બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / Film Adipurush Box Office Collection Telugu or Hindi In which language did 'Adipurush' earn the highest amount

Box Office Collection / તેલુગુ કે હિંદી.. વિરોધ વચ્ચે 'આદિપુરુષ' એ કઈ ભાષામાં કરી સૌથી વધુ કમાણી? ચાર દિવસમાં ફિલ્મનું કુલ કલેક્શન 375 કરોડ

Megha

Last Updated: 01:09 PM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આદિપુરુષ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રૂ. 375 કરોડની કમાણી કરી છે. તે જ સમયે ભારતીય બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાના ક્લબમાં એન્ટ્રી લીધી છે.

  • 'આદિપુરુષ' ચાર દિવસમાં 375 કરોડની કમાણી કરી
  • ભારતમાં કઈ ભાષામાં ફિલ્મે કેટલા કરોડનું કલેક્શન કર્યું, જાણો 
  • સોમવારે ફિલ્મની કમાણીમાં 70 ટકાનો ઘટાડો થયો

વિવાદ, ટીકા, વિરોધ... આ બધું હોવા છતાં પ્રભાસ અને કૃતિ સેનનની ફિલ્મ 'આદિપુરુષ' ચાર દિવસમાં 300 કરોડનો આંકડો પાર કરી ગઈ છે. આ ફિલ્મે વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર રૂ. 375 કરોડની કમાણી કરી છે. તે જ સમયે ભારતીય બોક્સ ઓફિસ પર 200 કરોડ રૂપિયાના ક્લબમાં એન્ટ્રી લીધી છે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ માત્ર હિન્દી બેલ્ટમાં જ નહીં પરંતુ તમિલ, તેલુગુ અને મલયાલમ બેલ્ટમાં પણ સારી કમાણી કરી રહી છે. આવો જાણીએ કઈ ભાષામાં ફિલ્મે કેટલા કરોડનું કલેક્શન કર્યું.

આ ભાષામાં સૌથી વધુ કમાણી કરનાર
ફિલ્મે  હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરી છે. Sacnilk અહેવાલ મુજબ ઓમ રાઉતની ફિલ્મના હિન્દી વર્ઝને ચાર દિવસમાં રૂ. 120.75 કરોડનું કલેક્શન કર્યું છે તો તેલુગુ ભાષામાં આ ફિલ્મે 110.85 કરોડનો બિઝનેસ કર્યો છે .અન્ય ભાષાઓની વાત કરીએ તો 'આદિપુરુષ'ના મલયાલમ, તમિલ અને કન્નડ વર્ઝન અનુક્રમે 1.1 કરોડ, 2.7 કરોડ અને 1.7 કરોડની કમાણી કરી છે.

મંડે ટેસ્ટમાં ફિલ્મ ‘આદિપુરુષ’ પાછળ રહી ગઈ
રામાયણ પર આધારિત ફિલ્મ ‘આદિપુરુષ’ની ખૂબ જ ટીકા કરવામાં આવી રહી છે. આ ફિલ્મના ડાયલોગ્સ, VFX અને કેટલીક ભૂલના કારણે ફિલ્મ ‘આદિપુરુષ’ને નેગેટીવ રિવ્યૂ મળી રહ્યા છે. આ ફિલ્મે વીકેન્ડ પર સારી કમાણી કરી છે, પરંતુ મંડે ટેસ્ટમાં ફિલ્મ ‘આદિપુરુષ’ પાછળ રહી ગઈ છે.  વીકેન્ડની સરખામણીએ સોમવારે આ ફિલ્મની કમાણીમાં 70 ટકાનો ઘટાડો થયો છે. ફિલ્મ ‘આદિપુરુષ’એ સોમવારે માત્ર 20 કરોડની કમાણી કરી છે, જેની સરખામણીએ રવિવારે 70 ટકા વધુ કમાણી કરી હતી. 

ફિલ્મ ‘આદિપુરુષ’ના વીકેન્ડ કલેક્શનની વાત કરવામાં આવે તો આ ફિલ્મે રવિવારે 69.10 કરોડનું કલેક્શન કર્યું હતું. આ સાથે ફિલ્મ ‘આદિપુરુષ’એ અત્યાર સુધીમાં કુલ 241.10 કરોડ રૂપિયાની કમાણી કરી છે. વૈશ્વિક સત્તરે ફિલ્મ ‘આદિપુરુષ’એ ત્રીજા દિવસે 340 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો સોમવારે કુલ કમાણી 375  કરોડ સુધી પંહોચી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ