બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Fake PSI Mayur Tadvi arrested

ગાંધીનગર / નકલી PSI બની ટ્રેનિંગ લેનાર આરોપી મયુર તડવી પોલીસ જાપ્તામાં, ડભોડા પોલીસે નોંધ્યો આ ગુનો

Dinesh

Last Updated: 09:47 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરાઈ એકેડેમીમાં નકલી PSI મામલે પોલીસે આરોપી મયુર તડવીની ધરપકડ કરી છે, ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા મામલે નોંધાયો હતો ગુનો

  • કરાઈ નકલી PSI મયુર તડવીની ધરપકડ
  • ગઈકાલે મયુર તડવી  સામે નોંધાયો હતો ગુનો
  • ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા મામલે નોંધાયો હતો ગુનો 


કરાઈ એકેડેમીમાં નકલી PSI મામલે પોલીસે આરોપી મયુર તડવીની ધરપકડ કરી છે. પોલીસે આરોપી યુવક સામે ગઈકાલે ગુનો નોંધવાની હતો. ત્યારે ડોક્યુમેન્ટમાં છેડછાડ કરવાના સંદર્ભમાં ગુનોં નોંધી તેની અટકાયત કરાઈ હતી જે બાદ આજે તેની ધરપકડ કરાઈ છે.

 મયુર તડવી

ગાંધીનગર એલસીબી સમગ્ર મામલે કરી રહી છે તપાસ
ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં નકલી PSI મયુર તડવીની સામે ગુનો નોંધાયો હતો. આરોપી સામે ડોક્યુમોન્ટ સાથે છેડછાડ કરવા મામલે ગુનો દાખલ થયેલો છે. જે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આરોપી મયુર તડવીની ગઈકાલે અટકાયત કરાઈ હતી. 

કોલલેટરમાં છેડછાડ કરીને મયુરે કરાઈમાં પ્રવેશ મેળવ્યો હતો
કરાઈ પોલીસ એકેડમીમાં નકલી PSI મામલે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ત્યારે નકલી PSI  મયુર તડવીએ કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યો છે. મયુર તડવીએ બીજી ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી હતી.ઓળખીતાના કોલલેટરમાં છેડછાડ કરીને મયુરે કરાઈમાં પ્રવેશ મેળવ્યો હતો. ત્યારે આ બાબતે કરાઈ એકેડમીએ વધુમાં જણાવ્યું હતું કે, મયુરના કોઈ ગેંગ સાથે સબંધ છે કે નહી તેની તપાસ થશે. તેમજ પગાર બિલ બનાવતી વખતે મયુરનો રોકેર્ડ સામે આવ્યો હતો. જેમાં મયુરના ભૂતકાળ અને ગેંગ સાથેના સબંધની પણ તપાસ થશે. તેમજ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે પહોંચેલી માહિતીની પણ તપાસ કરવામાં આવશે.  યુવરાજસિંહને માહિતી કોણે પહોંચાડી તેની પણ તપાસ થશે. ત્યારે યુવરાજસિંહે તપાસને નુકશાન પહોંચાડવાનો એકેડમીનો આરોપ છે. 

આ બાબતની ગંભીરતાથી નોંધ લેવામાં આવીઃએકેડમી
કરાઈ એકેડમી ખાતે હાલમાં પીએસઆઈની ટ્રેનિંગની ચાલી રહી છે. જેમાં કુલ 582 તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ત્યારે આ તમામ લોકોનાં પગાર બિલ બનાવતી વખતે એક વાત ધ્યાન ઉપર આવેલ જેમાં મયુરભાઈ લાલજીભાઈ તડવી નામનો વ્યક્તિનું નામ ઉર્તીર્ણ થયેલ ઉમેદવારોના પત્રકમાં નથી.  ત્યારે એકેડમીનાં અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી નોંધ લઈ આ વ્યક્તિ પર વોચ રાખી હતી અને તે કોઈ ગેંગ સાથે સંકળાયેલો નથી. તે બાબતની ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી છે. 

યુવરાજસિંહે કર્યા હતા આક્ષેપ 
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા રૂપિયા 40 લાખ લઈને  PSIની તાલીમ શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ સાથે રિઝલ્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તેવા વ્યક્તિ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. પોલીસ ભરતી મામલે ગૃહવિભાગ બે દિવસમાં મોટો ખુલાસો કરી શકે છે.

PSI-ASIના તાલીમાર્થીઓની તપાસ ચાલુ: સૂત્રો
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, કરાઈ એકેડમી ખાતે PSI-ASIના તાલીમાર્થીઓની તપાસ ચાલી રહી છે. રૂપિયા 40 લાખ લઈ ભરતીમાં નિમણૂક થવાના દાવાની ગુપ્ત તપાસ કરવામાં આવી રહી છે. ગૃહ વિભાગ છેલ્લા 9 દિવસથી આ મામલે ગુપ્ત તપાસ કરી રહ્યું છે. એક શંકાસ્પદ વ્યક્તિ ખોટી રીતે તાલીમ લેતો હોવાની ગૃહ વિભાગને જાણ થઈ હતી. 

શું છે સમગ્ર મામલો?
યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, માર્ચ 2021માં PSIની 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. તેમણે કહ્યું હતું કે, મયુરકુમાર તડવી નામના વ્યક્તિ હાલ કરાઇ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોકે, અમારી તપાસ દરમિયાન PSI અને ASI રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવી કોઈ ઉલ્લેખ નથી. તો તેઓ કરાઇ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે?  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ