બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Film maker Apoorva Asrani exposed the secrets of 'Bollywood mafia', told how the campaign against Priyanka-Sushant

મનોરંજન / ફિલ્મ મેકરે ખોલી 'બોલિવુડ માફિયાઓ'ની પૉલ, પ્રિયંકા-સુશાંત વિરુદ્ધ ચાલેલા અભિયાનથી કર્યા માહિતગાર

Megha

Last Updated: 09:33 AM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ મેકર અપૂર્વ અસરાની પ્રિયંકા ચોપરાના સમર્થનમાં આવતા બોલ્યા કે ઈન્ડસ્ટ્રીમાં કેમ્પ ચાલે છે પ્રિયંકા અને સુશાંતની સાથે થયું એમ કોઈની પણ કારકિર્દી બગાડવાની ક્ષમતા ધરાવે છે.

  • અપૂર્વ અસરાની એ બોલિવૂડમાં હાજર કેમ્પ વિશે વાત કરી હતી
  • જણાવ્યું કે કેવી રીતે કોઈની પણ કારકિર્દી બગાડવાની ક્ષમતા ધરાવે છે
  • ઈન્ડસ્ટ્રીમાં થતી રાજનીતિથી નારાજ હતી પ્રિયંકા 
  • કોઈની સામે ગેંગ બનાવે છે ત્યારે સમસ્યા થાય છે

ફિલ્મ મેકર અપૂર્વ અસરાની પ્રિયંકા ચોપરાના સમર્થનમાં આવ્યા છે. હાલ જ અપૂર્વ અસરાની એ બોલિવૂડમાં હાજર કેમ્પ વિશે વાત કરી હતી જેમાં તેને જણાવ્યું હતું કે કેવી રીતે તે ઇન્ડસ્ટ્રીને કંટ્રોલ કરે છે અને કેવી રીતે કોઈની પણ કારકિર્દી બગાડવાની ક્ષમતા ધરાવે છે. 

ઈન્ડસ્ટ્રીમાં થતી રાજનીતિથી નારાજ હતી પ્રિયંકા 
નોંધનીય છે કે પ્રિયંકા ચોપરાએ ભૂતકાળમાં ઘણા ખુલાસા કર્યા હતા જેમાં તેને જણાવ્યું હતું કે શા માટે તેણે હોલીવુડમાં કામ શોધવાનું શરૂ કર્યું હતું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે ઈન્ડસ્ટ્રીમાં થતી રાજનીતિથી નારાજ  હતી કારણ કે તે આ પ્રકારની રમતો રમી શકતી ન હતી. એટલા માટે તેને ઈન્ડસ્ટ્રીમાં કોર્નર કરી દેવામાં આવી હતી અનેલોકો તેને કાસ્ટ કરતા ન હતા. 

કોઈની સામે ગેંગ બનાવે છે ત્યારે સમસ્યા થાય છે
શેખર સુમને પણ પ્રિયંકાના આ આરોપોને યોગ્ય ઠેરવ્યા હતા અને હવે ફિલ્મ નિર્માતા અપૂર્વ અસરાનીએ કહ્યું હતું કે તેઓ પણ એવું જ માને છે. અસરાનીએ જણાવ્યું કે કેવી રીતે આ ઇન્ડસ્ટ્રીમાં નેપોટીઝમ ચરમસીમા પર છે. અસરાનીએ કહ્યું- તે સાચું છે કે લોકોને પોતાની ફેવરટ સાથે કામ કરવાનો તેને પૂરો અધિકાર છે પણ જ્યારે તેઓ કોઈની સામે ગેંગ બનાવે છે ત્યારે સમસ્યા થાય છે. કોઈ એક્ટર કે ટેકનિશિયનની એટલા સામે થઈ જાય  તે આ આખી ઈકો સિસ્ટમમાં કામ ન કરી શકે. 

અભિનેતાની છબી બગાડવા માટે પત્રકારો દ્વારા ઝુંબેશ ચલાવે
અસરાનીએ જણાવ્યું કે, તેને એવી ઘણી ઘટનાઓ જોઈ છે જેમાં જ્યારે કોઈ અભિનેતા ફિલ્મને રિજેક્ટ કરે છે ત્યારે કોઈના અહંકારને ઠેસ પહોંચે છે. પછી તેનો અહંકાર બીજાના અભિમાન સાથે જોડાઈ જાય છે અને આ અભિનેતા સાથે કામ ન કરવાનું કહેવામાં આવે છે. પછી તેઓ મીડિયાનો ઉપયોગ કરે છે. તેઓ તે અભિનેતાની છબી બગાડવા માટે પત્રકારો દ્વારા ઝુંબેશ ચલાવે છે. જે બાદ લેખો લખાય છે અને બનાવટી વાર્તાઓ બનાવવામાં આવે છે કે એ સેટ પર કોઈ સારું વર્તન નથી કરતાં.

અભિનેતા વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવે 
અસરાનીએ આગળ કહ્યું હતું કે, 'જો તે અભિનેતા સારું કામ કરવા લાગે તો પણ તેને ખરાબ રિવ્યુ આપવામાં આવે અથવા તેની સમીક્ષા કરવામાં આવતી નથી. પ્રોજેક્ટ સફળ થાય તો પણ એ સફળતાના સમાચાર બનતા નથી. એક સારા અભિનેતાની આ જ છબી તેની કારકિર્દી બગાડવા માટે પૂરતી છે. ખાસ કરીને એ લોકો માટે જેઓના આ ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર નથી.

સ્ટાર કે એક્ટર તરીકે ગ્રો નહતી કરી શકતી
પ્રિયંકા વિશે વાત કરતાં અસરાનીએ કહ્યું હતું કે, 'પ્રિયંકાએ એક વર્ષમાં બે હિટ ફિલ્મો આપી હતી બરફી અને અગ્નિપથ પણ તેમના વિશે એક લેખ લખવામાં આવ્યો હતો કે કોઈ હીરો તેમની સાથે કામ કરવા માંગતો નથી. તેઓ પ્રિયંકાને ક્રેડિટ નહતા આપતા અને એ સ્ટાર કે એક્ટર તરીકે ગ્રો નહતી કરી શકતી. બોલિવૂડમાં તેને કોર્નર કરવામાં આવી હતી પણ પ્રિયંકાએ હાર ન માની અને પોતાનો રસ્તો જાતે બનાવ્યો.'

સુશાંતને પણ એકલો કરવામાં આવ્યો હતો
અપૂર્વ અસરાનીએ સુશાંત સિંહ રાજપૂતનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, 'નિર્દેશક અભિષેક કપૂરે સુશાંતની સ્થિતિને ખૂબ જ યોગ્ય રીતે વ્યક્ત કરી હતી. એક નાજુક મનનું વ્યવસ્થિત વિસર્જન. આ એક અભિનેતાની કારકિર્દી સાથે રમવાની શરૂઆત હોય. આખી સિસ્ટમે તેને કોર્નર કરી દીધો હતો, સુશાંત એવોર્ડથી અલગ કરવામાં આવ્યો હતો, તેની છેલ્લી ફિલ્મે 100 કરોડનો બિઝનેસ કર્યો હતો પણ તેને ફ્લોપ જાહેર કરવામાં આવી હતી.  એ ઘણી હોશિયાર વાતો કરતો પણ તેના શબ્દોને તેનું ગાંડપણ કહેવામાં આવતું હતું અને છેવટ સુધી હેરાન કરવામાં આવ્યો હતો. તેના પર Metoo લગાવવામાં આવ્યું હતું. સૌથી ખરાબ વાત એ છે કે આ બધું આપણી સામે હતું, પણ આપણે જોઈ શક્યા નહતા.' 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ