બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

logo

તારક મહેતાના 'સોઢી'નો ગુમ થયા બાદ પહેલી વખત સામે આવ્યો CCTV ફૂટેજનો વીડિયો

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers forced to work in the cold without electricity in the morning

તાતની સમસ્યા / સવારે વીજળી ન મળતા ઠંડીમાં કામ કરવા મજબૂર ખેડૂતો, ગુજરાત સરકારે જુઓ શું નિવેદન આપ્યું

Priyakant

Last Updated: 02:09 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂતોની માંગ છે કે, સરકાર દ્વારા ઠંડીની ઋતુમાં દિવસે લાઈટ આપવામાં આવે, આ તરફ રાજ્યના કૃષિમંત્રીએ પણ આપ્યું મોટું નિવેદન

  • મોડાસા તાલુકાના ખેડૂતો કડકડતી ઠંડીમાં પિયત કરવા મજબૂર
  • રાત્રે ઝેરી જીવજંતુનો પણ ભય અને ઠંડીને કારણે દિવસે વીજળી મળે તેવી ખેડૂતોની માંગ 
  • રઘવજી પટેલે કહ્યું, પ્રમથ ફેઝનું કામ પૂર્ણ, ખેડૂતોને દિવસે વીજળી આપવાના પ્રયાસ શરૂ

ગુજરાતમાં ઠંડીની સિઝન શરૂ થવાની સાથે જ હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સરકારે દિવસની લાઈટની જાહેરાત તો કરી હતી પણ અરવલ્લી જિલ્લામાં ઘણા ગામડાઓમાં રાત્રે લાઇટ આવે છે. અત્યારે હાલ અરવલ્લી સહિત સમગ્ર રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. તો પણ રાત્રિના પાણીના કારણે જગતનો તાત ઠંડીમાં પાણી વાળવા મજબૂર બન્યો છે. જોકે ખેડૂતોની માંગ છે કે, સરકાર દ્વારા ઠંડીની ઋતુમાં દિવસે લાઈટ આપવામાં આવે. આ તરફ કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, હું પણ ખેડૂત છું મેં પણ રાત્રે પાણી વાળ્યા છે. ખેડૂતોને દિવસે વીજળી માટે પૂરતા પ્રયત્નો કરાઈ રહ્યા છે. 

અરવલ્લીના મોડાસા તાલુકાના ખેડૂતો પરેશાન

અરવલ્લી જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીમાં ગરમાવો જોવા મળી રહ્યો છે ત્યારે VTV ની ટીમ રાત્રિ દરમિયાન મોડાસા તાલુકાના કોલીખડ ગામ નજીક ખેતરે પહોંચી હતી. અહી સિંચાઈ માટે વિજતંત્ર દ્વારા આપવામાં આવતી વીજળી દિવસના બદલે રાત્રે આપવામાં આવતા ખેડૂતવર્ગ આ કડકડતી ઠંડીમાં ખેતરમાં ઠૂંઠવાઇ જવા મજબુર બન્યો છે.

એકબાજુ જિલ્લામાં કિસાન સૂર્યોદય યોજનાનો અમલ બહુ સારી રીતે થઈ રહ્યો હોવાના નેતાઓ અને અધિકારીઓ વાજા વગાડી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા જોઈએ તો દિવસે ખેતી વિષયક વીજળી આપવાની ખેડૂતોની માંગ પૂર્ણ કરવામાં ન આવતા રવીપાક બચાવવા ખેડૂતોને ફરજિયાત પણે ઉજાગરા વેઠવા પડી રહ્યા છે. જેને લઈ હવે ખેડૂતોની પુનઃ માંગ છે કે, જિલ્લાના હજારો ખેડૂતોના હિતમાં સત્વરે તંત્ર દ્વારા દિવસે વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવે. 

શું કહેવું છે કૃષિમંત્રીનું ? 

આ તરફ હવે ખેડૂતોને દિવસે વીજળી આપવા મુદ્દે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે. રાઘવજી પટેલે કહ્યું કે, હું પણ ખેડૂત છું મેં પણ રાત્રે પાણી વાળ્યા છે. રાજ્યના ખેડૂતોને દિવસે વીજળી માટે પૂરતા પ્રયત્નો કરાઈ રહ્યા છે. ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે બીજા ફેઝનું કામ ચાલુ છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ