બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / EMI of all loans will increase again! RBI Governor hints at raising repo rate

માઠા સમાચાર / ફરીવાર વધશે તમામ લોનની EMI! RBI ગર્વનરે આપ્યા રેપો રેટ વધારવાના સંકેત

Priyakant

Last Updated: 09:07 AM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

RBI એ સંકેત આપ્યો છે કે, ફુગાવાને લઈને ઘણી અનિશ્ચિતતા, જો સેન્ટ્રલ બેંક વધુ એક કડક પગલું ભરશે તો લોનની EMI ફરી વધી જશે

  • શું ફરીથી જનતા પર પડશે મોંઘવારીનો માર
  • રેપો રેટમાં વધુ એક વધારાની શક્યતા 
  • RBI ગર્વનરે આપ્યા રેપો રેટ વધારવાના સંકેત

ફરી એકવાર મોંઘવારી વધવાને કારણે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ચિંતા પણ વધવા લાગી છે. આવી સ્થિતિમાં સામાન્ય માણસને ફરી આંચકો લાગી શકે છે. વાત જાણે એમ છે કે, દેશમાં છૂટક ફુગાવો (CPI) દર ગયા મહિને ફરી વધીને 6.52% થયો હતો. આ કારણે રેપો રેટમાં વધુ એક વધારાની શક્યતા પણ વધી જવાની ધારણા છે. RBI એ પણ સંકેત આપ્યો છે કે, ફુગાવાને લઈને ઘણી અનિશ્ચિતતા છે. જો સેન્ટ્રલ બેંક વધુ એક કડક પગલું ભરશે તો લોનની EMI ફરી વધી જશે.

વધતી જતી મોંઘવારી ચિંતાનું કારણ
સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો દેશના લોકોને મોંઘી લોનમાંથી રાહત મળી રહી નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ફેબ્રુઆરીની શરૂઆતમાં બોલાવેલી આ વર્ષની MPCની બેઠક બાદ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો હતો. જોકે ફુગાવો રિઝર્વ બેંકના દાયરામાં આવી ગયો હતો. પરંતુ હવે ફરી મોંઘવારી દર નિર્ધારિત લક્ષ્યાંકથી ઉપર પહોંચી ગયો છે, ત્યારે ફરી એકવાર આરબીઆઈ દ્વારા વ્યાજદરમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

File Photo 

વૈશ્વિક અનિશ્ચિતતાઓને કારણે મોંઘવારી દરમાં ફરી વધારો થવાથી RBIની ચિંતા વધી ગઈ છે. બુધવારે જાહેર થયેલી એમપીસીની બેઠકની વિગતો અનુસાર આ સમયગાળા દરમિયાન શક્તિકાંત દાસ દ્વારા આપવામાં આવેલા સંકેતો પરથી કહી શકાય કે, તેઓ ફરી એકવાર જનતાને ઝટકો આપી શકે છે. વિગતો રજૂ કરતાં તેમણે એમ પણ કહ્યું છે કે, વધતી કિંમતો અને ફુગાવાના કારણે મોંઘવારી અંગે ઘણી અનિશ્ચિતતા છે. તેમણે કહ્યું કે, તેના પર અંકુશ લાવવા માટે આગામી દિવસોમાં વ્યાજદરમાં વધારો કરવાનો અવકાશ છે.

File Photo 

રેપો રેટ વધીને 6.75 ટકા થઈ જશે ? 
નિષ્ણાતોએ એવી પણ આશંકા વ્યક્ત કરી છે કે, આગામી MPC બેઠકમાં રિઝર્વ બેંક ફરી એકવાર રેપો રેટમાં 0.25 ટકા અથવા 25 બેસિસ પોઈન્ટનો વધારો કરી શકે છે. જો RBI આ નિર્ણય લેશે તો રેપો રેટ વધીને 6.75 ટકા થઈ જશે. આ નિર્ણય જનતા પર દેવાનો બોજ વધારનાર સાબિત થશે. રેપો રેટમાં વધારાને કારણે હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન સહિત તમામ પ્રકારની લોન મોંઘી થશે અને વધુ EMI ચૂકવવી પડશે.

ગયા વર્ષે મેથી રેપો રેટ કેવી રીતે વધ્યો ? 
નોંધનીય છે કે, ગયા વર્ષે મે મહિનાથી રિઝર્વ બેંકે રેપો રેટમાં 2.50 ટકાનો વધારો કર્યો છે. મોંઘવારીના ઊંચા સ્તરને અંકુશમાં રાખવા માટે 2022માં જ તેમાં પાંચ વખત વધારો કરવામાં આવ્યો હતો. તેની અસર પણ દેખાઈ હતી અને ફુગાવાનો દર અંકુશમાં આવ્યો હતો. છતાં ફેબ્રુઆરી 2023માં સેન્ટ્રલ બેંકે પોલિસી રેટ વધારવાનો નિર્ણય લીધો હતો. જો તમે રેપો રેટમાં થયેલા વધારા પર નજર નાખો તો મે 2022માં 0.40%, જૂન 2022માં 0.50%, ઓગસ્ટ 2022માં 0.50%, સપ્ટેમ્બર 2022માં 0.50% અને ડિસેમ્બર 2022માં 0.35%નો વધારો થયો હતો. આ પછી, ફેબ્રુઆરી 2023 માં ફરીથી તેમાં 0.25% નો વધારો કરવામાં આવ્યો.

રેપો રેટમાં વધારાને કારણે વધે છે EMI 
RBI દ્વારા નક્કી કરાયેલ રેપો રેટની સીધી અસર બેંક લોન પર પડે છે. જ્યારે તે ઘટે છે, ત્યારે લોન સસ્તી થાય છે અને તે વધ્યા પછી, બેંકો પણ તેમની લોન મોંઘી કરે છે. તેની અસર હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન જેવી તમામ પ્રકારની લોન પર પડે છે. અહીં એ સમજવું અગત્યનું છે કે રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ બેંકોને ધિરાણ આપે છે, જ્યારે રિવર્સ રેપો રેટ એ દર છે કે જેના પર આરબીઆઈ નાણાં રાખવા માટે બેંકોને વ્યાજ આપે છે. રેપો રેટમાં ઘટાડો થવાને કારણે લોનની EMI ઘટે છે, જ્યારે રેપો રેટમાં વધારો થવાથી તમામ પ્રકારની લોન મોંઘી થાય છે અને આ ક્રમમાં EMIમાં પણ વધારો થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ