બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Farmers' agitation in Lucknow? The yogi government immediately issued this decree

નિર્ણય / લખનૌમાં ખેડૂત આંદોલનના ભણકારા ? યોગી સરકારે તાબડતોબ જાહેર કર્યું આ ફરમાન

Mayur

Last Updated: 07:00 PM, 8 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડૂત આંદોલન અને ધાર્મિક તહેવારોને ધ્યાનમાં રાખતા લખનૌમાં એક મહિના સુધી સભા-સરઘસ પર પ્રતિબંધ. કલમ 144 લાગૂ

  • લખનૌમાં એક મહિનો કલમ-144 
  • તહેવારો-ખેડૂત આંદોલનને લઈને નિર્ણય 
  • કાયદો-વ્યવસ્થા સૂચારું  રાખવા નિર્ણય 

લખનૌમા ઓક્ટોબર મહિના દરમિયાન આવનારા તહેવારો અને ઝડપથી વિકસી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે લખનૌની શાંતિ-વ્યવસ્થા જાળવી રાખવાના આશયે 5મી ઓક્ટોબર સુધી કલમ 144 લાગૂ કરવામાં આવી રહી છે.બીજી બાજુ,10મી સપ્ટેમ્બરે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી લખનૌ આવી રહયા છે.આ મુલાકાતને પણ કલમ 144 અંતર્ગત રાજનીતિક દૃષ્ટિથી જોવાઈ રહી છે. 

ખેડૂત આંદોલન અને તહેવારોને લઈને નિર્ણય 

સંયુક્ત પોલીસ કમિશનર પીયૂષ મોર્ડયા એ એક ફરમાન જારી કરતા કહ્યું કે, 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થી,17મીએ વિશ્વકર્મા જયંતિ અને 19 મીએ અંતતઃ ચતુર્દશી,28મીએ ચેહલૂમ,બીજી ઓક્ટોબરે ગાંધી જયંતી,14 ઓક્ટોબરે વિજયા દશમી (દશેરા) અને 19 ઓક્ટોબરે ઈદ-એ મિલાદ જેવા તહેવારો આવે છે. આ સાથે જ રાજ્યમાં વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ આવે છે. તેમણે ઉમેર્યું કે, વર્તમાનમાં ભારતીય કિસાન યૂનિયનના  વિવિધ સંગઠનો  અને જુદા-જુદા આંદોલનકારીઓ દ્વારા ધરણાં-પ્રદર્શન થી શાંતિ અને કાયદો વ્યવસ્થા ડહોળાઈ જવાની શક્યતા નકારી શકાય નહીં.આ તમામ વસ્તુઑને ધ્યાને રાખતા લખનૌમાં 5 ઓકટોબર સુધી કલમ 144 લાગૂ કરાઇ છે. કલમ 144 નો ભંગ કરનાર સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.  

પાંચથી વધુ વ્યક્તિ એકત્રિત નહીં થઈ શકે. 

સંયુક્ત પોલીસ કમિશનરના ફરમાન પ્રમાણે, પાંચ ઓકટોબર સુધી લખનૌમાં કોઈ સરઘસ નહીં કાઢી શકાય કે,પાંચથી વધુ વ્યક્તિ એકત્રિત નહીં થઈ શકે 
કન્ટેન્ટમેન્ટ જોન સિવાય સરકાર દ્વારા છૂટ અપાયેલી તમામ જગ્યાઓ પર નિર્ધારિત સંખ્યા એટલે કે 50 ટકા લોકો જ ઉપસ્થિત રહી શકશે. સાથોસાથ કોઈ પણ ધાર્મિક સ્થળ કે સાર્વજનિક જગ્યાએ સરઘસ કે સભા આયોજનોમાં રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકરનો ઉપયોગ નહીં થઈ શકે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ