બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / ED summons Delhi CM Arvind Kejriwal once again for questioning in connection with Delhi Excise Policy matter

દારુ કૌભાંડ / ED છોડવાના મૂડમાં નહીં, કેજરીવાલને ફરી સમન મોકલ્યું, 21મીએ પૂછપરછ માટે બોલાવ્યાં

Vaidehi

Last Updated: 06:39 PM, 18 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EDએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 2 ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી. પણ એ સમયે કેજરીવાલે નોટિસને ગેરકાયદેસર જણાવીને નોટિસ પાછી ખેંચવાની માંગ કરી હતી. તેઓ ઈડી સમક્ષ હાજર થયાં નહોતાં.

  • કેજરીવાલને ફરી EDએ મોકલી નોટિસ
  • બીજી વખત સમન મોકલી હાજર રહેવા આદેશ
  • દારુનીતિ કૌભાંડનાં મામલામાં પૂછપરછ કરશે ED

દિલ્હી દારુ કૌભાંડ મામલામાં EDએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર નોટિસ મોકલી છે. ઈડીએ તેમને નોટિસ મોકલીને 21 ડિસેમ્બરનાં હાજર થવાનાં આદેશ આપ્યાં છે. દારુનીતિ કૌભાંડનાં મામલામાં કેજરીવાલને ઈડીએ આ બીજી વખત સમન મોકલ્યું છે. EDએ આ પહેલા પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 2 ડિસેમ્બરનાં નોટિસ મોકલી હતી. પણ એ સમયે કેજરીવાલે નોટિસને ગેરકાયદેસર જણાવીને નોટિસ પાછી ખેંચવાની માંગ કરી હતી. તેઓ ઈડી સમક્ષ હાજર થયાં નહોતાં.

ઈડીએ કેજરીવાલને આ સમન એ સમયે મોકલ્યું જ્યારે તેઓ 10 દિવસ માટે વિપશ્યના માટે જઈ રહ્યાં છે. તેઓ 19 ડિસેમ્બરનાં વિપશ્યના માટે રવાના થશે. કહેવામાં આવી રહ્યું છે કે કેજરીવાલ દરવર્ષે વિપશ્યનાનો 10 દિવસનો કોર્ષ કરવા માટે જતાં હોય છે. આ વર્ષે પણ તેઓ 19થી 30 ડિસેમ્બર સુધી વિપશ્યનામાં રહેવાનાં હતાં. જો કે હવે EDની નોટિસ આવ્યાં બાદ શક્ય છે કે તેઓ વિપશ્યના જવાનું ટાળશે.

ED કેજરીવાલની પૂછપરછ કરશે
દિલ્હી દારૂ કૌભાંડમાં ED કેજરીવાલની પૂછપરછ કરવા જઈ રહી છે. જેમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ થઈ ચૂકી છે. 

શું છે આ દારુનીતિ કૌભાંડ?
22 માર્ચ 2021નાં મનીષ સિસોદિયાએ નવી દારુનીતિનું એલાન કર્યું હતું. 17 નવેમ્બર 2021નાં નવી લીકર પોલિસી એટલે કે એક્સાઈઝ પોલિસી લાગૂ કરવામાં આવી. નવી દારુનીતિ લાગૂ થતાં સરકાર દારુનાં વેપારમાં આવી ગઈ અને તમામ દારુની દુકાનો પ્રાઈવેટ હાથોમાંથી સરકી ગઈ. નવી નીતિ લાવવા પાછળ દિલ્હી સરકારનો તર્ક હતો કે આવું કરવાથી માફિયા રાજ નાશ પામશે અને સરકારની રેવેન્યૂમાં વધારો થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ