બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / film 'Jawan' actress nayanthara is the owner of a luxurious house worth 100 crores.Travels in private jets

ગપશપ / 100 કરોડના આલીશાન ઘરની માલિક છે ફિલ્મ ‘જવાન’ની અભિનેત્રી, પ્રાઈવેટ જેટમાં કરે છે મુસાફરી

Megha

Last Updated: 02:13 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

'જવાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર નયનતારા સાઉથની ઘણી જાણીતી હિરોઈન છે. તેની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીની મોંઘી અભિનેત્રીઓમાં થાય છે. જાણો તેના આલીશાન બંગલા અને કુલ નેટવર્થ વિશે

  • 'જવાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર નયનતારા આ દિવસોમાં ચર્ચામાં છે
  • ફોર્બ્સ મેગેઝિનમાં સામેલ થનારી પ્રથમ સાઉથ એક્ટ્રેસ છે નયનતારા 
  • અભિનેત્રીના આલીશાન બંગલા અને કુલ નેટવર્થ વિશે જાણો 

શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ 'જવાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી નયનતારા આ દિવસોમાં ચર્ચામાં છે. નયનતારા સાઉથ સિનેમાની જાણીતી અભિનેત્રી છે અને તેની જોરદાર ફેન ફોલોઈંગ છે. નયનતારાની ગણતરી સાઉથ ઈન્ડસ્ટ્રીની મોંઘી અભિનેત્રીઓમાં થાય છે. 

ફોર્બ્સ મેગેઝિનમાં સામેલ થનારી પ્રથમ સાઉથ એક્ટ્રેસ 
આટલું જ નહીં નયનતારાનું નામ ફોર્બ્સ મેગેઝિનની સેલિબ્રિટી લિસ્ટમાં પણ સામેલ કરવામાં આવ્યું છે અને તે આ લિસ્ટમાં સામેલ થનારી પ્રથમ સાઉથ એક્ટ્રેસ છે. નયનતારાતેના વૈભવી જીવન માટે પણ જાણીતી છે અને આજે અમે તમને તેના આલીશાન બંગલા અને કુલ નેટવર્થ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

નયનતારાના ઘરની કિંમત 100 કરોડ રૂપિયા
નયનતારાની પાસે દેશભરમાં અનેક આલીશાન ઘરો છે. અભિનેત્રી પાસે હૈદરાબાદ, ચેન્નાઈ, કેરળ અને મુંબઈમાં ઘર છે. હૈદરાબાદમાં આવેલું તેનું ઘર કોઈ મહેલથી ઓછું નથી, જેની કિંમત અંદાજે 30 કરોડ રૂપિયા છે. હાલમાં તે તેના પતિ વિગ્નેશ શિવન સાથે ચેન્નાઈમાં 4 BHK ફ્લેટમાં રહે છે. આ ઘરની કિંમત 100 કરોડ રૂપિયા છે અને તેની અંદર જીમ, સિનેમા હોલ ઉપરાંત સ્વિમિંગ પૂલ પણ છે.

નયનતારા પાસે પ્રાઈવેટ જેટ પણ છે 
આટલું જ નહીં, અભિનેત્રી તે સ્ટાર્સમાં સામેલ છે જેમની પાસે પ્રાઈવેટ જેટ છે. રિપોર્ટ્સમાં તેમના પ્રાઈવેટ જેટની કિંમત 50 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. સાથે જ નયનતારાને લક્ઝરી કારનો પણ શોખ છે. તેની પાસે રૂ. 1.76 કરોડની BMW 7 સિરીઝ, રૂ. 1 કરોડની મર્સિડીઝ GLS 350d અને BMW 5 સિરીઝ છે. પહેલા માધુરી દીક્ષિત, પ્રિયંકા ચોપરા અને શિલ્પા શેટ્ટી પાસે પ્રાઈવેટ જેટ હતા, હવે નયનતારા પણ આ લીગમાં જોડાઈ ગઈ છે. તે આ પ્રાઈવેટ જેટમાં પતિ વિગ્નેશ સાથે ઘણી વખત રજાઓ માણતી જોવા મળી છે.

અભિનેત્રીના ઘણા બિઝનેસ પણ છે 
આ સાથે કેટલાક રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે તેના ઘણા બિઝનેસ છે. તે લિપ બામ કંપની અને યુએઈમાં એક ઓઈલ કંપનીમાં પણ હિસ્સો ધરાવે છે. આ બધા સિવાય તે એક પ્રોડક્શન કંપનીની કો-ઓનર પણ છે અને પતિ વિગ્નેશ શિવન સાથે પ્રોડક્શન હાઉસ 'રાઉડી પિક્ચર્સ બેનર' પણ ચલાવે છે. સાથે જ તે ઘણી મોટી બ્રાન્ડની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. એક રિપોર્ટ અનુસાર, તે એક બ્રાન્ડને પ્રમોટ કરવા માટે લગભગ 4-7 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. જણાવી દઈએ કે નયનતારાની કુલ સંપત્તિ અંદાજે 200 કરોડ રૂપિયા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ