બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Fierce war resumes in Gaza: 180 dead in a single day in Israel's rash operation

ઇઝરાયલ-હમાસ યુદ્ધ / ગાઝામાં ફરી ભીષણ યુદ્ધ શરૂ: ઈઝરાયલની તાબડતોબ કાર્યવાહીમાં એક જ દિવસમાં 180 લોકોના મોત, USએ કહ્યું હમાસે તોડ્યું સીઝફાયર

Priyakant

Last Updated: 08:47 AM, 2 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel-Hamas War Latest News: શુક્રવારે (01 ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયું અને ત્યારબાદ ઇઝરાયલી સેનાએ ગાઝામાં હવાઈ હુમલો શરૂ કર્યો

  • યુદ્ધવિરામના સમાપ્ત થતાં જ ગાઝા પટ્ટી પર બોમ્બનો વરસાદ
  • ઇઝરાયલી સેનાએ ગાઝામાં હવાઈ હુમલો શરૂ કર્યો
  • ઈઝરાયલ-લેબનોન બોર્ડર પર પણ લડાઈ શરૂ

Israel-Hamas War Latest News : મધ્ય પૂર્વમાં ફરી એકવાર યુદ્ધ શરૂ થયું છે. વાત જાણે એમ છે કે, ગયા શુક્રવારથી ગુરુવાર સુધી ચાલેલો યુદ્ધવિરામ આખરે સમાપ્ત થયો અને ગાઝા પટ્ટી પર ફરી એકવાર બોમ્બનો વરસાદ થવા લાગ્યો. શુક્રવારે (01 ડિસેમ્બર) સવારે યુદ્ધવિરામ સમાપ્ત થયું અને ત્યારબાદ ઇઝરાયલી સેનાએ ગાઝામાં હવાઈ હુમલો શરૂ કર્યો. કતાર સહિતના આંતરરાષ્ટ્રીય સંગઠનો ગાઝા પટ્ટી પર શાસન કરતા ઈઝરાયલ અને હમાસ સાથે કરાર કરવા માટે કામ કરી રહ્યા છે. ગાઝામાં હાજર પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, શુક્રવારે સવારથી શરૂ થયેલા ઈઝરાયલના બોમ્બમાળાને કારણે 178 પેલેસ્ટાઈનના મોત થયા છે. આ બોમ્બ ધડાકામાં 589 લોકો ઘાયલ પણ થયા હતા. 

સંયુક્ત રાષ્ટ્ર માનવતાવાદી આયોગના વડા માર્ટિન ગ્રિફિથે યુદ્ધવિરામની માંગ કરી છે. તેમણે કહ્યું કે, ગાઝામાં રહેતા પેલેસ્ટાઈનીઓને છુપાઈ જવાની કોઈ જગ્યા નથી. હમાસ અને પેલેસ્ટિનિયન ઇસ્લામિક જેહાદે કહ્યું કે, તેઓએ તેલ અવીવ, અશ્દોદ અને અશ્કેલોન સહિત અનેક ઇઝરાયલ શહેરો પર રોકેટ છોડ્યા. ઈઝરાયલ-લેબનોન બોર્ડર પર પણ લડાઈ શરૂ થઈ ગઈ છે. 

ઇઝરાયલ-હમાસ યુદ્ધ સંબંધિત નવીનતમ અપડેટ

  • ઈઝરાયલે શુક્રવારથી જ બોમ્બમારો શરૂ કરી દીધો છે. ઇઝરાયલની સેનાનું કહેવું છે કે, હમાસે તેના પ્રદેશ પર રોકેટ ફાયર કરીને સાત દિવસીય યુદ્ધવિરામનો અંત લાવ્યો હતો. ઈઝરાયલની સેના હવે ધીમે ધીમે ગાઝા પટ્ટીના દક્ષિણી ભાગ તરફ આગળ વધી રહી છે. 
  • ગાઝામાં હાજર પેલેસ્ટિનિયન સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે, શુક્રવારે સવારથી શરૂ થયેલા ઈઝરાયલના બોમ્બમાળાને કારણે 178 પેલેસ્ટાઈનના મોત થયા છે. આ બોમ્બ ધડાકામાં 589 લોકો ઘાયલ પણ થયા હતા. ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ યુદ્ધ શરૂ થયું છે. 
  • એક અહેવાલ મુજબ, અમેરિકાએ ઈઝરાયલને 100 'બંકર-બસ્ટર' બોમ્બ આપ્યા છે, જેમાંથી દરેકનું વજન 907 કિલો છે. અમેરિકાએ આ બોમ્બનો ઉપયોગ અફઘાનિસ્તાન, ઈરાક અને સીરિયામાં કર્યો છે. હવે ઈઝરાયલ ગાઝામાં આ બોમ્બનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે. 
  • કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ્સ (CPJ) એ જણાવ્યું છે કે, 7 ઓક્ટોબરથી ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ઓછામાં ઓછા 61 પત્રકારોના મોત થયા છે. માર્યા ગયેલા લોકોમાં મોટાભાગના 54 પેલેસ્ટિનિયન પત્રકારો છે. આ સિવાય ચાર ઈઝરાયલ અને ત્રણ લેબનીઝ પત્રકારોના પણ મોત થયા છે. 
  • અન્ય એકઅહેવાલ મુજબ, કતાર, અમેરિકા અને ઇજિપ્તની સલાહ પર, ઇઝરાયલ અને હમાસ હજુ પણ મહિલા બંધકોને મુક્ત કરવાની વાત કરી રહ્યા છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, હમાસ દ્વારા બંધકોની યાદી મળતાની સાથે જ યુદ્ધવિરામ ફરી શરૂ થઈ શકે છે.  
  • ઈઝરાયલી સેનાએ કહ્યું છે કે, તેણે ગાઝામાં હમાસના સ્થાનોને નિશાન બનાવ્યા છે. સેનાનું કહેવું છે કે સ્થાનિક સમય મુજબ સવારે 7 વાગ્યા સુધીમાં 200થી વધુ ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે. ઇઝરાયલના યુદ્ધ કેબિનેટ મંત્રી બેની ગેન્ટ્ઝે કહ્યું છે કે સેના તેની કામગીરી વધારવા માટે તૈયાર છે. 
  • ફરી યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાએ પણ પેલેસ્ટિનિયન નાગરિકોની સુરક્ષા માટે ઈઝરાયલ પર દબાણ બનાવવાનું શરૂ કરી દીધું છે. સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને કહ્યું છે કે, તેમણે નાગરિકોની સુરક્ષાને લઈને ઈઝરાયલ દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં જોયા છે. 
  • ઇઝરાયલ અને હમાસ વચ્ચે મધ્યસ્થી કરનાર કતારે ગાઝામાં બોમ્બ ધડાકા શરૂ થવા પર ખેદ વ્યક્ત કર્યો છે. કતારના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ગાઝામાં બોમ્બ વિસ્ફોટથી મધ્યસ્થી પ્રયાસો જટિલ છે અને માનવતાવાદી દુર્ઘટનામાં વધારો થયો છે. 
  • અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે, આપણે એ સમજવાની જરૂર છે કે હમાસના કારણે સાત દિવસીય યુદ્ધવિરામ સમાપ્ત થયો છે. મધ્યસ્થતાના નિયમો તોડીને હમાસે જેરુસલેમ પર હુમલો કર્યો અને ત્રણ લોકોની હત્યા કરી. 
  • સીરિયાની સરકારી સમાચાર એજન્સી SANAનું કહેવું છે કે, શનિવારે રાજધાની દમાસ્કસમાં ઈઝરાયેલના હુમલાને નિષ્ફળ બનાવી દેવામાં આવ્યો હતો. ઇઝરાયલથી રાજધાની તરફ મિસાઇલો છોડવામાં આવી હતી, જેને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા તોડી પાડવામાં આવી હતી.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ