બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Fierce fire broke out in a godown on Dabhoi Road goods worth lakhs of rupees were gutted

વડોદરા / ડભોઇ રોડ પરના ગોડાઉનમાં ભભૂકી વિકરાળ આગ, લાખો રૂપિયાનો માલ-સામાન બળીને ખાક

Kishor

Last Updated: 04:20 PM, 26 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં આગ ભભૂકી ઊઠતા નાશભાગ મચી ગઇ હતી. જેમાં ભારે  જહેમત બાદ 5 ટેન્કરની મદદથી આગ પર કાબૂ મેળવાયો હતો.

  • વડોદરા ડભોઇ રોડ વિસ્તારમાં લાગી આગ
  • ડોલ્ફિન એસ્ટેટ R.O કંપનીના ગોડાઉનમાં આગ ભભૂકી
  • અચાનક આગ લાગતા વિસ્તારમાં નાશભાગ મચી

વડોદરાના ડભોઇ રોડ વિસ્તારમાં આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી જવા પામી હતી. ડભોઇ રોડ વિસ્તારમાં ડોલ્ફિન એસ્ટેટ RO કંપનીના ગોડાઉનમાં લાગી આગ ફાટી નીકળી હતી.  આગને કાબૂમાં લેવા ફાયરબ્રિગેડના જવાનોએ જબરી જહેમત ઉઠાવી હતી.  આગની આ ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

આગ લાગવાનું કારણ  અકબંધ
કોઈ અકળ કારણોસર ગોડાઉનમાં આગની દુર્ઘટના ઘટી હતી. જેને લઇને ક્ષણિક દોડધામ મચી જવા પામી હતી. આ મામલે ફાયર વિભાગને જાણ કરતા 5 ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. જો કે આગ કાબૂમાં આવે તે પહેલા ગોડાઉનનો તમામ માલ-સામાન બળીને ખાક થઇ ગયો હતો. આગને કારણે લાખો રૂપિયાના નુકસાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગનું કોઈ સ્પષ્ટ કારણ સામે ન આવતા પોલીસ તેમજ ફાયર વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. 

ગઇકાલે અંબાજીની ધર્મશાળામાં લાગી હતી  ભી ષણ આગ 
દિવાળીના તહેવારોને લઇને લોકો ફટાકડા અને આતશબાજીનો આનંદ માણતા હોવાથી આગની ઘટનાઑમાં ઉછાળો આવ્યો છે. તેવામાં ગઇકાલે અંબાજીની ધર્મશાળામાં ભીષણ આગની ઘટના સામે આવતા અફરાતફરી મચી જવા પામી હતી.જોતજોતામાં આગે વિકરાળ રુપ ધારણ કરી લેતા લાખોનો સામાન આગમાં બળીને ખાખ થઇ ગયો હતો. બીજી બાજુ આ મામલે ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરતા કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને અવિરત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.  

      

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ