બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / fake officer Kiran Patel wife Malini Patel Metro Court granted remand April 3

અમદાવાદ / મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના 3 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર, કર્યો છે મકાન પચાવવાનો કાંડ

Dinesh

Last Updated: 05:08 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલના મેટ્રો કોર્ટે 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે, મકાન પચાવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની ધરપકડ કરી છે.

  • કિરણ પટેલની પત્નીના મેટ્રો કોર્ટે 3 એપ્રિલ સુધી રિમાન્ડ કર્યા મંજૂર
  • અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલને કોર્ટમાં કર્યા હતા રજૂ
  • માલિની પટેલના રિમાન્ડ સમયે અનેક ખુલાસા થાય તેવી શક્યતા


મહાઠગ કિરણ પટેલની પત્નીના મેટ્રો કોર્ટે 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કર્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલને કોર્ટમાં રજૂ કર્યા હતા. માલિની પટેલના રિમાન્ડ સમયે અનેક ખુલાસા થાય તેવી શક્યતા સેવાઈ રહી છે. મકાન પચાવવાના કેસમાં ક્રાઈમ બ્રાન્ચે માલિની પટેલની ધરપકડ કરી હતી જે બાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરાઈ હતી.

માલિની પટેલના મેટ્રો કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા
કિરણ પટેલની પત્ની માલિની પટેલના મેટ્રો કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે. માલિની પટેલના 3 પટેલના 3 એપ્રિલ સુધી રિમાન્ડ મંજૂર કરાયા છે. ક્રાઇમ બ્રાન્ચે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. કરોડો રૂપિયાનો બંગલો પચાવી પાડનાર મહાઠગ દંપતી મામલે ફરિયાદ નોંધાયા બાદ ક્રાઇમ બ્રાંચે માલિની પટેલની ધરપકડ કરી હતી. ઠગ પતિ સાથે પત્નીએ પણ અનેક કૌભાંડ આચર્યા છે.  જેમાં જમ્મુ કશ્મીરમાં ઝેડ પલ્સ સિક્યુરિટી અને ફાઈવસ્ટાર હોટલમાં પત્ની પણ રોકાઈ હતી. પરતું પતિનું જમ્મુ કશ્મીરમાં કારસ્તાન પર્દાફાશ થતાં પત્ની ઘર છોડી ગાયબ થઈ ગઈ હતી. પણ પત્ની આગોતર જામીન મળેવે તે પહેલાં ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી હતી.

પત્ની માલિની પોતાનું ઘર બંધ કરી ગાયબ થઈ ગઈ હતી
ક્રાઇમ બ્રાંચની કસ્ટડીમાં રહેલ મોઢું છુપાવી રહેલી આ મહિલા મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલ છે. પતિના કારસ્તાન સાથે પત્નીએ પણ ઠગાઇમાં સાથ આપીને પત્નીવર્તાની ફરજ નિભાવી હોય તેવા ગુના આચર્ય..ખાસ વાત કર્યે તો માલિની પટેલ જમ્મુમાં પતિ કિરણ પટેલના નકલી પીએમઓ અધિકારી અને ઝેડ પલ્સ સિક્યુરિટી વિવાદ વચ્ચે પત્ની માલિની પોતાનું ઘર બંધ કરી ગાયબ થઈ ગઈ હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચમાં જગદીશ ચાવડાએ કરોડો નો બંગલો પચાવવાના પ્રયાસમાં આ ઠગ દંપતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કિરણ પટેલ પીએમઓ તરીકેના અધિકારીની ઓળખ આપી હતી અને પોતાને મકાન રીનોવેશન કે બિલ્ડીંગ કન્સ્ટ્રકશન કામ કરતો હોવાનું કહીને 35 લાખ રૂપિયા મેળવ્યા હતા. જોકે કામ પૂર્ણ કરી દીધું હતું અને પોતે બંગલા પૂજા હવન કરી બંગલાની બહાર ઠગ પોતાના નામનું બોર્ડ લગાવીને કોર્ટમાં ખોટો દાવો ઉભો કર્યો હતો. જે મામલે ક્રાઇમ બ્રાંચે ગુનો નોંધી જમ્બુસરથી માલિની પટેલની ધરપકડ કરી છે. ઠગ દંપતીએ બન્ને મળીને બંગલો પચાવવાનું કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખુલ્યું છે.

માલિની પટેલની BAMS ડોકટર છે
પકડાયેલ માલિની પટેલની પૂછપરછ માં સામે આવ્યું કે પોતે BAMS ડોકટર છે અને અગાઉ ગાયકનેક હોસ્પિટલમાં નોકરી કરતી હતી અને પોતાનું ક્લિનિક શરૂ કર્યું હતું. પરતું દીકરીઓની જવાબદારી કારણે કિલીનીક બંધ કર્યું અને પતિના ઠગાઇના ધંધામાં પ્રવેશ કર્યો. અગાઉ તેનો પતિ કિરણ પટેલ અને જેઠ મનીષ ટ્રાવેલ્સ ટાર્ગેટ્સ નામની કન્સલ્ટન્સી ,એર ટીકીટ બુકીંગ કામ કરતા હતા તે વખતે દેવું થઈ જતા બન્ને ભાઈઓ વિરુદ્ધ જુદા જુદા પોલીસ સ્ટેશન છેતરપીંડી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. માલિની પટેલ વિરુદ્ધ નરોડામાં ફોર વ્હિલર ગાડીઓ ભાડે રાખવાનું કહી બારોબાર વેચી દેવાના કૌભાંડમાં ઠગ દંપતીની ધરપકડ થઈ ચૂકી છે. ઓક્ટોમ્બર 2022માં દિવાળીના તહેવારમાં માલિની પોતાના પતિ કિરણ અને બે દીકરીઓ સાથે જમ્મુ કશ્મીર અને શ્રીનગર સિટીમાં ફરવા માટે ગઈ હતી. ત્યારે પતિ કિરણ પટેલ પીએમઓના અધિકારી ઓળખ આપીને ફરવા માટે પ્રોટેક્શન અને રહેવા માટે ફાઈવસ્ટાર લલિત હોટલમાં રોકાયો હતો. એટલું જ નહીં કિરણ પટેલએ પોતાને હેવમોર કંપનીની ફ્રેન્ચાઇઝ અને એપલ જ્યુસના મન્યુફેક્ચરના પ્રોજેકટ ના કામથી આવ્યો હોવાથી પ્રોટેક્શન મળ્યું હોવાનું પત્ની માલિની કહેવું છે. ક્રાઇમ બ્રાંચની તપાસમાં આરોપી માલિની પટેલ પતિના ઝેડ પલ્સ સિક્યુરિટીની લઈને અજાણ હોવાનું દાવો કરી રહી હતી

31 માર્ચના રોજ ક્રાઇમ બ્રાન્ચ શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી કિરણની ધરપકડ કરશે
અમદાવાદના આ ઠગ દંપતીના કારસ્તને દેશભરમાં ચકચાર મચાવી છે. પતિ કિરણના ગુનામાં સાથ આપનાર માલિની પોલીસ સકંજામાં આવતા પોતે અને પોતાનો પતિ નિર્દોષ હોવાનું રટણ કરી રહી છે પરતું ક્રાઈમ બ્રાંચે ઠગાઇ કેસમાં માલિની ભૂમિકા લઈને મહત્વના પુરાવા મેળવા રિમાન્ડ મંજૂર કરાવ્યા છે સાથે જ કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટ કસ્ટડી મેળવા 7 દિવસની નોટિસ પાઠવી છે અને 31 માર્ચના રોજ ક્રાઇમ બ્રાંચ શ્રીનગરથી ટ્રાન્સફર વોરંટથી કિરણની ધરપકડ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ