બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / Female constable's suicide case: Complaint filed against police constable Abhayraj Singh

રાજકોટ / મહિલા કોન્સ્ટેબલના આપઘાત કેસ: પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, ગળાફાંસો ખાતી છેલ્લી સેલ્ફી મોકલી હતી

Vishal Khamar

Last Updated: 11:41 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં મહિલા કોન્સ્ટેબલનાં આપઘાત મામલે મૃતક મહિલનાં પિતા દ્વારા જેતપુર સીટી પોલીસ મથક ખાતે પોલીસ કોન્સ્ટેબલ અભયરાજસિંહ જાડેજા સામે મહિલાને મરવા માટે મજબૂર કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. પોલીસે આઈપીસી કલમ 306 અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

  • રાજકોટ-જેતપૂર મહિલા પોલીસ કોન્સટેબલની આત્મહત્યાનો કેસ
  • મૃતક પોલીસકર્મીના પરિવારજનોએ નોંધાવી ફરિયાદ
  • જેતપૂર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ

રાજકોટ-જેતપુર મહિલા પોલીસ કોન્સ્ટેબલની આત્મહત્યા કેસ મામલે મૃતક યુવતીનાં પરિવારજનોએ પોલીસ કર્મી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૃતકનાં પરિવારજનો દ્વારા અભયરાજસિંહ ઉર્ફે કુલદિપ જાડેજા સામે ફરિયાદ આપી છે.  જેતપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મૃતક પોલીસ કોન્સ્ટેબલ સાથે અંતિમ સમય સુધી અભયરાજસિંહ નામનો પોલીસ કોન્સ્ટેલ સંપર્કમાં હતા. તેની સાથેની વોટ્સઅપ ચેટ પણ સામે આવી હતી. મૃતક પોલીસ કોન્સ્ટેબલનાં પિતાએ પોલીસને ફરિયાદ આપી છે. 

મારી દિકરીને ન્યાય મળવો જોઈએઃ શંભુભાઈ સરિયા
આ બાબતે યુવતીનાં પિતા શંભુભાઈ સરિયાએ જણાવ્યું હતું કે, આજે અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ત્યારે પોલીસ દ્વારા કહ્યું હતું કે તમને ન્યાય મળશે. અમારી દિકરીનું જે કંઈ બન્યું છે. એનો ન્યાય મને મળવો જોઈએ. ઘટનાં બને સાત દિવસ થયા કોઈ અમારી ફરિયાદ નથી સ્વીકારતું. આજે પોલીસ ફરિયાદ સ્વીકારી છે. ત્યારે મારી દિકરીને ન્યાય મળે તેવી મારી માંગ છે.

સાત દિવસ બાદ અમારી ફરિયાદ લેવામાં આવે છેઃ જયેશ ઠાકોર
આ બાબતે કોળી સમાજનાં આગેવાન જયેશ ઠાકોરે જણાવ્યું હતું કે, સાત દિવસ બાદ અમારી ફરિયાદ લેવામાં આવે છે. અને આજે અમને એવું કહેવામાં આવે છે કે, એક વ્યક્તિ અમારી સામે છે. જે અભયરાજસિંહ કરીને છે. જેનું નામ લઈ તેની પર ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે તેણે તેની સાથે ચેટ કરી હતી. તેની સાથે વાત કરી હતી. તેમજ તેની સાથે ઝઘડો કર્યો હતો. તેમજ વારંવાર તેને કોલ કરેલા હતા. તેમજ તેને ફોટા પણ મોકલેલ હતા.  તેનાં પરથી અભયરાજસિંહ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ