બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / fake notes worth lakhs recovered patna bpsc two students arrest

બિહાર / રૂ.500 અને 200 નકલી નોટ બનાવતી ગેંગનો પર્દાફાશ, એપાર્ટમેન્ટમાંથી 1 .77 લાખની નકલી નોટો મળી, 2 વિદ્યાર્થી ઝડપાયા

Priyakant

Last Updated: 11:47 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bihar Fake Note News: બિહાર પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ નકલી નોટોના ધંધામાં સંડોવાયેલા હોવાનું ખૂલ્યું, રૂ. 500 અને 200 નકલી નોટ બનાવતી ગેંગનો પર્દાફાશ

  • બિહારમાં રૂ. 500 અને 200 નકલી નોટ બનાવતી ગેંગનો પર્દાફાશ
  • બિહાર પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ બન્યા આરોપી
  • પોલીસને એપાર્ટમેન્ટમાંથી 1 લાખ 77 હજારની નકલી નોટો મળી 

હાલ દેશભરમાં 2000ની નોટનો મુદ્દો છવાયેલો છે. આ દરમિયાન હવે બિહારમાં નકલી નોટ બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. વાત જાણે એમ છે કે, બિહારની રાજધાની પટનામાં નકલી નોટ બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. આશ્ચર્યની વાત એ છે કે, બિહાર પબ્લિક સર્વિસ કમિશનની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. 

બિહારની રાજધાની પટનાના શ્રીકૃષ્ણપુરી પોલીસ સ્ટેશન વિસ્તારના આનંદપુરી વિસ્તારની આ ઘટનાની ચકચાર મચી ગઈ છે. અહીં રાજારામ એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી પોલીસે લાખો રૂપિયાની નકલી નોટો મળી આવી છે. નકલી નોટો સાથે પોલીસને દારૂની અનેક બોટલો પણ મળી આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, અહીં ગેરકાયદે દારૂનો ધંધો પણ થતો હતો. મળતી માહિતી મુજબ ગુપ્ત માહિતીના આધારે પોલીસે સોમવારે રાજારામ એપાર્ટમેન્ટમાં દરોડો પાડ્યો હતો. તેઓએ નકલી નોટોના ધંધામાં સંડોવાયેલા બે વિદ્યાર્થીઓની ધરપકડ કરી છે.

પોલીસે શું કાર્યવાહી કરી ? 
વિગતો મુજબ સ્થાનિક પોલીસને એપાર્ટમેન્ટમાંથી 1 લાખ 77 હજારની નકલી નોટો મળી આવી છે. તમામ નકલી નોટો 500 અને 200ની છે. આ સાથે પોલીસે અહીંથી અડધી છાપેલી નકલી નોટો, પ્રિન્ટર, કેમિકલ અને નકલી નોટના કાગળોના બંડલ પણ જપ્ત કર્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નવાદા નિવાસી રત્ના યાદવ અને કટિહાર નિવાસી યાકુબ ખાન તરીકે થઈ છે. 

શું કહ્યું પોલીસે ? 
પોલીસના જણાવ્યા અનુસાર જ્યારે તેઓ દરોડા માટે એપાર્ટમેન્ટ પહોંચ્યા તો તેમને જોઈને બંને આરોપીઓ એપાર્ટમેન્ટમાંથી નીચે કૂદી પડ્યા. હાઈટ વધુ હોવાના કારણે બંનેને ઘણી ઈજા પણ થઈ હતી. પોલીસે તરત જ તેની ધરપકડ કરી અને તેને હોસ્પિટલ લઈ ગઈ. જેથી તેમની પ્રથમ સારવાર થઈ શકે.

આરોપીઓએ શું કહ્યું ? 
આ તરફ BPSCની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પૂછપરછ દરમિયાન પોલીસે જણાવ્યું કે, બંને વિદ્યાર્થી છે અને તેઓ BPSCની તૈયારી કરી રહ્યા છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. આ ગેંગમાં અન્ય વિદ્યાર્થીઓ પણ સામેલ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે.

વૈશાલીમાં નકલી નોટોની ગેંગનો પર્દાફાશ
અગાઉ વૈશાલીમાં નકલી નોટોની ગેંગનો પર્દાફાશ થયો હતો. ગુપ્ત માહિતીના આધારે પોલીસ દરોડો પાડવા પહોંચી હતી અને 6 લોકોની અટકાયત કરી હતી. સ્થળ પરથી નોટો ગણવાનું મશીન અને રૂપિયાના બંડલ મળી આવ્યા હતા. રૂપિયાના બંડલમાં ઉપર અને નીચે અસલી નોટો હતી, પરંતુ બંડલની વચ્ચે નકલી નોટોની સાથે કાગળ પણ રાખવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ