બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ગુજરાત / Education minister rishikesh patel press conference about teachers transfer and pravasi sikshan yojna

ફેરબદલી કેમ્પ / શિક્ષકોની ઘટને લઈ ગુજ. સરકારનો મોટો નિર્ણય, 'પ્રવાસી શિક્ષક યોજના' ચાલુ રહેશે, અત્યાર સુધી આટલા શિક્ષકોની થઈ જિલ્લાફેર બદલી

Vaidehi

Last Updated: 06:23 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું કે આગામી તા.૨૬ થી તા.૨૮ જુલાઈ ૨૦૨૩ સુધી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતમાં ૧૨,૦૦૦ થી વધુ શિક્ષકોને બદલીનો લાભ મળશે.'

  • શિક્ષણમંત્રી  ઋષિકેશ પટેલે કરી જાહેરાત
  • કહ્યું, ૧૨,૦૦૦થી વધુ શિક્ષકોને બદલીનો લાભ મેળશે
  • 'પ્રવાસી શિક્ષક યોજના' અંગે પણ કરી જાહેરાત

પ્રેસ કોન્ફેરેન્સ દરમિયાન આજે શિક્ષણમંત્રી  ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ગુજરાતમાં 'જ્ઞાન સહાયક યોજના'નો જ્યાં સુધી અમલ ન થાય ત્યાં સુધી લાખો વિદ્યાર્થીઓના હિતમાં 'પ્રવાસી શિક્ષક યોજના' ચાલુ રાખવાનો સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

'પ્રવાસી શિક્ષક યોજના' ચાલુ રાખવાનો નિર્ણય
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે,સરકારી અને અનુદાનિત પ્રાથમિક,માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ નિયમિત શિક્ષકથી ભરાય નહીં ત્યાં સુધી વિદ્યાર્થીનું શિક્ષણ કાર્ય અટકે નહીં તે માટે તાસ દીઠ માનદવેતનથી શિક્ષણ કાર્ય કરવા 'પ્રવાસી શિક્ષક યોજના'ને વધુમાં વધુ છ માસ અથવા જ્ઞાન સહાયક યોજના અંતર્ગત જ્ઞાન સહાયકોની નિમણૂકની પ્રક્રિયા પૂર્ણ થાય તે બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

'શિક્ષકોને બદલીનો લાભ અપાયો'
ઋષિકેશ પટેલે જણાવ્યું કે સરકારી પ્રાથમિક શાળાના કુલ ૧૭,૧૭૪ શિક્ષકોને જિલ્લા ઓનલાઈન બદલી કેમ્પ દ્વારા સ્થળ પસંદગી કરી બદલીનો લાભ અપાયો.  શિક્ષકોની બદલીઓની  વિગતો આપતાં કહ્યું કે,રાજય સરકાર દ્વારા સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ઓનલાઇન આંતરિક બદલી કેમ્પ (તાલુકા-ફેર)નું આયોજન બે તબકકામાં કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૭,૧૭૪ શિક્ષકોએ પસંદગી મુજબના સ્થળ પર સંપૂર્ણ પારદર્શક પદ્ધતિથી બદલીનો લાભ લીધો છે. 

૧૨,૦૦૦ થી વધુ શિક્ષકોને બદલીનો લાભ મેળશે
આ ઉપરાંત ઋષિકેશ પટેલે જણાવ્યું કે,'સરકારી પ્રાથમિક શાળામાં ફરજ બજાવતાં શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનું આયોજન આગામી તા.૨૬ થી તા.૨૮ જુલાઈ ૨૦૨૩   સુધી ત્રણ દિવસ દરમિયાન કરવામાં આવ્યું છે. જેમાં અંદાજિત ૧૨,૦૦૦ કે તેથી વધુ શિક્ષકોને પોતાના વતનના જિલ્લામાં જિલ્લાફેર બદલીનો લાભ મેળવશે '

૧૭,૧૭૪ શિક્ષકોએ બદલીનો લાભ લીધો
અત્રે ઉલ્લેખનીય છે કે,જિલ્લા ઓનલાઈન આંતરિક બદલી કેમ્પમાં બે તબક્કામાં કેટેગરીવાર જે શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે તેમાં,
ગંગા સ્વરૂપા/વિધુર કેટેગરીમાં ૩૪૪,
દિવ્યાંગ કેટેગરી ૧૭૪,
પ્રાથમિક શિક્ષક દંપતી ૧૩૮૦, 
સરકારી દંપતી ૩૨૦,
અનુદાનિત દંપતિ ૧૩૯,
વાલ્મિકી અગ્રતા ૮૩, 
સિનિયોરીટી કેટેગરીમાં સૌથી વધુ ૧૪,૨૫૮
તેમજ મૂળ શાળા પરતનો લાભ ૪૭૬ એમ કુલ ૧૭,૧૭૪ શિક્ષકોએ બદલીનો લાભ લીધો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ