બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / બિઝનેસ / fci scam case cbi raids dgm rajeev mishra arrested because of taking bribe

એક્શન મોડ / સોનું-ચાંદી અને રૂપિયાનો ઢગલો, FCI કૌભાંડમાં CBIના મોટા એક્શન, DGM રાજીવ મિશ્રા ઝબ્બે

Vaidehi

Last Updated: 07:28 PM, 11 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CBIએ FCI ભારતીય ખાદ્ય નિગમનાં ડીજીએમ રાજીવ મિશ્રાની ધરપકડ કરી છે.

  • FCIમાં ઘોટાળાને લઈને CBI પાડ્યાં દરોડા
  • FCIનાં DGM રાજીવ મિશ્રાની ધરપકડ
  • 74 આરોપીઓની સામે નોંધ્યો કેસ

ભારતીય ખાદ્ય નિગમ FCIમાં ઘોટાળાને લઈને CBIએ બુધવારે મોટું પગલું ભર્યું છે. CBIએ હરિયાણા, પંજાબ અને દિલ્હી સ્થિત 50થી વધુ સ્થળો પર દરોડા માર્યા હતાં. CBIએ FCIનાં DGM રાજીવ મિશ્રાની ધરપકડ કરી છે. CBIએ રાજીવ મિશ્રાને રંગે હાથ લાંચ લેતા પકડી પાડ્યાં છે. 

60 લાખ રૂપિયા મળી આવ્યાં
કેન્દ્રીય તપાસ એજન્સી CBIએ FCIનાં ડેપ્યુટી જનરલ મેનેજર રાજીવ કુમાર મિશ્રાને રંગે હાથે લાંચ લેતા ધરપકડ કરેલ છે, ત્યારબાદ છાપામારી શરૂ કરી જેમાં CBIએ અત્યાર સુધી60 લાખ રૂપિયા પકડી પાડ્યાં છે. ફૂડ કૉરપોરેશન ઑફ ઈન્ડિયા સાથે સંકળાયેલ ઘોટાળામાં સીબીઆઈએ 74 આરોપીઓની સામે ફરિયાદ નોંધી છે.

CBIને કેસ સંબંધિત ડોક્યુમેન્ટ્સ મળ્યાં
CBI અધિકારીએ માહિતી આપી કે CBIની FCIનાં ભ્રષ્ટ અધિકારીઓ અને અનાજ મિલ માલિકો પર ઘણાં સમયથી નજર હતી. સમગ્ર તૈયારી બાદ બુધવારે એજન્સીએ અધિકારીઓની સામે પગલું ભર્યું હતું. રેડ દરમિયાન cbiએ અલગ-અલગ સ્થળોથી કેસ સંબંધિત દસ્તાવેજો પણ ભેગા કર્યાં છે. FCIનાં  ડેપ્યુટી જનરલ મેનેજર રાજીવ કુમાર મિશ્રાને 50000 રૂપિયાની લાંચ લેતા એજન્સીએ પકડ્યાં છે. 

74 આરોપીઓની સામે કેસ 
અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર આ સમગ્ર મામલામાં 74 આરોપીઓની સામે કેસ નોંધવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે FCIમાં ટેકનિકલ સહાયકોથી લઈને કાર્યકારી નિર્દેશકો સુધીની ભૂમિકામાં એજન્સીએ તપાસ કરી છે.  પંજાબ અને હરિયાણાનાં કેટલાક શહેરોની સાથે જ દિલ્હીમાં 2 સ્થાનો પર રેડ પાડવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ