બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / વિશ્વ / Elon musk birthday world richest person turn 52

ઈલોને શરમાવ્યાં જવાનિયાને / ગમી એટલે લગ્ન કર્યાં પછી છોડી, ફરી તેની સાથે લગ્ન, 'પૃથ્વીના ધનકૂબેર' Elon muskની લવ-મેરિડ લાઈફ

Hiralal

Last Updated: 02:44 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયાના નંબર વન અમીર ઈલોન મસ્ક આજે 52 વર્ષના થયા છે આ પ્રસંગે તેમના જીવનની કેટલીક જાણી-અજાણી વાતો અહીં રજૂ કરાઈ છે.

  • 52 વર્ષના થયા દુનિયાના નંબર વન અમીર ઈલોન મસ્ક
  • ટોટલ નેટવર્થ 225 અબજ ડોલર 
  • 3 મોટી સહિત ઘણી કંપનીઓના માલિક 
  • 3 લગ્ન કર્યાં, સિંગર ગ્રિમ્સ પણ રિલેશનશીપમાં હતા 

દુનિયાનો સૌથી મોટો ધનકૂબેર એલન મસ્ક તો ખરા લવરિયા નીકળ્યાં. આજે તેમનો 52મો જન્મદિવસ છે અને આ પ્રસંગે તેમના જીવનની લવસ્ટોરી અને મેરિડ લાઈફને લઈને કેટલી અજાણી વાતો અહીં રજૂ કરાઈ છે. ભલભલા જવાનિયાને શરમાવે તેવી લવસ્ટોરી અને મેરિડ લાઈફ છે ઈલોન મસ્ક. એક તબક્કે તો એક છોકરી સાથે તેઓ બે વાર પ્રેમમાં પડ્યાં અને બે વાર લગ્ન કરીને છોડી મૂકી આવી તો અનેક વાતો ઈલોન મસ્કની છે. 

ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટરના માલિકનો આજે 52મો બર્થડે

આજે વિશ્વના નંબર-1 અમીર elon muskનો જન્મદિવસ છે. ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટર જેવી મોટી કંપનીઓના માલિક મસ્ક 52 વર્ષના થઈ ગયા છે. તેમનો જન્મ 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. તેમનું પૂરું નામ એલોન રીવ મસ્ક છે. 

એલોન મસ્કની નેટવર્થ 225 અબજ ડોલર
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, એલોન મસ્કની નેટવર્થ 225 અબજ ડોલર છે. ગયા વર્ષે ટ્વિટર ડીલ બાદ એલોન મસ્કને મોટું નુકસાન થયું હતું અને તેમને નંબર-1 અમીરનો ખિતાબ પણ છીનવાઈ ગયો હતો પરંતુ આ વર્ષે તેમની સંપત્તિ રોકેટની ગતિએ વધી છે અને તેઓ ફરીથી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. 2023ની શરૂઆતથી અત્યાર સુધીમાં ઈલોન મસ્કની સંપત્તિમાં 88.4 અબજ ડોલરનો વધારો થયો છે.

કઈ કઈ કંપનીઓ ચલાવી રહ્યાં છે ઈલોન મસ્ક 
ઈલોન મસ્ક હાલમાં ત્રણ મોટી કંપનીઓ ટેસ્લા, સ્પેસએક્સ અને ટ્વિટરના માલિક છે. ઈલોન મસ્કના બિઝનેસની વાત કરીએ તો તેમની એસેટ્સમાં સૌથી વધુ વધ-ઘટ લાવનારી તેમની કંપની ટેસ્લા દુનિયાની સૌથી મોટી અને વેલ્યુએબલ ઇલેક્ટ્રિક કાર કંપની છે. 2004માં તેઓ ટેસ્લા બોર્ડના ચેરમેન બન્યા અને 2007માં ટેસ્લાના સીઈઓ બન્યા. આ ઉપરાંત તે સ્પેસએક્સ કંપનીના માલિક પણ છે. લગભગ 125 અબજ ડોલરનું રોકાણ ધરાવતી આ કંપની સ્પેસ સેક્ટરની દિગ્ગજ કંપની છે. ગયા વર્ષે તેમણે માઇક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદી હતી. એલોન મસ્કની અન્ય કંપનીઓ અને તેના રોકાણોની વાત કરીએ તો તે ન્યુરાલિંકના સહ-સ્થાપક છે અને આ કંપની બ્રેઈન મશીન ઈન્ટરફેસ તરીકે માનવ મગજમાં પ્રથમ ચિપ બનાવવાના કામમાં લાગેલી છે. મસ્કના પોર્ટફોલિયોમાં સોલાર સિટીનો પણ સમાવેશ થાય છે, જે તેણે 2016માં ખરીદ્યું હતું. આ ઉપરાંત તે AI     સેક્ટરની દિગ્ગજ કંપની ઓપન AIના કો-ફાઉન્ડર પણ છે. આ સિવાય ઈલોન મસ્કે ઘણી કંપનીઓમાં પણ રોકાણ કર્યું છે.

મસ્ક શરૂઆતથી જ પુસ્તકોનો શોખીન 
ઈલોન મસ્કે પ્રિટોરિયાની વોટરક્લોફ હાઉસ પ્રિપેરેટરી સ્કૂલમાંથી સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું. આ પછી, તેમણે ક્વીન્સ યુનિવર્સિટી, યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાં અભ્યાસ કર્યો અને બાદમાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવીને કૈલિફોર્નિયા શિફ્ટ થયા.મસ્ક શરૂઆતથી જ પુસ્તકોનો શોખીન છે અને તેણે ખૂબ જ નાની ઉંમરે કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં નિપુણતા મેળવી હતી. તેમણે સૌ પ્રથમ બ્લાસ્ટ નામની રમત બનાવી અને તેને 500 ડોલરમાં વેચી દીધી. 1995માં તેમણે ઝીપ2 નામની કંપની શરૂ કરી હતી, પરંતુ થોડા સમય બાદ તેમણે તેને લગભગ 300 મિલિયન ડોલરમાં વેચી દીધી હતી.

જવાનિયાને શરમાવે તેવી છે લવલાઈફ 
ઈલોન મસ્કની સંપત્તિને લઈને જેટલી ચર્ચા છે, તેટલી જ તેમની પર્સનલ લાઈફ પણ હેડલાઇન્સમાં છે. ઈલોન મસ્કના ત્રણ લગ્ન થયા છે, જેમાંથી તેમણે એક જ યુવતી સાથે બે વાર લગ્ન કર્યા હતા. મસ્કને 7 બાળકો છે, જેમાં છ છોકરાઓ અને એક છોકરીનો સમાવેશ થાય છે. ઈલોન મસ્કને તેમની પહેલી પત્ની કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સન સાથે પાંચ પુત્રો છે અને તેમાંથી બે જોડિયા બાળકો છે. વિલ્સન અને મસ્કે 2000 લગ્ન કર્યાં હતા આ પછી મસ્કે વર્ષ 2008માં વિલ્સનને છૂટાછેડા આપી દીધા હતા. વિલ્સનને છૂટાછેડા આપ્યા બાદ મસ્કે 2010માં અમેરિકન અભિનેત્રી તાલુલાહ રિલે સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બે વર્ષ બાદ બંનેએ છૂટાછેડા લઇ લીધા હતા. ત્યાર બાદ 2013માં એલન મસ્કે તાલુલાહ રિલે સાથે ફરી લગ્ન કર્યા હતા, જે 2016 સુધી ચાલ્યું હતું. આ પછી તે લાંબા સમય સુધી સિંગર ગ્રીમ્સ સાથે લિવ-ઈનમાં રહ્યો હતો અને બંનેને એક દીકરો અને દીકરી પણ છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ