બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Earning crores from one post Virat Kohli's clarification came on viral news, see

ચોખવટ / વિરાટ કોહલી સોશ્યલ મીડિયામાં કરોડો રૂપિયા છાપે છે? હાથ જોડીને આપી સ્પષ્ટતા, જુઓ શું કહ્યું

Megha

Last Updated: 03:32 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Virat Kohli Social Media Earnings: કિંગ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે આશરે 11.45 કરોડ રૂપિયા ચાર્જ કરે છે આ અહેવાલને વિરાટ કોહલીએ પોતે ખોટો ગણાવ્યો છે.

  • વિરાટ કોહલીની ઈન્સ્ટાગ્રામ કમાણી વિશેની માહિતી ખોટી છે 
  • વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ અહેવાલને ખોટો ગણાવ્યો
  • સોશિયલ મીડિયા પર ચાલી રહેલ સમાચાર સાચા નથી - કોહલી 

Virat Kohli on Social Media Earnings: ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની ઈન્સ્ટાગ્રામ કમાણી વિશેની માહિતી સંપૂર્ણપણે નકલી હોવાનું બહાર આવ્યું છે. વાત એમ છે કે  શુક્રવારે ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીને લઈને એક રિપોર્ટ સામે આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કિંગ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 11.45 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.

સોશિયલ મીડિયા પર ચાલી રહેલ સમાચાર સાચા નથી
સમાચાર વાયરલ થયાના એક દિવસ બાદ વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ અહેવાલને ખોટો ગણાવ્યો છે. કોહલીએ શનિવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે જીવનમાં મને જે પણ મળ્યું છે તેનો હું આભારી અને ઋણી છું, પરંતુ મારી કમાણી અંગે સોશિયલ મીડિયા પર ફરતા સમાચાર સાચા નથી.

વિરાટ કોહલીએ ટ્વીટ કરીને આ અહેવાલને ખોટો ગણાવ્યો
સોશિયલ મીડિયા પર એક માહિતી ઝડપથી વાયરલ થઈ હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરવા માટે 11.45 કરોડ રૂપિયા લે છે. કોહલીના ઈન્સ્ટાગ્રામ પર 256 મિલિયન ફોલોઅર્સ છે. વિરાટે હવે આવા અહેવાલોને ફગાવી દીધા છે. વિરાટ વિશેના આવા સમાચાર સોશિયલ મીડિયા માર્કેટિંગ સોલ્યુશન્સ પ્લેટફોર્મનો એક અહેવાલ વાયરલ થયો હતો. 

વિરાટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ માટે તગડી રકમ લે છે
અહેવાલમાં  વિરાટ કોહલી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દીઠ $1384000 (આશરે રૂ. 11.45 કરોડ) થી વધુ કમાણી કરે છે. વિરાટ કોહલીની ઇન્સ્ટાગ્રામ ટાઇમલાઇન પર એક નજર બતાવે છે કે તેની પોસ્ટ કેટલી ઝડપથી વાયરલ થાય છે. કોહલીએ તેની આવક જાહેર કરી નથી પણ એ વાત ચોક્કસ છે કે વિરાટ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ માટે તગડી રકમ લે છે, કારણ કે કોહલી ઈન્સ્ટાગ્રામ પર કોઈને કોઈ જાહેરાત કરતો રહે છે. રોનાલ્ડો અને મેસ્સી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટથી સૌથી વધુ કમાણી કરવાના મામલે નંબર-1 અને નંબર-2 પર છે. જ્યારે ત્રીજા નંબર પર સેલેના ગોમેઝ છે. આ યાદીમાં વિરાટ પછી બીજું ભારતીય નામ પ્રિયંકા ચોપરાનુંછે. પ્રિયંકા ચોપરાની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટની કિંમત લગભગ 4.4 કરોડ રૂપિયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ