બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:46 PM, 24 February 2024
ભારતીયો માટે અમેરિકા ફેવરિટ ડેસ્ટિનેશન છે. નોકરી કરવા માટે, સેટલ થવા માટે અને ફરવા માટે ભારતીયો મોટી સંખ્યામાં અમેરિકા જતા હોય છે. તો હવે ઘણા ભારતીયો અમેરિકામાં હોવાથી તેમને મળવા માટે પણ મોટી સંખ્યામાં ભારતીયો અમેરિકાની મુલાકાત લે છે. પરંતુ હવે અમેરિકા જવાનો ખર્ચ વધી જવાનો છે કારણ કે અમેરિકન એરલાઈન્, જેટ બ્લૂ એરવેઝ અને યુનાઈટેડ એરલાઈન્સે મુસાફરોના સામાનની હેરફેરની કિંમત વધારી દીધી છે. નોર્થ અમેરિકાની મુલાકાત લેનાર મુસાફરો માટે સામાનની હેરફેરની કિંમતમાં વધારો કરાયો છે. આ ભાવવધારો 24 ફેબ્રુઆરીથી લાગુ પડી રહ્યો છે. જે મુજબ ઈકોનોમીમાં અમેરિકા જતા મુસાફરોએ પોતાની પહેલી બેગ માટે યુનાઈટેડ એરલાઈન્સમાં 35 ડૉલરના બદલે 40 ડૉલર ચૂકવવા પડશે. જ્યારે બીજી બેગ માટે એડવાન્સ પેમેન્ટ કરો તો 45 ડૉલર નહીં તો 50 ડૉલર ચૂકવવા પડશે.
ADVERTISEMENT

ADVERTISEMENT
અમેરિકાની મોટા ભાગની એરલાઈન્સ દ્વારા આ ભાવવધારો કરાયો છે. જેની પાછળ લેબલ કોન્ટ્રાક્ટ અને મેઈન્ટેનન્સની કિંમતમાં થતા વધારાને કારણભૂત ગણાવાઈ રહ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં અમેરિકાની એરલાઈન્સ દ્વારા ચેક્ડ બેગેજના ભાવમાં કરાયેલો આ ત્રીજો વધારો છે.
ADVERTISEMENT
અમેરિકાની જુદી જુદી એરલાઈન્સ દ્વારા ભેગા થઈને 2022માં બેગેજ ફીઝ તરીકે જ 6.8 બિલિયન ડૉલરની કમાણી થઈ હતી. 2023ના પહેલા 9 મહિનામાં બેગેજ ફીઝનો આંકડો બધી એરલાઈન્સ માટે 5.5 બિલિયન ડૉલરનો હતો. જો કે, અમેરિકન એરલાઈન્સ દ્વારા બેગેજ ફીઝમાં કરવામાં આવેલો વધારો માર્કેટને અનુરૂપ છે. કારણે કે ઈન્ડસ્ટ્રીમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ફ્યુઅલ કોસ્ટ, લેબર કોસ્ટ સહિતી કોસ્ટમાં વધારો થયો છે, જેને કારણે એરલાઈન્સે પણ પોતાની ફીઝ વધારવાની જરૂર પડી છે.

ADVERTISEMENT
બેગેજ ફીઝમાં થયેલા વધારા અંગે વાત કરતા જેટબ્લૂનું કહેવું છે કે ન ઈચ્છવા છતા અમારે બેગેજ ફીઝમાં વધારો કરવાની ફરજ પડી છે. છેલ્લા કેટલાક સમયતી ફ્યુઅલ કોસ્ટ અને વેજિસમાં થયેલા વધારાને કારણે એરલાઈન્સ ચલાવવાનો ખર્ચ પણ વધ્યો છે, જેને લીધે બેગેજ ફીઝમાં વધારો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
બીજી તરફ એરલાઈન્સ દ્વારા કરાયેલા બેગેજ ફીઝ સામે યુએસની પર્મેમેન્ટ સબકમિટી ઓફ ઈન્વેસ્ટિગેશનના ચેરમેન સેનેટર રિચાર્ડ બ્લૂમેન્થલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ તપાસ દરમિયાન સીટ સિલેક્શન, બેગેજ ફીઝ અને ટિકિટ ચેન્જિશ ચાર્જ અંગે તપાસ કરવામાં આવશે. 2022ના સપ્ટેમ્બર મહિનામાં અમેરિકન ગવર્નમેન્ટના ટ્રાન્સપોર્ટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા એરલાઈન્સ દ્વારા કરતા ભાવવધારા પર અંકુશ લગાવવા માટે નિયમો ઘડવાની દરખાસ્ત કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.