બ્રેકિંગ ન્યુઝ
Mahadev Dave
Last Updated: 12:41 AM, 15 April 2023
ADVERTISEMENT
હમણાંથી લોકોએ ડબલ સિઝનનો બેવડો માર બહુ સહન કર્યો છે. આવા બેવડી ઋતુવાળા સમયમાં શરદીના કોઠાવાળી વ્યક્તિની હાલત ખૂબ જ ખરાબ થતી હોય છે. વળી, કોરોના સંક્રમણ પણ ફરીથી ફેલાઈ રહ્યું હોવાથી શરદી-ખાંસીથી પણ લોકો ડરે તે સ્વાભાવિક છે. શરદી, ખાંસી, વાઈરલ તાવ, ઇન્ફેક્શન કે ઠંડી લાગવા જેવી કોઈ પણ સમસ્યાના કારણે હંમેશાં ગળામાં કફ જામી જવાની ફરિયાદ હોય છે. કફનાં લક્ષણમાં સતત નાક વહેવું, છાતી અને ગળામાં કંઈક જામેલું અનુભવવું, શ્વાસ લેવામાં તકલીફ થવી, ગળામાં ખરાશ રહેવી, છાતી જામી જવી વગેરેનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
જો થોડા દિવસ સુધી કફની સમસ્યા રહે તો તે વધુ ગંભીર નથી હોતી પણ જ્યારે આ સમસ્યા લાંબા સમય સુધી રહે તો શ્વાસ સંબંધિત રોગો થવાની સંભાવના વધી જાય છે. કફ જામવાનાં સામાન્ય કારણોમાં ધૂમ્રપાન, વાઈરલ ઇન્ફેક્શન, સાઈનસ, શરદી-ઉધરસ અને ફ્લૂ. કફના કારણે ગળામાં ખરાશ રહે છે. કફના કારણે સતત છીંક આવે છે તેમજ શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કેટલાક દેશી ઉપાય અજમાવવાથી કફ મટાડી શકાય છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.