બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / ED registered a case against former zonal director of NCB Sameer Wankhede

કાર્યવાહી / શાહરુખ ખાનનું ટેન્શન વધારનાર અધિકારી મુશ્કેલીમાં! પૈસાની હેરાફેરી કરી? ED એક્શનમાં

Priyakant

Last Updated: 10:53 AM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Sameer Wankhede Latest News: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમીર બાંખેડે અને અન્યો વિરુદ્ધ CBI દ્વારા નોંધાયેલ સમાન FIRના આધારે PMLA એક્ટ હેઠળ કેસ નોંધ્યો

  • શાહરૂખ ખાન માટે મુશ્કેલી સર્જનાર મુંબઈ NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પોતે મુશ્કેલીમાં
  • EDએ NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે  વિરુદ્ધ કેસ નોંધ્યો 
  • એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે PMLA એક્ટ હેઠળ આ કેસ નોંધ્યો

Sameer Wankhede : બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાન માટે એક સમયે મુશ્કેલી સર્જનાર મુંબઈ NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે હવે પોતે પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. વાત જાણે એમ છે કે, EDએ IRS ઓફિસર સમીર વાનખેડે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે PMLA એક્ટ હેઠળ આ કેસ નોંધ્યો છે. EDએ કેટલાક લોકોને સમન્સ પણ જાહેર કર્યા છે. EDએ આગામી સપ્તાહે ત્રણ NCB અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે.

CBIએ સમીર વાનખેડે સામે પહેલા જ કેસ નોંધ્યો છે. આ તરફ હવે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સમીર બાંખેડે અને અન્યો વિરુદ્ધ CBI દ્વારા નોંધાયેલ સમાન FIRના આધારે PMLA એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. EDએ આ મામલે કેટલાક લોકોની પૂછપરછ પણ કરી છે. એટલું જ નહીં EDએ NCB અને અન્ય સાથે જોડાયેલા કેટલાક લોકોને આવતા અઠવાડિયે પૂછપરછમાં સામેલ થવા માટે તેની મુંબઈ ઓફિસમાં બોલાવ્યા છે.

વાસ્તવમાં CBIએ ગયા વર્ષે સમીર વાનખેડે અને અન્ય ચાર વિરુદ્ધ શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ડ્રગ્સના કેસમાં ફસાવવા બદલ 25 કરોડ રૂપિયાની લાંચ માંગવાના આરોપમાં FIR દાખલ કરી હતી. શાહરૂખ ખાન અને પરિવાર આ કેસમાં ખરાબ રીતે ફસાયા હતા.

વધુ વાંચો: સાંજે 6 વાગ્યા પછી કોઈ ભોજન નહીં, સાડા ત્રણ કલાકની જ ઊંઘ...: PM મોદીની વાત સાંભળી સાંસદો ચોંક્યા

ઉલ્લેખનીય છે કે, જ્યારે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સંડોવાયેલો હતો ત્યારે સમીર વાનખેડે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુંબઈ ઝોનલ હેડ હતા. સમીર વાનખેડેના નેતૃત્વમાં NCBએ વર્ષ 2021માં મુંબઈના દરિયાકાંઠે એક ક્રુઝ પર દરોડા પાડ્યા હતા અને આર્યન ખાનની ધરપકડ કરી હતી. આ ડ્રગ કેસમાં આર્યન ખાનને લગભગ ચાર અઠવાડિયા જેલમાં રહેવું પડ્યું હતું. જોકે આગલા વર્ષે મે 2022માં આર્યન ખાનને પૂરતા પુરાવાના અભાવે તમામ આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ