બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / સંબંધ / Even in science, hugging is considered beneficial for the mind and body

લાઇફસ્ટાઇલ / Hug day: શું હગ કરવાથી દૂર થઇ જાય છે મનની મુશ્કેલીઓ? જાણો કઇ રીતે ફાયદાકારક છે જાદૂની ઝપ્પી

Pooja Khunti

Last Updated: 10:26 AM, 12 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીરમાં ઓક્સિટોસિન રસાયણ હોય છે. જેને હગ હોર્મોન્સ પણ કહેવામાં આવે છે. જે ગળે લાગવાથી, હાથ પકડવાથી અને નજીક બેસવાથી વધે છે.

  • 12 ફેબ્રુઆરીએ હગ ડે ઉજવવામાં આવશે
  • આ વેલેન્ટાઇન વીકનો છઠો દિવસ છે
  • ગળે લાગવું એ મન અને શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે

હાલ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે. 12 ફેબ્રુઆરીએ હગ ડે ઉજવવામાં આવશે. આ વેલેન્ટાઇન વીકનો છઠો દિવસ છે. આ દિવસે લોકો તેના સાથીને હગ કરે છે. આ રીતે તેઓ તેમના સાથીને જણાવવા માંગે છે કે તેમનો સંબંધ ઘણો મજબૂત છે. ગળે લગાડવાથી માત્ર પ્રેમ જ વ્યક્ત નથી થતો પણ તેનાથી માનસિક સમસ્યાઓ પણ ઓછી થાય છે. જાણો, હગ કરવાથી થતાં ફાયદાઓ વિશે. જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ દુ:ખી હોય છે અથવા ખુશ હોય છે અથવા તેને કોઈ પણ જાતની સમસ્યા હોય ત્યારે તે એક એવા વ્યક્તિની રાહ જુવે છે, જેને ગળે લાગી શકે. કોઈને હગ કરવું એ સૌથી અસરકારક સાર્વત્રિક આરામ આપનારી તકનીક માનવામાં આવે છે. 

મન અને શરીર માટે ફાયદાકારક
ખાનગી અહેવાલ મુજબ, વિજ્ઞાનમાં પણ ગળે લાગવું એ મન અને શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. જ્યારે તમે તમારા પરિવારના કોઈ ખાસ વ્યક્તિ, મિત્ર અથવા અન્ય કોઈ ખાસ વ્યક્તિને ગળે લાગો છો ત્યારે તમારી અંદર રહેલ તકલીફ અને ચિંતા ઓછી થાય છે. એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે તમારા સાથીને ગળે લાગવું માનસિક સ્વાસ્થ્ય માટે ઘણું જરૂરી અને ફાયદાકારક છે. 

બ્લડ પ્રેશર લેવલ ઠીક થઈ જાય છે
હગ માનસિક સ્વાસ્થ્યને સારું કરવાનું કામ કરે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ સાથે બીમારીઓથી છુટકારો મેળવવામાં ઘણો ફાયદો મળે છે. એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જો તમે તમારા સાથીને 20 સેકેન્ડ સુધી ગળે લગાડો છો તો તેનાથી બ્લડ પ્રેશર લેવલ ઠીક થઈ જાય છે અને હ્રદયનાં ધબકાર પણ વધુ સારા રહે છે. 

વાંચવા જેવું: આજે Hug Day: જાણો કેમ મનાવાય છે જાદુ કી ઝપ્પીનો આ દિવસ, એક ક્લિકમાં જાણો હગ ડેનું મહત્વ

તણાવ દૂર થાય છે 
શરીરમાં ઓક્સિટોસિન રસાયણ હોય છે. જેને હગ હોર્મોન્સ પણ કહેવામાં આવે છે. જે ગળે લાગવાથી, હાથ પકડવાથી અને નજીક બેસવાથી વધે છે. આ તણાવ દૂર કરવાનું કામ કરે છે. તેની અસર મહિલાઓ પર ખૂબ પડે છે. જ્યારે કોઈ મહિલાનો તેના સાથી સાથે સારો સંબંધ હોય અને તેઓ ગળે લાગે છે તો તેનાથી તે વધુ ખુશ અને સકારાત્મક રહે છે. 

હગ કરવાથી થતાં ફાયદાઓ 
જ્યારે તમે તમારા રોમેન્ટિક સાથીને ગળે લગાવો છો તો તેનાથી ઘા પર જલ્દી રુજ આવવા લાગે છે. સ્નાયુ અને શરીરના દુ:ખાવામાં જલ્દી સુધાર આવે છે. મૃત્યુનો ડર ઓછો થઈ જાય છે. માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. આ માટે તમારા સાથીને હગ કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ