બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Finance Ministry approves welfare measures for LIC agents, employees

મોટા સમાચાર / આ જાણ્યું? LIC એજન્ટનું કામ કરતાં લોકોને મળશે આ 3 મોટા લાભ, સરકારે કર્યું એલાન

Hiralal

Last Updated: 06:15 PM, 18 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે LICના એજન્ટો અને કર્મચારીઓને 3 મોટા લાભ આપવાનું એલાન કર્યું છે.

  • LIC એજન્ટો અને કર્મચારીઓને મોટી રાહત
  • સરકારે જાહેર કર્યાં 3 કલ્યાણકારી પગલાં
  • વધારે ગ્રેજ્યુઈટી, ટર્મ ઈન્સ્યોરન્સ કવર અને યુનિફોર્મ ફેમિલી પેન્શનનો લાભ 

દેશની સૌથી મોટી જીવન વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (એલઆઈસી)ના કર્મચારીઓ અને એજન્ટોને તડાકો પડી ગયો છે. કેન્દ્ર સરકારે તેમને 3 લાભ આપવાનું જાહેર કર્યું છે. 

કેન્દ્રીય નાણા મંત્રાલયે ટ્વિટ કર્યું 
કેન્દ્રીય નાણા મંત્રાલયે ટ્વિટ કરીને કહ્યું કે  એલઆઈસી એજન્ટો અને કર્મચારીઓ માટે કલ્યાણકારી પગલાંને મંજૂરી આપવામાં આવી છે. સરકારના આ પગલાથી ભારતીય જીવન વીમા નિગમના 1 લાખથી વધુ નિયમિત કર્મચારીઓ અને 13 લાખથી વધુ એજન્ટોને લાભ થશે.

શું લાભ મળશે કર્મચારીઓ અને એજન્ટોને
એલઆઈસીના કર્મચારીઓ અને એજન્ટોને હવેથી વધારે ગ્રેજ્યુઈટી, એજન્ટ રિન્યુઅલ કમિશન, ટર્મ ઈન્સ્યોરન્સ કવર અને યુનિફોર્મ ફેમિલી પેન્શનનો લાભ મળશે. એલઆઈસી એજન્ટો માટે ગ્રેચ્યુઇટીની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરાઈ છે. એજન્ટના ટર્મ ઇન્શ્યોરન્સ કવરની વર્તમાન મર્યાદા 3,000-10,000 રૂપિયાથી વધારીને 25,000-1,50,000 રૂપિયા કરવામાં આવી છે. આ ઉપરાંત એલઆઈસી કર્મચારીઓ અને એજન્ટોને 30 ટકાના સમાન દરે ફેમિલી પેન્શન પણ મળશે. 

હાલમાં કેટલી સંપત્તિ છે એલઆઈસી પાસે 
1956માં 5 કરોડની પ્રારંભિક મૂડી સાથે સ્થપાયેલી એલઆઇસી હાલ 40.81 લાખ કરોડની માલિક છે અને તેની સંપત્તિમાં રોજરોજ વધી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ