બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / english speaking dadi video goes viral on social media twitter wants shashi tharoor to meet her
Intern
Last Updated: 02:39 PM, 2 March 2020
ADVERTISEMENT
How many marks out of 10 for the old lady for this spoken English Test? pic.twitter.com/QmPSEd4o0L
— Arun Bothra (@arunbothra) March 1, 2020
ADVERTISEMENT
દાદીએ 1 મિનિટમાં ગાંધીજી અને રાજીવ ગાંધીની અંગ્રેજીમાં મહત્વતા સમજાવી
દાદીના કળકળાટ અંગ્રેજી બોલતા વિડીયો ખુબ ઝડપી રીતે વાયરલ થઇ રહ્યા છે. દાદીએ ખૂબ જ જબરદસ્ત અંગ્રેજીમાં બોલ્યું, તે સાંભળીને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો. પંજાબી દાદીના એક વીડિયોમાં તેઓ અંગ્રેજીમાં મહાત્મા ગાંધી અને રાજીવ ગાંધી વિશે વાત કરે છે. લોકોને તેમની અંગ્રેજી ખૂબ ગમી રહી છે. ઘણા લોકોએ કોંગ્રેસના નેતા શશી થરૂરનું ધ્યાન આ વિડીયો તરફ દોર્યું છે. થરૂર તેમના અંગ્રેજી પ્રત્યેના જ્ઞાન માટે જાણીતા છે.
અંગ્રેજી બોલવા માં માહીર શશી થરૂરને લોકોએ પુછ્યું દાદીને કેટલા માર્ક્સ આપશો
સફેદ શર્ટ અને લાલ સાડી પહેરેલ પંજાબી દાદી અંગ્રેજીમાં કહે છે કે, ‘ મહાત્મા ગાંધી દુનિયાના મહાન વ્યક્તિઓ માંથી એક છે. તેઓ હિન્દુ અને મુસ્લિમ બંનેને પ્રેમ કરતા હતા અને રાષ્ટ્રના પિતા છે.’ IPS અધિકારી અરુણ બોથરાએ વિડીયો પોસ્ટ કરતાં શશી થરૂરને પુછ્યું કે, ‘તમે આ સ્પોકન ઈંગ્લીશ ટેસ્ટ માટે વૃદ્ધ મહિલાને 10 માંથી કેટલા અંક આપવા માંગશો?’
Ye Rajiv gandhi ke baare me
— Vijay Gill / विजय गिल 🇮🇳🇷🇺🇮🇱 (@vijaygillnit) March 1, 2020
Must watch 🙏@priyankac19 @priyankagandhi @rssurjewala @sakshijoshii @INCHaryana @INCIndia @INCIndiaLive pic.twitter.com/8y0MDPlyxs
પંજાબી દાદીના વીડિયોમાં 24 કલાકમાં 3 લાખ વ્યુ મળ્યા
આ વિડીયોને 1 માર્ચે શેર કરવામાં આવ્યો હતો. આ પંજાબી દાદીના ટ્વિટર વીડિયોને માત્ર 24 કલાકમાં 3 લાખ કરતાં વધુ વ્યુ મળ્યા છે. સાથે જ 16 હજારથી વધારે લાઇક્સ અને 3 હજારથી વધારે રી-ટ્વીટ થઇ ચુકી છે. લોકોને વૃદ્ધ મહિલાની અંગ્રેજી ખૂબ પસંદ આવી રહી છે. જો કે, અમુક લોકોએ તેને પ્રેરણાના રૂપે પ્રશંસા કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.