બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / emergency landing of airplane on highway video viral shocking incidence share by police

VIDEO / આચાનક રસ્તા વચ્ચે આવ્યું વિમાન, વાહન ચાલકોએ બચાવ્યા પોતાના જીવ

MayurN

Last Updated: 08:44 PM, 10 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન એક નાનકડી ભૂલ ઘણા લોકોના જીવ જોખમમાં મૂકી દીધા. એક વાયરલ વિડીયોમાં એક વિમાન અચાનક હાઈવે પર ઉતરતું જોઈ શકાય છે.

  • અમેરિકામાં અચાનક વિમાનનું એન્જીન થયું બંધ
  • આજુબાજુમાં એરપોર્ટ ન હોવાના લીધે રોડ પર કરાવ્યું લેન્ડ 
  • સિંગલ એન્જીન વિમાનમાં ખરાબી આવતા કરવું પડ્યું લેન્ડ

પ્લેનનો વાયરલ વીડીયો 
હાલમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર પોલીસ દ્વારા એક ચોંકાવનારો વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈને દરેક જણ પ્લેનના પાયલટના વખાણના કરતા નજરે પડે છે. એક અહેવાલ મુજબ આ ઘટના અમેરિકામાં બની હતી. વીડિયોમાં જે પ્લેન છે તે સિંગલ એન્જિનવાળું છે. પાયલટનું નામ વિન્સેન્ટ ફ્રેઝર હોવાનું કહેવાય છે. આ ઘટના વિમાનના વિંગ કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જે પણ આ વીડિયોને જોઈ છે તે ચોંકી રહ્યા છે.

દિલધડક વિડિઓ
પાયલટ આ સિંગલ એન્જિન પ્લેન ઉડાવી રહ્યો હતો. પ્લેનના એન્જિને અચાનક કામ કરવાનું બંધ કરી દીધું ત્યારે પાયલટની સાથે તેના સસરા પણ પ્લેનમાં હાજર હતા. જ્યારે પાયલટે સંબંધિત ઓથોરિટીને આ અંગે જાણકારી આપી તો તેમણે પાયલટને રસ્તા પર જ લેન્ડિંગ કરવાની સલાહ આપી. આ પછી શું થયું તે જુઓ વિડીયોમાં.

 

રસ્તા પર લોકો ગભરાયા
પાયલોટે ઈમરજન્સી લેન્ડિંગ કરવાનો નિર્ણય લીધો અને વિમાનને હાઈવે તરફ વાળ્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે પ્લેન કેવી રીતે હાઈવે તરફ આવી રહ્યું છે અને ત્યાં હાજર વાહનોમાં બેઠેલા લોકો આ બધાથી અજાણ છે. જેમ જેમ વિમાન રસ્તા નજીક આવે છે તેમ તેમ લોકોના મનમાં ભય વધતો જાય છે. પરંતુ સારી વાત એ છે કે આ લેન્ડિંગમાં કોઇ નુકસાન થયું નથી.

વાયરલ થયો વીડિયો
અધિકારીઓનું કહેવું છે કે આ કામ ઘણું મુશ્કેલ હતું, પરંતુ પાયલટે પોતાની સમજથી પરિસ્થિતિને ખૂબ સારી રીતે સંભાળી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પાયલટને વધારે અનુભવ નહોતો, તેમ છતાં તેણે આટલું અદ્ભુત લેન્ડિંગ કર્યું હતું. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ