બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / NRI News / વિશ્વ / English title: US President nominated Indian origin Nimish patel in trade advisory commity

ગુજરાતીનો ડંકો / અમેરિકન પ્રેસિડેન્ટ બાઈડેન હવે આ ગુજરાતીની સલાહ લેશે,  જાણો કોણ છે નિમિષ પટેલ?

Bhavin Rawal

Last Updated: 11:22 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ભારતીયો અને ગુજરાતીઓ એટલી મોટી સંખ્યામા છે, કે હવે અમેરિકાના વિકાસમાં પણ આપણું યોગદાન છે. હવે બાઈડેન સરકાર વેપારને લગતા મામલામાં ગુજરાતી નિમિષ પટેલની સલાહ લેવાની છે.

જગત જમાદાર અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેને મૂળ ગુજરાતી અને ઈન્ડિયન અમેરિકન એટર્ની નિમિશ પટેલને ટ્રેડ પોલિસી એન્ડ નેગોશિયેશન્સની એડવાઈઝરી કમિટિના સભ્ય તરીકે નોમિનેટ કર્યા છે. એટલે કે હવે અમેરિકન સરકાર યુનાઈટેડ સ્ટેટ્સના વેપાર મામલે નિમિશ પેટલની સલાહ લેશે. 

ડ પોલિસી એન્ડ નેગોશિયેશન્સની એડવાઈઝરી કમિટિમાં કુલ 45 સભ્યોનો સમાવેશ થાય છે. આ 45 સભ્યો ઈન્વેસ્ટમેન્ટ, વેપાર, વિકાસને લગતા મુદ્દા, નોન ફેડરલ ગવર્નમેન્ટ, લેબર ઈન્ડસ્ટ્રી, ખેતી, નાના વેપારો, સર્વિસ ઈન્ડસ્ટ્રીઝ, રિટેઈલર્સ, બિન સરકારી પર્યાવરણીય સંસ્થાઓ અને ગ્રાહકોના હકો મામલાના નિષ્ણાતો હોય છે. વ્હાઈટ હાઉસે ગયા શુક્રવારે જ આ કમિટિમાં 8 નવા સભ્યોના નામની જાહેરાત કરી છે, જેમાં નિમિષ પટેલનું નામ પણ સામેલ છે.

કોણ છે નિમિષ પટેલ?

હાલ નિમિષ પટેલ ન્યૂયોર્ક બેઝ્ડ મિશેલ સિલબરબર્ગ એન્ડ ક્નૂપ નામની લો ફર્મમાં કોર્પોરેટ અને સિક્યોરિટી ડિપાર્ટમેન્ટના હેડ છે.  તેઓ પ્રાઈવેટ અને પબ્લિક કંપનીઝના મર્જરના નિષ્ણાત ગણાય છે, સાથે જ વેન્ચર કેપિટલ ફાઈનાન્સિગ, આઈપીઓ અને અન્ય ફાઈનાન્સ તેમજ કોર્પોરેટર રિસ્ટ્રક્ચરિંગમાં પણ તેમની માસ્ટરી છે. 

કરી ચૂક્યા છે જબરજસ્ત કામગીરી

હાલ નિમિષ પટેલ જુદા જુદા બિઝનેસમેન અને લિસ્ટેડ કંપનીઓને સરકારની પોલિસીઝ તેમજ જરૂરી ફાઈલિંગ મુદ્દાઓ અંગે સલાહ-સૂચન આપે છે.  તેમના ક્લાયન્ટ્સમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, લાઈફ સાયન્સ, ટેક્નોલોજી, ઈ કોમર્સ, ન્યૂ મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ જગતની કંપનીઓ સામેલ છે.  આ પહેલા નિમિષ પટેલ કેલિફોર્નિયાની ડિલોઈટ્ ઓફિસમાં ઓરેન્જ કાઉન્ટિના સિનિયર ઓડિટર અને CPA તરીકે કાર્યરત્ હતા. જ્યાં તેઓ પબ્લિક કંપનીના ઓડિટ્સની જવાબદારી સંભાળતા હતા.

મહત્વના નિર્ણયોમાં હતા સામેલ

આ પહેલા નિમિષ પટેલ સેન્ટા મોનિકા-મલીબુ યુનિફાઈડ સ્કૂલ ડિસ્ટ્રિક્ટના સ્કૂલ બોર્ડ ઓફ એજ્યુકેશનના સભ્ય તરીકે પણ ચૂંટાઈને પોતાની સેવા આપી ચૂક્યા છે.  તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન 11 હજારથી વધુ વિદ્યાર્થીઓને અસરકર્તા નિર્ણયોમાં સામેલ હતા, સાથે જ તેઓ 100 મિલિયન ડૉલરના ઓપરેટિંગ બજેટ અને 300 મિલિયન ડૉલરના ખર્ચ બજેટની પણ દેખરેખ રાખતા હતા.

વધુ વાંચો:અમેરિકા જવું હવે મોંઘુ પડશે, એરલાઈન્સે આ પ્રકારના ચાર્જમાં વધારો કર્યો

આ ઉપરાંત નિમિષ પટેલ અમેરિકન ઈન્ડિયા ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ અને ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. તો સાઉથ એશિયન બાર એસોસિયેશન ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના પ્રેસિડેન્ટ અને સભ્ય તરીકે પણ તેઓ પોતાની સેવા આપી ચૂક્યા છે.
 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલને ફોલો કરવા માટે અહીં ક્લિક કરો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ