બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / વિશ્વ / Elon Musk birthday in toilet he stay for only three second know the reason

બર્થડે સ્પેશ્યલ / ટોઇલેટમાં પણ માત્ર 3 મિનિટ રોકાય છે Elon Musk, લાઈફસ્ટાઈલ જાણીને થઈ જશો હેરાન

Arohi

Last Updated: 05:06 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Elon Musk Birthday: આજ દુનિયામાં સૌથી અમીર વ્યક્તિ એલન મસ્કનો જન્મ દિવસ છે. તેમનો જન્મ જૂન 1971એ થયો હતો. તે એક એન્જિનિયર છે અને આજે ઘણી કંપનીઓના માલિક છે. ટેસ્લા દુનિયાની સૌથી વેલ્યુએબલ ઓટો કંપની છે.

  • દુનિયાના સૌથી અમીક વ્યક્તિ છે મસ્ક 
  • જૂન 1971માં થયો હતો તેમનો જન્મ 
  • એલન મસ્ક એક પણ દિવસ નથી લેતા રજા 

દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કનો આજે જન્મદિવસ છે. તેમનો જન્મ 28 જૂન 1971માં દક્ષિણ આફ્રીકામાં થયો હતો. બ્લૂમબર્ગ બિલિનેયર ઈન્ડેક્સ અનુસાર તેમની નેટવર્થ 225 અબજ ડોલર છે અને તે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. આ વર્ષે તેમની નેટવર્થમાં 88.4 અબજ ડોલરનો વધારો થયો છે. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by elonmusk (@elonmusk)

મસ્કની ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લા દુનિયાની સૌથી કિમતી ઓટો કંપની છે. તેના ઉપરાંત પણ તે ઘણી કંપનીઓ ચલાવે છે. ગયા વર્ષે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટરને ખરીદ્યું હતું. તેના બાદથી ટ્વીટરમાં ઉથલપાથલ મચી છે. 

રજાઓથી મસ્કને છે નફરત 
મસ્કમાં કામને લઈને ગજબ ઝનૂન છે અને તે પોતાના કર્મચારીઓ પાસેથી પણ આ રીતનું ઝુનૂન ઈચ્છે છે. એન્જિનિયર મસ્ક રજાથી નફરત કરે છે. તેનું કારણ એ છે કે એક વખત તે રજાઓના કારણે મોતના નજીક પહોંચી ગયા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by elonmusk (@elonmusk)

2000માં મસ્કે લીધી હતી રજા પણ...
'Elon Musk: How the Billionaire CEO of SpaceX and Tesla is Shaping Our Future' પુસ્તકના અનુસાર ડિસેમ્બર 2000માં મસ્કે ઘણા વર્ષો બાદ પહેલી રજા લીધી હતી. તે પરિવારની સાથે બે એઠવાડીની રજા પર ગયા હતા. પહેલા તે બ્રાઝીલ અને પછી સાઉથ આફ્રીકા ગયા હતા. 

આફ્રીકામાં મસ્કને મલેરિયા થઈ ગયો હતો. તે એ પ્રકારનો મલેરિયા હતો જેનાથી દુનિયાભરમાં મોટાભાગના લોકોના મોત થાય છે. જાન્યુઆરીમાં મસ્ક કેલિફોર્નિયા પરત આવ્યા. જોકે હાલ ગંભીર થતી જઈ રહી હતી અને તે બેડ પરથી ઉભા ન હતા થઈ શકતા. તેમના પત્ની તેમને ડોક્ટરની પાસે લઈ ગયા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by elonmusk (@elonmusk)

રજાઓ તમને મારી નાખશે 
ડોક્ટરના ઓર્ડર પર મસ્કને એમ્બ્યુલન્સથી રેડવુડ સિટીના સિકોયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. પરંતુ ડોક્ટર તેમની બિમારી પકડી ન શક્યા અને તે મોતની નજીક પહોંચી ગયા હતા. ત્યારે કોઈ અન્ય હોસ્પિટલના ડોક્ટર ત્યાં આવ્યા. તેમણે મેલેરિયાના કેસ જોયેલા હતા. તે તરત સમજી ગયા કે મસ્કને મેલેરિયા છે. 

બાદમાં ડોક્ટરે મસ્કને કહ્યું કે જો એક દિવસનું પણ મોડુ થઈ ગયું હોત તો તેમને બચાવવા મુશ્કેલ થઈ જાત. મસ્ક દસ દિવસ સુધી આઈસીયુમાં રહ્યા. મસ્કને આ બીમારીથી સંપૂર્ણ રીતે ઉભરવામાં છ મહિના લાગ્યા. તેમનું વજન 45 પાઉન્ડ સુધી ઘટી ગયું. મસ્ક કહે છે, "હું મોતના નજીક પહોંચી ગયો હતો. રજાને લઈને આ મારી શીખ છે... રજાઓ તમને મારી દેશે."

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by elonmusk (@elonmusk)

23 કલાક કામ કરે છે મસ્ક 
દક્ષિણ આફ્રીકામાં જન્મેલા મસ્કને કામ કરવાનું ઝનૂન છે. ઘણી વખત તે રોકાયા વગર ઘણા દિવસો સુધી કામ કરે છે. મસ્ક સાથે કમ કરી ચુકેલી Julie Ankenbrandt કહે છે, "અમે દિવસમાં 20 કલાક કામ કરતા હતા અને મસ્ક 23 કલાક કામ કરતા હતા. મસ્કની કંપની સ્પેસ કંપની સ્પેસએક્સ અને ઈલેક્ટ્રિક કાર બનાવતી કંપની ટેસ્લાના કર્મચારીઓને પણ મસ્કના આ ઝૂનૂનથી ચોંકી ગયા હતા. તેમને કામમાં ઝરા પણ બેદરકારી પસંદ નથી. ઈ-મેલમાં ભાષાની મામૂલી ભુલ પર પણ મસ્ક કર્મચારીઓને બહાર કરવા માટે બદનામ છે."

હંમેશા ઉતાવળમાં રહે છે મસ્ક 
મસ્કની સાથે શરૂઆતના દિવસોમાં કામ કરી ચુકેલા એન્જિનિયર કેવિન બ્રોગન કહે છે. 'મસ્ક હંમેશા ઉતાવળમાં રહે છે. તે ટોયલેટમાં પણ ઉતાવળમાં જાય છે. ત્રણ મિનિટમાં તેમનું કામ થઈ જાય છે.' કદાચ આજ તેમની સફળતાનો રાઝ છે. મસ્કે આટલા ઓછા સમયમાં જે ઉપલબ્ધિ હાસિલ કરી છે તે અવિશ્વસનીય છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by elonmusk (@elonmusk)

ટેસ્લા આજે દુનિયાની સૌથી મૂલ્યવાન ઓટો કંપની છે. જ્યારે સ્પેસએક્સ અંતરિક્ષમાં સફળતાપૂર્વક રોકેટ છોડનાર દુનિયાની સૌથી પહેલી ખાનગી કંપની છે. મસ્કનું મિશન મંગળ પર વ્યક્તિની વસ્તી વસાવવાનું છે અને આ મિશનને પુરૂ કરવા માટે તે મિશન મોડ પર કામ કરી રહ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ