બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / ED raids the houses of AAP senior leaders, action in money laundering case

મોટી કાર્યવાહી / ઝારખંડ બાદ હવે દિલ્હીમાં EDનો સપાટો: કેજરીવાલના PS સહિત અન્ય નેતાઓના ઘરે દરોડા

Megha

Last Updated: 10:53 AM, 6 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે EDએ AAPના વરિષ્ઠ નેતાઓના ઘરો પર દરોડા પાડ્યા હતા. રિપોર્ટ અનુસાર દિલ્હી જલ બોર્ડમાં ભ્રષ્ટાચારના મામલામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે.

  • આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ઘરમાં EDના દરોડા પડ્યા. 
  • મની લોન્ડરિંગના મામલામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. 
  • આતિશી સિંહે કહ્યું આ બધું અમને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે.

દિલ્લીમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓના ઘરમાં EDની રેડ પડી છે. દિલ્હીમાં 12 થી વધુ સ્થળો પર EDના દરોડા ચાલુ છે, જેમાં CM અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમાર અને શલભ કુમાર સહિત ઘણા નેતાઓના ઘરો પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ તમામ સ્થળો આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે જોડાયેલા હોવાનું કહેવાય છે. 

મળતી માહિતી મુજબ, મની લોન્ડરિંગના મામલામાં આ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ કાર્યવાહી દિલ્હી સરકારના મંત્રી આતિષીની પ્રેસ કોન્ફરન્સ પહેલા કરવામાં આવી છે, જેમણે મંગળવારે સવારે 10 વાગ્યે EDની કાર્યવાહી અંગે મીડિયાને મળવાની વાત કરી હતી. 

આ દરોડા દરમિયાન આજે આમ આદમી પાર્ટીની એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં દિલ્હી સરકારના મંત્રી આતિશી સિંહે કહ્યું કે આ બધું અમને ડરાવવા માટે કરવામાં આવી રહ્યું છે. 

ED દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત કથિત વ્યવહારોમાં મની લોન્ડરિંગની તપાસ કરી રહી છે. EDએ આ મામલામાં અત્યાર સુધી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહ સહિત ઘણા લોકોને કસ્ટડીમાં લીધા છે. આ સંબંધમાં તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે EDએ મંગળવારે દરોડા પાડ્યા છે. 

આ વિશે AAP મંત્રી આતિશીએ કહ્યું કે, ગવાહી સમયે સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ જરૂરી છે, પરંતુ અહીં તો સીસીટીવી ગાયબ છે. ED બળજબરીથી કેસ બનાવી રહ્યું છે એટલે જ EDની તપાસમાં કૌભાંડ સામે આવ્યું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ