બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / "FIR against Yuvraj Singh political conspiracy, attempt to suppress voice of youth

નિવેદન / "યુવરાજસિંહ સામે FIR રાજકીય ષડયંત્ર, યુવાનોનો અવાજ દબાવવોનો પ્રયાસ" AAP પ્રદેશ પ્રમુખનું નિવેદન

Vishal Khamar

Last Updated: 10:34 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ થતાની સાથે જ રાજકીય નેતાઓએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં aap નાં પ્રદેશ પ્રમુખે યુવરાજસિંહની ધરપકડ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી.

  • યુવરાજસિંહની ધરપકડ મામલે ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા
  • 40 લાખ ક્યાંથી આવ્યા તેની કોઈ તપાસ થઈ નથીઃઈસુદાન ગઢવી
  • મંત્રીઓને સમન્સ મોકલવામાં આવ્યા નથીઃ ઈસુદાન ગઢવી

આ બાબતે આમ આદમી પાર્ટીનાં ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે યુવાનોનો અવાજ બનીને ગુજરાતમાં કેટલાય પેપર લીંક કાંડનાં ખુલાસા બહાર પાડનાર યુવરાજસિંહની ધરપકડનાં ભણકારા વાગી રહ્યા છે.  કલાકો સુધી ભાવનગર પોલીસે પૂછપરછ કર્યા બાદ જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે.  તે પ્રમાણે તેની ઉપર FIR કરવાનો જે આખું ષડયંત્ર રચાયું છે. બઉં નવાઈ લાગે છે પેપર લીંક કોણે કર્યા?,  એનાં મોટા માથા અત્યાર સુધી પકડાયા નથી. ડમી કાંડમાં કોણ સંડોવાયેલું છે તેમાં પણ મોટા માથા પકડાયા નથી.  પીએસઆઈ 40-40 લાખ રૂપિયા આપીને ડમી કાંડમાં ટ્રેનિગમાં પહોંચી ગયા. એ 40 લાખ ક્યાંથી આવ્યા તેની કોઈ તપાસ થઈ નથી.

આખા ગુજરાતનાં યુવાનોમાં એક રોષ જોવા મળ્યો છેઃઈસુદાન ગઢવી

અત્યાર સુધીનો રેકોર્ડ રહ્યો છે કે જેટલા પણ પેપરલીંક થયા છે.  એનાં ખુલાસાઓ યુવરાજસિંહે કર્યા હતા.  ત્યારે યુવરાજસિંહની સામે ખૂબ મોટી શક્તિઓ નારાજ હોય તે સ્વાભાવિક છે.  કારણ કે કરોડો, અબજોનો આ વેપલો હતો પેપરલીંકનો.  અને એમાં ડમી કાંડ તમે જોવો કે કેટલાક સીલસીલા બંધ ખુલાસાઓ યુવરાજસિંહે કર્યા પછી સ્વીકાર્યું કે ડમી કાંડ થયા છે.  પરંતું જે રીતે અત્યારે યુવરાજસિંહ સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. તે રીતે આખા ગુજરાતનાં યુવાનોમાં એક રોષ જોવા મળ્યો છે. યુવાનોનાં અવાજને દબાવવાનો એક ષડયંત્ર રહ્યું છે. આ 156 ની સરકારનો આ એક પહેલી ગીફ્ટ છે.

નિવૃત ન્યાયાધીશ હાઈકોર્ટનાં એની અધ્યક્ષતામાં સીટની રચના કરી તેની તપાસ કરાવોઃઈસુદાન ગઢવી

હવે કદાચ યુવરાજસિંહને જેલમાં નાંખી દે અથવા તો તેને ધરપકડ કરી ડરાવી ધમકાવી દે.  એટલે બીજી વખત કોઈ પેપરલીંક કાંડ બહાર ન આવે. આ 156 ની ગીફ્ટ છે.  જે મંત્રીઓ સામે આક્ષેપ થયા. જેઓ હોદ્દા પર હતા તેમની તો પૂછપરછ પણ નથી થઈ.  જો તમારે ચોખ્ખી શુદ્ધ તપાસ કરવી હોય તો અમે પણ સ્વીકારીશું. નિવૃત ન્યાયાધીશ હાઈકોર્ટનાં એની અધ્યક્ષતામાં સીટની રચના કરી તેની તપાસ કરાવો.  પરંતું મને લાગે છે કે પોલીસથી જ કરાવશે.  ત્યારે સ્વાભાવિક છે કે પોલીસ ઉપર હંમેશા રાજકીય દબાણ રહેતું હોય છે. એટલે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે યુવરાજસિંહ જે લાખો યુવાનો માટે લડતા હતા. એનો અવાજ દબાવી દેવા માટે પ્રયાસ થઈ રહ્યા હોય.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ