થાય તો શું કરવું? શું આ બાબતને લઈને મુસાફરો પાસે કોઈ અધિકાર છે? જાણો આ વિશે.

  • મુસાફરોને નાસ્તો આપવો જોઈએ
  • રહેવાની વ્યવસ્થા પણ કરવી પડશે
  • મુસાફરો બીજી ફ્લાઇટમાં સીટ માંગી શકે છે

થોડા સમયથી એક ફ્લાઈટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મુસાફર પાયલોટને મુક્કો મારતો જોવા મળી રહ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફ્લાઈટ દિલ્હીથી ગોવા જવાની હતી, પરંતુ ફ્લાઈટ લગભગ 13 કલાક મોડી પડી હતી. આ જ વાત પાયલોટ પેસેન્જરોને જણાવી રહ્યો હતો ત્યારે જ એક પેસેન્જર પાયલોટને મુક્કો મારે છે. મામલો વધી જતાં ચર્ચાનો વિષય બન્યો છે. ફ્લાઈટમાં મુસાફરી કરતા લોકોના મનમાં આ પ્રશ્ન આવવા લાગ્યો કે ફ્લાઈટ મોડી થાય તો શું કરવું? શું આ બાબતે લઈને મુસાફરો પાસે કોઈ અધિકાર છે? જાણો આ વિશે. 

વાંચવા જેવું: નંબર પ્લેટ અને બ્લેક ફિલ્મ જ નહીં, કારમાં આવા ફેરફાર કરાવ્યા તો પણ ભરવો પડશે દંડ

પહેલા આ જાણી લો 
શિયાળામાં ફ્લાઈટ્સ મોડી પડવી સામાન્ય વાત છે. તેની પાછળ ગાઢ ધુમ્મસ એક મહત્વનું કારણ છે. લગભગ દર વર્ષે શિયાળાની ઋતુમાં ઘણી ફ્લાઇટ્સ મોડી પડે છે અથવા તો રદ પણ થાય છે. હાલમાં પણ ઘણી ફ્લાઈટ્સ મોડી ચાલી રહી છે. જ્યારે ઘણી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ધુમ્મસને કારણે લગભગ 400 ફ્લાઈટ પ્રભાવિત થઈ છે.

નિયમો વિશે જાણો, આ સમસ્યામાં શું કરવું જોઈએ
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA અનુસાર, જો કોઈ ફ્લાઈટ અઢી કલાકની હોય અને તે બે કલાક મોડી પડે, જો ફ્લાઇટનો સમયગાળો અઢીથી પાંચ કલાકની વચ્ચે હોય અને તે ત્રણ કલાક મોડી પડે અથવા જો કોઈ ફ્લાઇટ ચાર કલાક કે તેથી વધુ મોડી થાય છે, તો મુસાફરોને નાસ્તો આપવો જોઈએ.

ચેતવણી આપવી જોઈએ
નિયમો અનુસાર જો કોઈ ફ્લાઈટ છ કલાકથી વધુ મોડી થાય છે, તો DGCA એરલાઈને પ્લેનમાં મુસાફરી કરતા મુસાફરોને પ્રસ્થાનના સમયના 24 કલાક પહેલા જાણ કરવી પડશે. તે જ સમયે આવી સ્થિતિમાં જો મુસાફરો ઇચ્છે તો, તેઓ બીજી ફ્લાઇટમાં સીટ માંગી શકે છે અથવા સંપૂર્ણ રિફંડ લઈ શકે છે.

રહેવાની વ્યવસ્થા પણ કરવી પડશે
DGCA ના નિયમો પ્રમાણે જો કોઈ ફ્લાઇટ છ કલાકથી વધુ અથવા 24 કલાકથી વધુ મોડી થાય અને ફ્લાઇટનો ટેક-ઓફ સમય રાત્રે 8 વાગ્યાથી સવારના 3 વાગ્યાની વચ્ચે હોય તો આવી સ્થિતિમાં એરલાઇનને મફત રહેવાની વ્યવસ્થા કરી આપવી પડશે.

જો ફ્લાઇટ રદ થાય તો શું કરવું
તમે જે ફ્લાઇટમાં મુસાફરી કરવાનાં હોય અને તે રદ થઈ જાય તો, એરલાઇને તેના મુસાફરોને ઓછામાં ઓછા બે અઠવાડિયા અગાઉ અથવા નિર્ધારિત પ્રસ્થાનના સમયના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં જાણ કરવી જરૂરી છે. પેસેન્જર તરીકે તમે એરલાઇન પાસેથી સંપૂર્ણ રિફંડ મેળવી શકો છો અથવા બીજી ફ્લાઇટમાં સીટ લઈ શકો છો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ