બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Employee of Angadia firm robbed in Ahmedabad, 46.51 lakh looted by robbers

ચકચારી લૂંટ / અમદાવાદમાં લૂંટાયો આંગડિયા પેઢીનો કર્મચારી, 46.51 લાખ પડાવી લૂંટારુઓ રફુચક્કર, હવામાં એક રાઉન્ડ ફાયરિંગ

Priyakant

Last Updated: 10:56 AM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Robbery News: બાપુનગરમાં ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ 46.51 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારુઓ ફરાર

  • અમદાવાદના બાપુનગરમાં હથિયારની અણીએ લૂંટ
  • ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીનો કર્મચારીને લૂંટાયો
  • કર્મચારી રોકડ લઈ યોગેશ્વર પાર્ક પોતાના ઘરે જઈ રહ્યો હતો
  • હથિયાર સાથે બાઇક પર આવેલા 3 શખ્સો 46.51 લાખની રોકડ લઈ ફરાર

અમદાવાદના બાપુનગરમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો હોવાની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી સાથે લૂંટ 46.51 લાખ રૂપિયાની લૂંટ કરી લૂંટારુઓ ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આ ઇસમો હથિયાર લઈ આવ્યા હતા અને કર્મચારી બૂમાબૂમ કરતાં લૂંટારુઓએ ફાયરિંગ પણ કર્યું હતું. 

અમદાવાદમાં ક્રાઇમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદના બાપુનગરમાં એક આંગડિયા કર્મચારી સાથે 46.51 લાખની લૂંટ થઈ હોવાનું સામે આવ્યું છે. વિગતો મુજબ આંગડિયા પેઢીનો કર્મચારી રોકડ લઈને યોગેશ્વર પાર્ક પોતાના ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન હથિયાર લઈને બાઈક પર આવેલા 3 લોકો રોકડ રકમની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. 

લૂંટારુઓએ કર્યું ફાયરિંગ 
બાપુનગરમાં ડાયમન્ડ માર્કેટ વિષ્ણુ કાંતિ આંગડિયા પેઢીના કર્મચારી જ્યારે 46.51 લાખની રોકડ રકમ લઈ જઈ રહ્યા હતા ત્યાંરે લૂંટની ઘટના બની હતી. આ દરમિયાન હથિયાર સાથે આવેલ ઇસમોએ ઘટનાને અંજામ આપ્યો ત્યારે આંગડિયા કર્મચારીએ બૂમાબૂમ કરી હતી. જેને લઈ લૂંટારુંઓએ ફાયરિંગ પણ કર્યુ હોવાનું ખૂલ્યું છે. આ તરફ હવે શહેર કોટડા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ