બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fight between Rivaba Jadeja, Poonam Madam and Binaben in Jamnagar, know who these three women are

રાજકારણ / વર્ચસ્વની લડાઈ: જામનગરમાં સામસામે આવેલ ત્રણ મહિલા નેતાઓમાં કોની પાસે કેટલો છે રાજકીય પાવર?

Malay

Last Updated: 01:14 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamnagar News: જામનગરમાં જાહેર કાર્યક્રમમાં ભાજપના ત્રણ મહિલા નેતાઓ આમને સામને આવી ગયા બાદ રાજકારણમાં ગરમાવો, ત્યારે ચાલો જાણીએ કોણ છે આ મહિલા નેતાઓ?

 

  • જામનગરનું રાજકારણ દેશભરમાં ચર્ચાના ચકડોળે
  • ત્રણેય મહિલા નેતાઓ આમને સામને આવી ગયા
  • કોણ છે આ મહિલા નેતાઓ અને શું છે ડખ્ખાનું કારણ?​​​​​​

Jamnagar News : જામનગરમાં જાહેર મંચ પર ગુજરાત ભાજપના બે દિગ્ગજ નેતા સામસામે આવી ગયા હતા. એક જાહેર કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્ય રિવાબા જાડેજા અને ભાજપના જ સાંસદ પૂનમબેન માડમ વચ્ચે જાહેરમાં શાબ્દિક તુતુ મૈંમૈં જોવા મળી હતી. આ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજાએ જામનગરના મેયર બીનાબેનને પણ ખખડાવ્યા હતા. જે તુતુ મૈંમૈંનો ઝઘડો હજુ શાંત થયો નથી. જામનગરમાં MLA અને મેયર વચ્ચેની તકરારથી મેયરના પરિવારમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે આવો જાણીએ કે, આ ત્રણેય મહિલા નેતાઓ કોણ છે?

કોણ છે રિવાબા જાડેજા?
રિવાબા જાડેજા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે, તેઓ હાલ જામનગરમાં રહે છે. ગત વર્ષે ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જામનગર ઉત્તર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ની ટિકિટ કાપીને તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી. 

રિવાબા જાડેજા (ધારાસભ્ય, જામનગર) 

જામનગર ઉત્તર (78) વિધાનસભા બેઠકમાં દાવેદારીને લઇને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી, જેનો ટિકિટની જાહેરાત બાદ અંત આવ્યો હતો. જે બાદ જામનગર ઉત્તર બેઠક પર ખેલાયેલા ત્રિપાંખિયા જંગમાં રિવાબા જાડેજાએ 50 હજાર કરતાં વધુ મતની લીડથી વિજય મેળવ્યો હતો. 

રિવાબા જાડેજાના પિતા બિઝનેસમેન છે, રાજકોટની આત્મિય ઇન્સ્ટિટ્યુટ ઑફ ટેક્નોલોજી એન્ડ સાયન્સ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. રિવાબા ભાજપમાં જોડાતા પહેલા રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યા છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.

કોણ છે પૂનમબેન માડમ?
જામનગર જિલ્લાના રાજકારણમાં વર્ષોથી પૂનમબેન માડમના પરિવારનું વર્ચસ્વ રહેલું છે. તેઓ વર્ષ 2012માં ભાજપમાં જોડાયાં હતાં, જે બાદ ભાજપે તેમને જામખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ટિકિટ આપી હતી. જેમાં તેઓનો વિજય થયો હતો, જે બાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમબેનને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી. અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા અને તત્કાલીન સિટિંગ MP વિક્રમ માડમ સાથે થઈ હતી. જેમાં પૂનમબેને પોણા બે લાખ કરતાં વધુ મતની લીડથી જીત મેળવી હતી. 

પૂનમબેન માડમ (સાંસદ, જામનગર)

જે બાદ ભાજપે ફરી 2019માં તેમને રિપિટ કર્યા હતા. 2019ની લોકસભાની ચૂંટણીમાં પણ પૂનમબેનનો વિજય થયો હતો. પૂનમબેનના પિતા સ્વ, હેમંતભાઈ માડમ પણ જામખંભાળિયા બેઠક પર ચાર ટર્મ સુધી અપક્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 

કોણ છે બીનાબેન કોઠારી?
બીનાબેન કોઠારી જામનગર મનપાના મેયર છે. બીનાબેન જામનગર શહેરના વોર્ડ નંબર 5માંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે. તેઓની કોર્પોરેટર તરીકેની આ બીજી ટર્મ છે. પિતા જન સંધ સાથે જોડાયેલા હતા. બીનાબેન ભાજપમાં વર્ષોથી કાર્યરત હોવાથી કોર્પોરેટર બન્યા હતા.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ