બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / First death from black fungus in Delhi

દુઃખદ / દિલ્હીમાં બ્લેક ફંગસથી પહેલુ મોત, 37 વર્ષીય દર્દીએ ગુમાવ્યો જીવ

Kinjari

Last Updated: 04:23 PM, 19 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં બ્લેક ફંગસ નામની એક બિમારી આવી હતી અને જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

  • બ્લેક ફંગસથી દિલ્હીમાં પહેલુ મોત 
  • કોરોના બાદ થાય છે બ્લેક ફંગસ 
  • આંખોને થાય છે સૌથી વધુ નુકસાન 

બ્લેક ફંગસનો ઇલાજ પણ ખુબ મોંઘો થાય છે. હાલમાં જ દેશની રાજધાની દિલ્હીમાં બ્લેક ફંગસથી એક વ્યક્તિનું મોત નિપજ્યુ છે. આ બિમારીનો શિકાર થયેલા એક શખ્સનું મૂળચંદ હોસ્પિટલમાં મોત નિપજ્યુ છે. 

હોસ્પિટલના ડૉક્ટરે આ વિશે વિસ્તૃત માહીતી આપી છે. મેરઠના 37 વર્શના એક વ્યક્તિનો ત્યાં ઇલાજ ચાલી રહ્યો હતો અને હવે તેણે કોરોના અને બ્લેક ફંગસના કારણે દમ તોડી દીધો છે. 

આંખો લાલ અને ચહેર પર સોજો 
મિડીયા રિપોર્ટ અનુસાર ડૉક્ટરે કહ્યું કે 16 મેના રોજ આ પેશન્ટને અહીં  લાવવામાં આવ્યો તો અને તેની આંખો લાલ હતી તેના નાકમાંથી લોહી નીકળી રહ્યું હતુ. તેના બધા જ ટેસ્ટ થયા અને રિપોર્ટ આવ્યો તો તેને બ્લેક ફંગસનો રોગ થયો હતો. બાદમાં તેની સર્જરી થઇ હતી અને તેના બાદ તેને કાર્ડિયક એટેક આવ્યો હતો જેમાં તેણે પોતાનો જીવ ગુમાવ્યો હતો. જે કોરોના પેશન્ટને વધારે માત્રામાં દવા આપવામાં આવે છે તેને આ રોગ થવાની સંભાવના રહે છે. ખાસ કરીને શુગરના પેશન્ટને આ રોગ થઇ શકે છે.  

તમને જણાવી દઇએ કે દિલ્હીમાં પણ મ્યૂકરમાઇકોસિસના મામલા સામે આવી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર એમ્સમાં 75-80 કેસ, મેક્સ હોસ્પિટલમાં 50 અને ઇન્દ્રપસ્થ અપોલો હોસ્પિટલમાં 10 કેસ સામે આવ્યા છે. 

કમજોર ઇમ્યૂનિટીના લોકોને કરે છે પ્રભાવ 
આ સંક્રમણ મગજ, ફેફસા અને સાઇનસને પ્રભાવિત કરે છે. મધુપ્રમેહના રોગીઓ તેમજ કમજોર ઇમ્યૂનીટીના લોકો માટે જીવલેણ થઇ શકે છે. ઇન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલના ઇએનટી રોગ ચિકિત્સક ડૉક્ટર સુરેશ સિંહે કહ્યું કે યકૃત રોગ, મધુપ્રમેહ, વૃદ્ધાવસ્થા, જેવા રોગીઓને સ્ટીરોઇડ આપવામાં આવે છે જેના કારણે તેમની ઇમ્યૂનીટી ઘટી જાય છે. 

કોવિડ19ના દર્દીઓને આ રોગ થવાની સંભાવના રહે છે જ્યારે બ્લેક ફંગસથી મૃત્યુદર 75 ટકા છે. તેમણે કહ્યું કે મ્યૂકરમાઇકોસિસના ઇલાજમાં ઉપયોગ થનારી દવાઓના ગંભીર સાઇડ ઇફેક્ટ છે અને તેના કારણે શરીરમાં અન્ય સમસ્યા થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ