બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / elon musk appoints linda yaccarino as new twitter ceo

New Twitter CEO / Elon Musk એ સત્તાવાર રીતે ટ્વિટરના નવા CEOનું કર્યું એલાન, કહ્યું સ્વાગત કરવા માટે છું ઉત્સાહિત, જાણો કોણ છે લિન્ડા યાકરિનો

Manisha Jogi

Last Updated: 08:23 AM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એલન મસ્કે શુક્રવારે ટ્વિટરના નવા મુખ્ય કાર્યકારી અધિકારીની જાહેરાત કરી છે. જુઓ કોણ છે, લિન્ડા યાકરિનો.

  • એલન મસ્કે શુક્રવારે જાહેરાત કરી
  • લિન્ડા યાકરિનો ટ્વિટરના CEO હશે
  • જુઓ કોણ છે, લિન્ડા યાકરિનો

ટ્વિટરના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) લિન્ડા યાકરિનો હશે. એલન મસ્કે શુક્રવારે આ બાબતની જાહેરાત કરી છે. લિન્ડા NBC યુનિવર્સલમાં વિજ્ઞાપન વિભાગની પ્રમુખ છે. છેલ્લા 6 સપ્તાહમાં ટ્વિટર કંપની જોઈન કરશે. 

એલન મસ્કે ટ્વિટ કર્યું છે કે, નવા CEO તરીકે ‘લિન્ડા યાકરિનોનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છું. તેમણે જણાવ્યું છે કે, યાકરિનો મુખ્યરૂપે વ્યાવસાયિક સંચાલન પર ધ્યાન આપશે. હું ડિઝાઈન અને નવી ટેકનિક પર ધ્યાન આપીશ.’ ટેસ્લા પ્રમુખે એક ટ્વિટમાં જણાવ્યું છે કે, તેઓ ટ્વિટરના કાર્યકારી ચેયરમેન અને મુખ્ય પ્રોદ્યોગિકી અધિકારી તરીકે કામ કરશે. એલન મસ્ક લગભગ છેલ્લા 6 મહિનાથી જણાવી રહ્યા હતા કે, તેઓ ટ્વિટરના નવા CEOની તલાશ કરી રહ્યા છે. 

વિજ્ઞાપન ઉદ્યોગની સારી જાણકારી છે
લિન્ડા યાકરિનો વિજ્ઞાપન રેવન્યૂમાં વૃદ્ધિ કરવામાં એક્સપર્ટ છે. વર્ષ 2011થી NBC યુનિવર્સલ મીડિયા સાથે જોડાયેલ છે. હાલમાં વૈશ્વિક સ્તરે કંપનીના વિજ્ઞાપન વિભાગની અધ્યક્ષ છે. અગાઉ કંપનીના કેબલ મનોરંજન અને ડિજિટલ વિજ્ઞાપન વેચાણ વિભાગનું નેતૃત્તવ કર્યું છે. લિન્ડા યાકરિનો પાસે વિજ્ઞાપન અને ડિજિટલ માર્કેટીંગમાં 19 વર્ષનો અનુભવ છે. 

વિજ્ઞાપન રેવન્યૂમાં વૃદ્ધિ કરવી તે સૌથી મોટો પડકાર
એલન મસ્કે ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદ્યા પછી દાવો કર્યો હતો કે, તેની કિંમત 22 અરબ ડોલર કરતા પણ ઓછી થઈ ગઈ છે. આ કારણોસર વેરિફાઈડ એકાઉન્ટ સબ્સ્ક્રિપ્શન સર્વિસ પણ શરૂ કરવામાં આવી છે, પરંતુ રેવન્યૂમાં વૃદ્ધિ થઈ નથી. વિજ્ઞાપન રેવન્યૂમાં વૃદ્ધિ કરવી તે કંપનીનો ટાર્ગેટ છે, જેથી કંપનીના નફામાં વધારો તઈ શકે છે. લિન્ડાના એજ્યુકેશનની વાત કરવામાં આવે તો તે પેન સ્ટેટ યુનિવર્સિટીની સ્ટુડન્ટ રહી ચૂકી છે અને કમ્યુનિકેશનમં સ્ટડી કર્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ