બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / electric charging stations will be set up at 37 locations in vadodara news

મંજૂરી / ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા સરકારની પહેલ, ગુજરાતના આ શહેરમાં 37 સ્થળોએ સ્થપાશે ઇ-ચાર્જિંગ સ્ટેશન

Dhruv

Last Updated: 08:13 AM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં 37 સ્થળોએ ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનનો સ્થાપવા માટેની મંજૂરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં રજૂ કરાઇ હતી. જે મંજૂર કરી દેવાઇ છે.

  • વડોદરામાં બનશે ઈ-વાહન માટે ચાર્જિંગ સ્ટેશન
  • કેન્દ્ર સરકારે ચાર્જિંગ સ્ટેશન માટે આપી મંજૂરી
  • ત્રણ મહીનામાં ચાર્જિંગ સ્ટેશનો તૈયાર થઈ જશે

ઈલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશનો સ્થાપવા માટેની મંજૂરી માંગતી દરખાસ્ત મંજૂર કરી દેવાતા વડોદરામાં 37 સ્થળોએ ઈ-વાહન માટે ચાર્જિંગ સ્ટેશન સ્થપાશે. કેન્દ્ર સરકારે વડોદરામાં ચાર્જિંગ સ્ટેશન માટે મંજૂરી આપી દીધી છે. જેમાં 10 સ્લો ચાર્જિંગ અને 27 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશનો બનશે. 20-20 કિ.મીના અંતરે આ ચાર્જિંગ સ્ટેશનો બનશે. ઈ-વાહનોને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ આયોજન કરાયું છે. તમને જણાવી દઇએ કે, ત્રણ મહીનામાં આ તમામ ચાર્જિંગ સ્ટેશનો તૈયાર થઈ જશે.

ઊર્જા મંત્રાલયે ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારવા પર ભાર મૂક્યો

પુનઃ પ્રાપ્ય ( વિદ્યુત) ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ વધારવા ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધે એ માટે કેન્દ્ર સરકાર પણ આની પર ભાર મૂકી રહી છે. ઉદ્યોગ મંત્રાલય દ્વારા ઊર્જા મંત્રાલયે ઇલેક્ટ્રીક વાહનોનું ઉત્પાદન વધારવા તેમજ ઝડપથી તેને અપનાવવા માટેની બીજા તબક્કાની આપેલી ગાઈડલાઈન મુજબ અમદાવાદ, સુરત ,વડોદરા અને ગાંધીનગરમાં વિવિધ સ્થળોએ પબ્લિક ચાર્જિંગ સ્ટેશનનો ઊભા કરવાનું નક્કી કરાયું છે.

10 સ્લો સ્ટેશનો અને 27 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન હશે

જે અંતર્ગત વડોદરામાં 37 સ્થળોએ રાજસ્થાનની એક કંપની દ્વારા આ કામગીરી હાથ ધરાશે. જેમાં 10 સ્લો સ્ટેશનો અને 27 ફાસ્ટ ચાર્જિંગ સ્ટેશન હશે. કોર્પોરેશન પાસે બ્રિજની નીચેની જગ્યા, અતિથિગૃહો, નગર ગૃહો, ટાઉનહોલ તેમજ ગાર્ડન બહાર પાર્કિંગની જગ્યાએ ફિક્સ જગ્યા નક્કી કરીને આ ચાર્જિંગ સ્ટેશનો ઊભા કરાશે. 10 વર્ષ સુધી રાજસ્થાનની કંપની આ ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સંભાળશે. જે એક ચાર્જિંગ સ્ટેશનમાં એક વીજ વપરાશના યુનિટ મુજબ 1 રૂપિયો કોર્પોરેશનને આપશે અને ચાર્જિંગ સ્ટેશનના વીજ વપરાશનું બિલ રાજસ્થાનની આ કંપની ભરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ