બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / Earnings up to 7.5 lakhs can be tax-free, Modi government can give big relief to tax payers in budget.

Budget 2024 / ચૂંટણી પહેલા ટેક્સપેયર્સને રાહત આપશે મોદી સરકાર? બજેટમાં થઈ શકે છે મોટું એલાન

Pravin Joshi

Last Updated: 09:20 AM, 10 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બજેટ 2024: 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં નવી કર પ્રણાલી હેઠળ વર્તમાન કર મુક્તિ 7 લાખ રૂપિયાથી વધારીને 7.5 લાખ રૂપિયા કરી શકાય છે. આ ફેરફાર માટે ફાઇનાન્સ બિલ રજૂ કરી શકાય છે.

  • લોકસભા ચૂંટણી પહેલા સરકાર કરદાતાઓને આપી શકે છે મોટી રાહત 
  • કર મુક્તિ 7 લાખ રૂપિયાથી વધારીને 7.5 લાખ રૂપિયા કરી શકાય છે
  • નવી ટેક્સ સિસ્ટમમાં રૂ. 8 લાખ રૂપિયા સુધી  ટેક્સ ચૂકવવો નહીં પડે

લોકસભા ચૂંટણી પહેલા સરકાર કરદાતાઓને મોટી રાહત આપી શકે છે. 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા વચગાળાના બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ વર્તમાન કર મુક્તિ 7 લાખ રૂપિયાથી વધારીને 7.5 લાખ રૂપિયા કરી શકાય છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફેરફાર માટે ફાઇનાન્સ બિલ રજૂ કરવામાં આવી શકે છે. કેસ સાથે જોડાયેલા બે અધિકારીઓએ આ જાણકારી આપી. નિષ્ણાતોનું કહેવું છે કે જો સરકાર આ નિર્ણય લેશે તો નવી ટેક્સ સિસ્ટમમાં કરદાતાઓએ 8 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. આ છૂટમાં 50 હજાર રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડક્શન પણ સામેલ છે. સરકારે 2023ના બજેટમાં નવી કર વ્યવસ્થા હેઠળ છૂટને 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરી હતી.3

Topic | VTV Gujarati

માનક કપાતનો સમાવેશ કરવામાં આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે સરકારે બજેટ 2023માં નવી ટેક્સ સિસ્ટમમાં ઘણા ફેરફારો કરીને રાહત આપી હતી. આ મુજબ, નવી ટેક્સ સિસ્ટમમાં અગાઉ કોઈ રોકાણ અથવા કપાતનો દાવો કરી શકાતો ન હતો, પરંતુ બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ અંતર્ગત કરદાતાઓને 50,000 રૂપિયા સુધીની ટેક્સ કપાત આપવામાં આવે છે. પેન્શનરોને આ સિસ્ટમ હેઠળ 15,000 રૂપિયા સુધીની છૂટ આપવામાં આવી રહી છે.

ટેક્સ પર સૌથી મોટી સમસ્યામાં હવે NO ટેન્શન! મોદી સરકારે બજેટમાં કર્યું  મોટું એલાન | 2022 budget now tax payers can update itr till two years with  penalty

કર મર્યાદામાં વધારો કરવામાં આવ્યો હતો

આ સિવાય નવી સિસ્ટમના ટેક્સ સ્લેબમાં પણ ફેરફાર કરવામાં આવ્યો હતો. આ અંતર્ગત મૂળભૂત મુક્તિ મર્યાદા અગાઉના 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે.

ટેક્સને લઇને સરકાર લઇ શકે છે મોટો નિર્ણય, બજેટ 2023-24માં 5 લાખ સુધીની મળી  શકે છૂટ, જાણો શું છે માંગ I Budget 2023 24 assocham wants it limit  exemption raised to 5

રેકોર્ડ આઇટીઆર ફાઇલ

વર્ષ 2023-24 માટે 31 ડિસેમ્બર સુધી રેકોર્ડ 8.18 કરોડ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા હતા. જે 2022-23ના સમાન સમયગાળામાં ફાઈલ કરાયેલા 7.51 કરોડ ITR કરતાં 9 ટકા વધુ છે.

સાત લાખથી એકપણ રૂપિયો વધુ કમાયા તો..., ચૂકવવો પડશે આટલો બધો TAX!/ new tax  regime if you earn seven lakh one rupee in a year you will pay 25000

વધુ વાંચો : સ્મૃતિ ઈરાનીએ સાડી પહેરીને કરી મદીનાની યાત્રા: અનેક દેશોના કટ્ટરપંથી ભડક્યા, જાણો શું છે વિવાદ

ટેક્સની આવકમાં 14.7 ટકાનો વધારો થયો છે

સરકાર ટેક્સ કલેક્શન વધારવા પર ભાર આપી રહી છે. ગયા વર્ષે એપ્રિલથી નવેમ્બરના ગાળામાં ટેક્સની આવકમાં 14.7 ટકાનો વધારો થયો હતો, જે પ્રત્યક્ષ કર માટેના 10.5 ટકા અને પરોક્ષ કર માટેના 10.45 ટકાના બજેટ અંદાજ કરતાં વધુ છે. નિષ્ણાતો સૂચવે છે કે સરકારે વધુ ટેક્સ રાહત પર વિચાર કરવો જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ