બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Extension of form deadline for Gyan Sahayak, know now till which date candidates can fill the form

ગાંધીનગર / જ્ઞાન સહાયક માટેના ફોર્મની મુદ્દતમાં વધારો, જાણો હવે કઇ તારીખ સુધી ઉમેદવારો ફોર્મ ભરી શકશે

Malay

Last Updated: 08:57 AM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્ઞાન સહાયકની ભરતીઃ જે ઉમેદવારોએ હજુ સુધી ફોર્મ નથી ભર્યા તેમના માટે સારા સમાચાર, પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા માટે 17 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ.

  • જ્ઞાન સહાયક માટે ફોર્મની મુદ્દત લંબાવાઈ 
  • 17 સપ્ટેમ્બર સુધી ભરી શકાશે ફોર્મ
  • અત્યાર સુધીમાં 19 હજાર ફોર્મ ભરાયા 

Gyan Sahayak Secondary Bharti 2023: ગુજરાત સરકારે જાહેર કરેલી જ્ઞાન સહાયક યોજનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ગુજરાત સરકારે જ્ઞાન સહાયકની 11 મહિનાના કરાર આધારિત ભરતીમાં કરેલા ઠરાવ સામે વિરોધ ઉઠ્યો છે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરી રહ્યા છે. તેઓની માંગ છે કે જ્ઞાન સહાયક યોજનાને રદ્દ કરીને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે. આ વચ્ચે જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જ્ઞાન સહાયક માટે ફોર્મ ભરવાની મુદ્દતને લંબાવવામાં આવી છે. જે મુજબ હવે પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. 

અમદાવાદમાં 11 અંગ્રેજી માધ્યમની શાળા સહિત નવી 15 શાળા થશે શરૂ : AMC સ્કૂલ  બોર્ડનો મહત્વનો નિર્ણય | In Ahmedabad, 15 new schools including 11 English  medium schools will be started
ફાઈલ ફોટો

હવે 17મી સુધી ફોર્મ ભરી શકાશે
પ્રાથમિકમાં જ્ઞાન સહાયક બનવા માટે ઉમેદવારો 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકશે. પ્રાથમિક શાળામાં જ્ઞાન સહાયક બનવા માટે સોમવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. પરંતુ પ્રાથમિકમાં ફોર્મ ભરવા માટેની મુદ્દતમાં વધારો કરાયો છે. પ્રાથમિક શાળા માટે સોમવાર સુધીમાં 18,598 ફોર્મ ભરાયા છે. શિક્ષણ વિભાગે 98 ટકા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનો દાવો કર્યો છે. 

માધ્યમિક વિભાગમાં 19050 ભરાયા ફોર્મ
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 11 માસના કરાર આધારિત જ્ઞાન સહાયકોની નિમણૂક કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ માધ્યમિક વિભાગમાં જ્ઞાન સહાયક બનવા માટે 26 ઓગસ્ટથી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 4 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ તેની મુદ્દત 11 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. સોમવારે માધ્યમિક વિભાગમાં ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ થયા બાદ જ્ઞાન સહાયક બનવા માટે 19050 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા.

Earlier online transfer application for transfer of teachers will be cancelled
ફાઈલ ફોટો

પ્રા.વિભાગમાં સોમવાર સુધી 18598 ફોર્મ ભરાયા 
તો પ્રાથમિક વિભાગમાં 2 સપ્ટેમ્બરથી ફોર્મ ભરવાના શરૂ થયા હતા, ફોર્મ ભરવાની છેલ્લી તારીખે 11 સપ્ટેમ્બર હતી. જોકે, મુદ્દત પૂર્ણ થવાના દિવસે એટલે કે ગઈકાલે મુદ્દતમાં વધારો કરાયો છે. હવે પ્રાથમિક વિભાગમાં 17 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રાથમિક વિભાગમાં સોમવાર સુધીમાં 18598 જેટલા ઉમેદવારોના ફોર્મ ભરાયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ