બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / Politics / ED once again sent summons to Delhi Chief Minister Arvind Kejriwal

દિલ્હી / ક્યાં સુધી ચાલશે કેજરીવાલની સંતાકૂકડી ! EDએ મોકલ્યું 9મું સમન્સ, 21 માર્ચે હાજરનો આદેશ

Priyakant

Last Updated: 10:56 AM, 17 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Arvind Kejriwal Latest News: આમ આદમી પાર્ટીનો દાવો, કેન્દ્ર સરકારે EDને CM કેજરીવાલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે, જેથી તેઓ લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે

Arvind Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીમાં ફરી એકવાર વધારો થયો છે. વાત જાણે એમ છે કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDએ ફરી એકવાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સમન્સ મોકલ્યું છે. આ 9મી વખત છે જ્યારે કેન્દ્રીય એજન્સીએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમન્સમાં તેમને 21 માર્ચે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. અગાઉના સમન્સ પર હાજર ન થવાના કેસમાં શનિવારે જ તેમને દિલ્હીની કોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

કેન્દ્રીય એજન્સીએ 2 નવેમ્બર 2023ના રોજ મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને પહેલું સમન્સ મોકલ્યું હતું પરંતુ તેઓ હાજર થયા ન હતા. આ પછી એજન્સીએ તેમને 21 નવેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી, 2 ફેબ્રુઆરી, 19 ફેબ્રુઆરી, 26 ફેબ્રુઆરી અને 4 માર્ચે સમન્સ મોકલ્યા હતા. CM કેજરીવાલ કોઈ સમન્સ પર હાજર ન થયા અને કેન્દ્ર સરકાર પર એજન્સીના દુરુપયોગનો આરોપ લગાવ્યો. આમ આદમી પાર્ટી અને દિલ્હીના મુખ્યમંત્રીનો દાવો છે કે, કેન્દ્રીય એજન્સી ED તેમની ધરપકડ કરવા માંગે છે.

ગઈકાલે દિલ્હી કોર્ટમાંથી મળ્યા હતા જામીન
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસની તપાસમાં સામેલ થવા માટે મોકલવામાં આવેલા સમન્સના ભંગ પર ED કોર્ટમાં પહોંચી હતી. તેની સામે બે ફરિયાદો કરવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ શનિવારે કોર્ટમાં હાજર થયા હતા. અગાઉની સુનાવણીમાં મુખ્યમંત્રી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેન્ચ સમક્ષ હાજર થયા હતા. જોકે રાઉઝ એવન્યુ કોર્ટે કહ્યું કે, તેમની સામેના કેસ જામીનપાત્ર છે અને કુલ રૂ. 50,000ના બે બોન્ડ પર તેમને જામીન આપ્યા છે.

ચૂંટણીમાં 45 કરોડની કલેક્શનનો ઉપયોગ
દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં છ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કેન્દ્રીય એજન્સીએ તેની છઠ્ઠી ચાર્જશીટમાં AAP રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ સંજય સિંહ અને તેમના સહયોગી સર્વેશ મિશ્રાનું નામ આપ્યું હતું. એજન્સીએ દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીએ ગોવા વિધાનસભાની ચૂંટણીમાં આ નીતિ હેઠળ એકત્રિત થયેલા 45 કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો.

વધુ વાંચો: દરિયાઈ ડાકૂઓ પર કાળ બનીને તૂટી પડી ઈન્ડીયન નેવી, છોડાવ્યું મોટું જહાજ, મધદરિયે દિલધડક ઓપરેશન 

કેન્દ્રએ કેજરીવાલની ધરપકડનો આદેશ આપ્યો ? 
કેન્દ્રીય એજન્સી EDએ તાજેતરમાં દિલ્હી લિકર પોલિસી કૌભાંડ કેસમાં BRS નેતા કે કવિતાની ધરપકડ કરી છે. આ સિવાય સંજય સિંહ અને આમ આદમી પાર્ટીના મનીષ સિસોદિયા આ કેસના આરોપમાં જેલમાં છે. આમ આદમી પાર્ટીનો દાવો છે કે, કેન્દ્ર સરકારે EDને સીએમ કેજરીવાલની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે, જેથી તેઓ લોકસભા ચૂંટણીમાં પ્રચાર ન કરી શકે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ