બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / First song 'Jinda Banda' released from movie 'Jawan', SRK seen dancing with 1 thousand dancers

બોલિવુડ / ફિલ્મ 'જવાન'નું પ્રથમ સૉન્ગ 'જિંદા બંદા' રિલીઝ, 1 હજાર ડાન્સરો સાથે ડાન્સ કરતો જોવા મળ્યો SRK

Megha

Last Updated: 01:25 PM, 31 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'નું પહેલું ગીત 'ઝિંદા બંદા' સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં શાહરૂખ ખાન તેની ગર્લ ગેંગ સાથે જોવા મળ્યો. હાલ ગીતનું ટાઈટલ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.

  • શાહરૂખ ખાનની ફિલ્મ જવાન 7 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થશે 
  • આજે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ  કરવામાં આવ્યું છે 
  • ગીતમાં શાહરૂખ ખાન તેની ગર્લ ગેંગ સાથે જોવા મળી રહ્યો છે

બોલિવૂડના કિંગ કહેવાતા શાહરૂખ ખાનની ફિલ્મ જવાન ટૂંક સમયમાં રિલીઝ થશે અને થોડા સમય પહેલા ફિલ્મનો પ્રીવ્યૂ સામે આવ્યો હતો જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યું હતું. પ્રિવ્યૂમાં કિંગ ખાનના લુક અને સ્ટાઇલે બધાને દિવાના બનાવી દીધા હતા. આ દરમિયાન વિજય સેતુપતિનો લુક પણ સામે આવ્યો હતો. ફિલ્મમાં શાહરૂખ ઉપરાંત વિજય, નયનતારા, વિજય સેતુપતિ, સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ એક નાનકડી ભૂમિકામાં જોવા મળશે. આ બધા વચ્ચે આજે ફિલ્મનું પહેલું ગીત રિલીઝ થયું છે, જેનું નામ છે જિંદા બંદા.

ફિલ્મ 'જવાન'નું પહેલું ગીત 'ઝિંદા બંદા'
સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'જવાન'નું પહેલું ગીત 'ઝિંદા બંદા' સોમવારે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં શાહરૂખ ખાન તેની ગર્લ ગેંગ સાથે જોવા મળી રહ્યો છે અને સોશિયલ મીડિયાની પ્રતિક્રિયા જોઈને કહી શકાય કે કિંગ ખાન ફરી એકવાર પોતાના ચાર્મથી લોકોનું દિલ જીતવામાં સફળ રહ્યો છે. આ ગીતના લિરિક્સને ખૂબ જ દેશી અને સાદું રાખવામાં આવ્યું છે જેથઈ સરળતાથી લોકોને ગીતના બોલ યાદ રહી શકે. 

ગીતના રિલીઝ પહેલા શાહરૂખે એક પોસ્ટર શેર કરીને ચાહકોની ઉત્સુકતા વધારી દીધી હતી. ઝિંદા બંદા ગીતનું ટાઈટલ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. જવાન ગીત ઝિંદા બંદા અનિરુદ્ધ રવિચંદર દ્વારા ગાયું છે અને ઇર્શાદ કામિલ દ્વારા લખવામાં આવ્યું છે.

રિલીઝ દરમિયાન મેકર્સને થશે ફાયદો
ટ્રેલર પહેલા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ 7 સપ્ટેમ્બર 2023ના રોજ રિલીઝ થવાથી મેકર્સને ઘણો ફાયદો થશે. કારણ કે આ દિવસે જન્માષ્ટમી છે, તેથી તમને બોક્સ ઓફિસ પર ફાયદો મળી શકે છે.

ફિલ્મ  'જવાન' આ ભાષાઓમાં રિલીઝ થશે
આ ફિલ્મનું નિર્દેશન અટલી સંભાલે કર્યું છે. આ ફિલ્મમાં વિજય સેતુપતિ અને નયનથારા પણ મેઇન રોલમાં જોવા મળશે. ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ ભાષામાં રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ