બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / Firoz Merchant indian philanthropist donates rs 225 cr to free 900 prisoners in the uae
ખાડી દેશોમાં લાખોની સંખ્યામાં ભારતીય રહે છે. અહીંની દેલોમાં પણ ઘણા ભારતીય કેદ છે પરંતુ દર વર્ષે રમજાનના પવિત્ર મહિના પહેલા ઘણા કેદીઓને છોડી મુકવામાં આવે છે. એક ભારતીય વેપારીએ 900 લોકોને કેદમાંથી છોડાવવા માટે 2.25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે.
ADVERTISEMENT
પ્યોર ગોલ્ડના માલિક 66 વર્ષીય ફિરોઝ મર્ચન્ટે સંયુક્ત અરબ અમીરાતના અધિકારીઓને દસ લાખ દિરહમ એટલે કે 2.25 કરોડ રૂપિયાનું દાન આપ્યું. તેમના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું, "દુબઈ સ્થિત પ્રમુખ ભારતીય વ્યવસાયી અને પ્યોર ગોલ્ડ પરોપકારી ફિરોઝ મર્ચન્ટે અરબ દેશોની જેલોથી 900 કેદીઓને છોડાવ્યા અને લગભગ 2.25 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે."
યુએઈમાં 900 કેદીઓ છોડવામાં આવ્યા
2008માં સ્થાપિત ધ ફોરગોટન સોસાયટી પહેલ હેઠળ મર્ચન્ટે 2024ની શરૂઆતથી જ સંયુક્ત અરબ અમીરાતમાં 900 કેદીઓને છોડવામાં મહત્વપૂર્ણ ભુમિકા નિભાવી છે. જેમાં અજમાનના 495 કેદી, ફુજેરાહના 170 કેદી, દુબઈના 121 કેદી અને 69 કેદીઓને છોડવામાં આવ્યા. ઉમ્મ અલ ક્વેનના કેદી અને રાસ અલ ખેમાના 28 કેદી પણ છોડી મુકવામાં આવ્યા છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ભારતના આ રાજ્યમાં 100 વર્ષની ઉંમર પાર કરશે 21 હજાર લોકો, રિપોર્ટમાં ચકિત કરે તેવો ખુલાસો
20 હજાર કેદીઓની કરી મર્ચન્ટે મદદ
સંયુક્ત અરબ અમીરાતની કેન્દ્રી જિલ્લાના પોલીસ મહાનિર્દેશકોની સાથે મળીને, મર્ચન્ટે છેલ્લા થોડા વર્ષોમાં વિવિધ સમુદાયો, રાષ્ટ્રીયતાઓ અને ધર્મોના 20,000થી વધારે કેદીઓને છોડવામાં આવ્યા. તે તેમનું દેવું ચુકવે છે અને તેમના દેશ પરત જવા માટે તેમની ફ્લાઈટ ટિકિટોની પણ વ્યવસ્થા કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.