બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ગુજરાત / faisal patel againt clear about his thout for politics on congress

નારાજગી / 'લોકોની મદદ કરીને થાકી ગયો, હું જાહેર જીવન કાયમ માટે છોડી દેવાનું વિચારું છું' : કોંગ્રેસના દિગ્ગજ નેતાના પુત્રનું નિવેદન

Khyati

Last Updated: 03:20 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓપ્શન ખુલ્લા રાખવા અંગે ફૈઝલ પટેલે કરી સ્પષ્ટતા, કોંગ્રેસની નારાજગીને લઇને ફરી એકવાર કર્યુ ટ્વિટ

  • અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલનું વધુ એક ટ્વીટ 
  • હું જાહેર જીવન કાયમ માટે છોડી દેવાનું વિચારી રહ્યો છું-ફૈઝલ
  • મારા વિકલ્પો ખુલ્લા રાખવાનો અર્થ આવો થઈ શકે 

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં નારાજગી હોવાનું ધીરે ધીરે સપાટી પર આવી રહ્યું છે. ત્યારે ફરી એકવાર 
અહેમદ પટેલના પુત્રએ ટ્વિટ કરીને કોંગ્રેસ પ્રત્યે પોતાનું વલણ વધારે સ્પષ્ટ કર્યુ છે.

ફૈઝલ પટેલે કરી સ્પષ્ટતા 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના દિવગંત નેતાના પુત્ર ફૈઝલ પટેલે હાઇકમાન્ડ પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા રાજકારણ ગરમાયુ હતું,  ટ્વિટ કર્યુ હતુ તેમાં ઓપ્શન ખુલ્લા હોવાનું પણ જણાવ્યુ હતું જે બાદ એવી પણ અટકળો લગાવવામાં આવી હતી કે તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાશે.પરંતુ આજે ફરી એકવાર તેમણે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી છે કે મારા માટે ઓપ્શન ખુલ્લા છે તેનો મતલબ એવો પણ હોઇ શકે છે કે પબ્લિક લાઇફ કાયમ માટે છોડવાનુ વિચારી રહ્યો છું. વધુમાં એમ પણ જણાવ્યું કે  કોઇ પણ ઓળખાણ વિના કામ કરીને તથા ગરીબોને મદદ કરીને થાકી ગયો છું.  

5 એપ્રિલે નારાજગી કરી હતી વ્યક્ત

કોંગ્રેસના દિવગંત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ટ્વિટ કરીને ખળભળાટ મચાવ્યો હતો.. ફૈઝલ પટેલે ટ્વિટ કરીને કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ  ટોચની લીડરશિપ સામે નારાજગી દર્શાવી અને સાથે એમ પણ લખ્યુ કે જવાબદારી અંગે રાહ જોઇને હું થાક્યો. આ ઉપરાંત ઉપરી નેતાગીરી તરફથી કોઇ પ્રોત્સાહન પણ ન મળતુ હોવાનો ટ્વિટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે જ તેઓએ અન્ય વિકલ્પ પણ ખુલ્લા હોવાની વાત લખી હતી.

કોંગ્રેસ હાઇકમાન્ડનું તરફથી કોઇ પ્રતિક્રિયા નહી

છેલ્લા બે દિવસથી ફૈઝલ પટેલે દ્વારા કોંગ્રેસ પ્રત્યે ટ્વિટ કરવામાં આવી રહ્યું છે.આજદિન સુધી કોઇ જવાબદારી ન સોંપાતા તેઓએ કોંગ્રેસ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી.  જોકે આ મામલે હાઇકમાન્ડ તરફથી કોઇ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. કે નથી ફૈઝલ પટેલને હાઇકમાન્ડે તેડુ મોકલ્યુ. ત્યારે આવનારા દિવસોમાં જોવુ એ રહેશે કે વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને ફૈઝલ પટેલને કોઇ મહત્વની કામગીરી સોંપવામાં આવશે કે  નહી ?
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ