બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Fire Breakout in Vadodara Makarpur factory

આગ / વડોદરામાં વૃદ્ધાની બીડી પીવાની ટેવ જીવલેણ બની, દિવાસળી સળગાવતા જ ભડથું

Kiran

Last Updated: 01:00 PM, 7 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મકરપુરની ફેક્ટરનીમાં આગ ભીષણ આગ લાગતા વૃદ્ધા બળીને ખાખ થઈ ગયા, વૃદ્ધાને બીટી પીવાની ટેવને કારણે આગ લાગી હોવાનું અનુમાન

  • વડોદરા મકરપુરની ફેક્ટરનીમાં આગનો મામલો
  • ફેક્ટરીમાં રહેતી વૃદ્ધાને બીડી પીવાની ટેવ પડી ભારે
  • બીડી પીવા સળગાવેલી દિવાસળી જીવલેણ બની

દિવાળીના તહેવારોમાં આગના બનાવો સામે આવતા હોય છે, ત્યારે વડોદરામાં મકરપુરા GIDCની કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી જેમાં એક વૃદ્ધા બળીને ખાખ થઈ ગઈ હતી

બીડી પીવા સળગાવેલી દિવાસળી જીવલેણ બની

વડોદરામાં શ્રી સાંઈનાથ ઇલેક્ટ્રો પ્લાસ્ટર્સ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,જોત જોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું સવારે ફાયરબ્રિગેડને આગનો કોલ મળતા ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને આગને કાબૂમાં લેવાયો પ્રયાસ હાથ ધર્યો હતો જો કે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. 

ફેક્ટરીમાં રહેતી વૃદ્ધાને બીડી પીવાની ટેવ પડી ભારે

કંપનીમાં આગ કેવી રીતે લાગી એનું કોઈ ચોક્સ કારણ જાણી શકાયું નથી, પરંતુ 70 વર્ષીય વૃદ્ધા બીડી પીતાં હતાં એ વખતે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે, આગ પહેલાના સીસીટીવી ફુટેજ સામે આવ્યા છે જેમાં આગની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. આગના બનાવમાં વૃદ્ધા આગની જ્વાળાઓમાં ફસાઈ ગયા હતા, આગ ચારે બાજુથી લાગવાના કારણે કંપનીમાં રહેતાં વૃદ્ધા પોતાને બચાવી શક્યાં નહોતાં અને આગની જ્વાળાઓમાં લપેટાઈ જતાં ભડથું થઇ ગયાં હતાં ઘટનાની જાણ થતા પોલીસને થતા ઘટના સ્થળે દોડી આવી હતી વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

મકરપુરા આગના CCTV આવ્યા સામે

મહત્વનું છે કે દિવાળીના તહેવારોમાં આગના બનાવો વધી જતા હોય છે, અગાઉ વડોદરાની મકરપુરા જીઆઇડીસીની ડાયમંડ પાર્ક કંપનીમાં આગ લાગી હતી. આ ઉપરાંત સયાજી ટાઉનશિપ રોડ મારુતિ નગર ફર્નિચરના ગોડાઉનમાં પણ આગની ઘટનમા સામે આવી હતી, પાદરાના સ્ટેશન રોડ પર લાકડાના પીઠામાં પણ આગનો બનાવ સામે આવ્યો હતો. 

સંકળાયેલા મુદ્દાઓ

Fire Breaks Out factory vadodara ફાયર વિભાગ ફાયર સેફ્ટી વડોદરા આગ વિકરાળ આગ વૃદ્ધા બળીને ખાખ Vadodara Fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ