બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers are worried as rain continues in Banaskantha

બનાસકાંઠા / હે કુદરત તારો ખેલ.! એક તરફ સૌરાષ્ટ્ર પાણી પાણી અને બીજી તરફ ઉત્તરમાં વરસાદની કાગડોળે રાહ, ખેડૂતોનો પાક મુરઝાયો

Dinesh

Last Updated: 10:21 PM, 20 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં શરૂઆતના વરસાદમાં ખેડૂતોએ પોતાના પાકોનું વાવેતર કર્યું હતું પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ન આવતા ખેડૂતોને પાક બચાવવા મુશ્કેલ બન્યા છે

  • બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
  • છેલ્લા 15 દિવસથી વરસાદ ન આવતા ખેડૂતો પરેશાન
  • ખેડૂતોના વાવેલા પાકો સુકાઈ રહ્યા છે

ગુજરાતમાં ચોમાસાની શરૂઆત શરુ થઇ ગઇ છે. ગુજરાતમાં હાલ સૌરાષ્ટ્ર બાજુ જળબંબાકાર જોવા મળી રહ્યું છે. જોકે ઉત્તર ગુજરાત તરફ વરસાદ બિલકુલ નથી. ત્યારે બનાસકાંઠામાં પણ શરૂઆતના વરસાદમાં ખેડૂતોએ પોતાના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ન આવતા ખેડૂતોને પાક બચાવવા મુશ્કેલ બન્યા છે. થરાદ, પાલનપુર, વડગામ, દાંતીવાડા ધાનેરા સહિતના તાલુકાઓમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહી છે. ખેડૂતોના બોરમાં પણ પાણી નથી અને તેના કારણે તેઓ ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે. ત્યારે હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેલા પાકો સુકાઈ રહ્યા છે. જેના કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

 

ખેતી પાક બચાવો મુશ્કેલ
બનાસકાંઠામાં સારો વરસાદ થતાં ખેડૂતોએ પાકોનું વાવેતર શરૂ કર્યું હતું. પરંતુ છેલ્લા 15 દિવસથી વરસાદ ન આવતા ખેતી પાક બચાવો મુશ્કેલ છે. બનાસકાંઠામાં પાલનપુર, વડગામ, દાંતીવાડા, ધાનેરા સહિતના તાલુકાઓમાં પાણીની વિકટ સમસ્યા છે, જ્યાં તળમાં પાણી નથી એટલે ખેડૂતો ખેતી કરી શકતા નથી પરંતુ ચોમાસા દરમિયાન વરસાદના કારણે ખેડૂતો વાવેતર કરતા હોય છે. ત્યારે વાવેતરના 15 દિવસ બાદ પણ વરસાદ ન આવતા હવે પાકો સુકાઈ રહ્યો છે.

ખેડૂતો પાક નુકસાનની ભીતિ સેવી રહ્યાં 
બનાસકાંઠામાં પ્રથમ રાઉન્ડમાં જ સાર્વત્રિક વરસાદને લઈને ખેડૂતો ખુશ હતા અને પોતાના ખેતરોમાં વાવણીની શરૂઆત કરી હતી. કપાસ, પપૈયા, બાજરી, દિવેલા, મગફળી સહિતના મોંઘા બિયારણ લાવી પાકોનું વાવેતર કર્યું છે. જિલ્લાના અમુક તાલુકા એવા છે જ્યાં ખેડૂતોના બોરમાં પાણી નથી અને તેના કારણે તેઓ ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે ત્યારે હાલમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેલા પાકો સુકાઈ રહ્યા છે જેના કારણે ખેડૂતો નુકસાનની ભીતિ સેવી રહ્યાં છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ