બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Even before the Lok Sabha elections cracks began to appear in the coalition of opposition unity

ગઠબંધનમાં તિરાડો! / કેજરીવાલે ખુલ્લા મંચથી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, બીજી તરફ મમતા બેનર્જીની પાર્ટી સાથે પણ ડખો, શું થશે INDIA ગઠબંધનનું?

Malay

Last Updated: 12:26 PM, 20 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષી એકતાના ગઠબંધનમાં તિરાડો દેખાવા લાગી છે. અરવિંદ કેજરીવાલે છત્તીસગઢમાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા, તો પશ્ચિમ બંગાળમાં TMCના નેતા કોંગ્રેસમાં જોડાયા.

  • વિપક્ષી એકતાના ગઠબંધન ‘INDIA’માં તિરાડ!
  • પ.બંગાળમાં મહાગઠબંધનના બંને પક્ષો વચ્ચે ખેંચતાણ વધી
  • અરવિંદ કેજરીવાલે છત્તીસગઢમાં કોંગ્રેસ પર સાધ્યું નિશાન 

2024ની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે રાષ્ટ્રીય સ્તરે થયેલા ગઠબંધન 'INDIA'ના રાજકીય પક્ષો જ એકબીજાના પગ ખેંચી રહ્યા છે. પશ્ચિમ બંગાળ આ મામલે ટોચ પર છે. કારણ કે ત્યાં એક તરફ ડાબેરી પક્ષો અને મુખ્યમંત્રી મમતા બેનર્જી વચ્ચે ટક્કર ચાલી રહી છે, તો બીજી તરફ કોંગ્રેસ અને મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસની વચ્ચે પણ ખેંચતાણ યથાવત છે. થોડા દિવસો પહેલા જ CPMએ લોકસભા ચૂંટણીમાં TMC સામે તમામ સીટો પર ઉમેદવારો ઉભા રાખવાની વાત કરી હતી. તો બીજી બાજુ અરવિંદ કેજરીવાલે પણ છત્તીસગઢમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે છત્તીસગઢના લોકોને 10 ગેરંટી પણ આપી હતી. આમ લોકસભા ચૂંટણી પહેલા જ વિપક્ષી એકતાના ગઠબંધનમાં તિરાડો દેખાવા લાગી છે.

કેજરીવાલે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર
આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હી, પંજાબ બાદ હવે છત્તીસગઢમાં પણ ચૂંટણીનો જંગ જીતવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેમણે શનિવારે એક જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે, 'છત્તીસગઢમાં આજે પણ સ્કૂલોની સ્થિતિ ખરાબ છે.' સાથે જ કેજરીવાલે છત્તીસગઢના નાગરિકોના જીવનને સુધારવાના હેતુથી અનેક વચનો પણ આપ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી સામાન્ય લોકોના કલ્યાણ માટે સમર્પિત પાર્ટી છે અને તેની ગેરંટી પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે.

અરવિંદ કેજરીવાલે 10 "ગેરંટી" પણ આપી 
આ દરમિયાન અરવિંદ કેજરીવાલે 10 "ગેરંટી" પણ આપી હતી. જેમાં બેરોજગારો માટે રૂ. 3,000 માસિક ભથ્થું, મહિલાઓ માટે માસિક "સમ્માન રાશિ" સહાય અને મફત વીજળીનો સમાવેશ થાય છે. કેજરીવાલે કહ્યું હતું કે "ભારતને આઝાદી મળ્યાને 76 વર્ષ થઈ ગયા છે, પરંતુ મેં એક પણ રાજકીય પક્ષ અહીં અવું કહેતા નથી જોયો કે તે શાળા અને હોસ્પિટલો બનાવશે. આ રાજકીય પક્ષો ધર્મ અને જાતિના નામે વોટ માંગતા રહે છે, પરંતુ અમે સ્કૂલોના નિર્માણ અને વિકાસ માટે મત માંગશું. 

ગઈકાલે કોંગ્રેસમાં જોડાયા યાસિર હૈદર
તો બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં ગઈકાલે શનિવારે એક આશ્ચર્યજનક ઘટનાક્રમમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા અને મમતા બેનર્જીની સરકારમાં મંત્રી ફિરહાદ હકીમના જમાઈ યાસિર હૈદર બંગાળ કોંગ્રેસના અધ્યક્ષ અધીર રંજન ચૌધરીની હાજરીમાંની કોંગ્રેસમાં જોડાઈ ગયા. જે બાદ હૈદરને ટીએમસીની યુવા પાંખ- તૃણમૂલ યુથ કોંગ્રેસના મહાસચિવ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. અધીર રંજન ચૌધરીની હાજરીમાં કોલકાતામાં પાર્ટીના કાર્યાલયમાં કોંગ્રેસનો ખેસ ધારણ કર્યા બાદ હૈદરે ટીએમસીને "ખંડણીખોરોની પાર્ટી" ગણાવી હતી અને પાર્ટી પર તીખા પ્રહાર કર્યા હતા. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ