બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / father in law and brother in law entered the hospital and beat up the son in law

અમદાવાદ / 'આજે તો તું બચી ગયો પણ હવે..', સસરા અને સાળાએ હોસ્પિટલમાં ઘૂસી જમાઈને ગડદાપાટુંનો માર માર્યો, મામલો પોલીસ સ્ટેશનમાં

Kishor

Last Updated: 09:59 PM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વૈષ્ણોદેવી સર્કલ પાસે સસરા અને સાળાએ હોસ્પિટલમાં ઘૂસીને જમાઈને જાહેરમાં માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

  • અમદાવાદનો ચકચારી કિસ્સો
  • સસરા અને સાળાએ હોસ્પિટલમાં ઘૂસી જમાઈને માર માર્યો
  • ‘મારો ફોન કેમ નથી ઉપાડતો?’ કહીને સસરાએ આખી હોસ્પિટલ માથે લીધી

‘મારો ફોન કેમ નથી ઉપાડતો?’ તેમ કહી વૈષ્ણોદેવી સર્કલ પાસે સસરા અને સાળાએ હોસ્પિટલમાં ઘૂસીને જમાઈને જાહેરમાં માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સસરાએ હોસ્પિટલમાં બૂમો પાડીને જમાઈને કહ્યું કે મારો ફોન કેમ નથી ઉપાડતો તેમ કહીને હોબાળો કર્યો હતો. સોલા સાયન્સ સિટીમાં રહેતા કિશોર ગોજિયાએ બોપલ પોલીસ સ્ટેશનમાં સસરા તેમજ સાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. કિશોરભાઈ કેડી હોસ્પિટલમાં આઈ ટી ડિપાર્ટમેન્ટમાં મેનેજર હેડ તરીકે નોકરી કરે છે. કિશોરભાઈએ આજથી દસ વર્ષ પહેલાં સમાજના રીત રિવાજ મુજબ સંધ્યા સાથે લગ્ન કર્યાં હતાં. જોકે બંને વચ્ચે મનમેળ ન બેસતાં સંધ્યા તેના પિતાના ઘરે રહેવા જતી રહી હતી. સંધ્યાએ જામ જોધપુર ખાતે ભરણ પોષણનો કેસ પતિ સામે કર્યો છે.

હવે વ્યાજખોરોની ખેર નહિ! અમદાવાદ પોલીસ કમિશનરે લીધો મોટો નિર્ણય, 31  જાન્યુઆરી સુધી થશે આ કાર્યવાહી | Ahmedabad Police Commissioner has taken a  big decision

તમે તમારા દીકરાની જવાબદારી કેમ લેતા નથી 

ગઈ કાલે કિશોરભાઈ કેડી હોસ્પિટલમાં નોકરી પર હાજર હતા. તે દરમિયાનમાં સ્ટાફના માણસોએ કિશોરભાઈને કહ્યું હતું કે તમારા કોઈ સંબંધીઓ ઓફિસે મળવા માટે આવ્યા છે. જેથી કિશોરભાઈ નર્સિંગ કોલેજની લોબીમાં ઊભા હતા. તે દરમિયાન તેમના સસરા રમેશભાઈ અને સાળો સિદ્ધાંત ડાંગર આવ્યા હતા.સસરાએ કિશોરભાઈને કહ્યું હતું કે મારો ફોન કેમ ઉપાડતા નથી તમે તમારા દીકરાની જવાબદારી કેમ લેતા નથી આમ કહીને ઝઘડો કર્યો હતો. આથી કિશોરભાઈએ સસરા અને સાળાને કહ્યું હતું કે હોસ્પિટલમાં ઊંચા અવાજે ગાળો ન બોલો. હું બહાર આવું છું પછી શાંતિથી ચર્ચા કરીશું તેમ કહેતાં સાળો તથા સસરા એકદમ ઉશ્કેરાઈ ગયા હતા.

બોપલ પોલીસે ફરિયાદ
જમાઈ કિશોરભાઈને તે ગાળો બોલીને હોસ્પિટલમાં ગડદાપાટુંનો માર મારવા લાગ્યા હતા. કિશોરભાઈએ બૂમાબૂમ કરતાં સ્ટાફના માણસો આવી જતાં વધુ મારમાંથી તેમને છોડાવ્યા હતા. સાળાએ જતાં જતાં કિશોરભાઈને કહ્યું હતું કે આજે તો તું બચી ગયો છે પરંતુ ફરીથી મળ્યો તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી. કિશોરભાઈ આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બોપલ પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ