બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Dwarka seat is considered the stronghold of BJP

દ્વારકામાં દંગલ / અપક્ષ, ભાજપ કે કોંગ્રસ: પાર્ટી ગમે તે હોય 32 વર્ષથી પબુભા માણેકનો અભેદ્ય ગઢ છે દ્વારકા, આ વખતે શું છે સમીકરણ

Malay

Last Updated: 10:27 AM, 15 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં દ્વારકા વિધાનસભા એક મહત્વપૂર્ણ બેઠક છે. દ્વારકા વિધાનસભા બેઠકને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે. આ બેઠક પર પબુભા વિરમભા માણેકનો દબદબો છે. તેઓને છેલ્લી 7 ટર્મથી કોઈ હરાવી શક્યું નથી.

 

  • ભાજપનો ગઢ માનવામાં આવે છે દ્વારકા બેઠક
  • બેઠક પર પબુભા વિરમભા માણેકનો દબદબો 
  • 7 ટર્મથી જીતતા પબુભા માણેકને ભાજપે પુનઃ મેદાનમાં ઉતાર્યા

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જીત સુનિશ્ચિત કરવાના આશય સાથે તમામ રાજકીય પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. રાજ્યમાં શાસક પક્ષ ભાજપ માટે આ ચૂંટણી ખૂબ મહત્વની માનવામાં આવે છે. વાસ્તવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આ ગૃહ રાજ્ય છે. સાથે જ કોંગ્રેસ માટે પોતાની સાખ બચાવવા માટે આ ચૂંટણી જીતવી જરૂરી માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં ઘણી વિધાનસભાની સીટ પર મુખ્ય રાજકીય પક્ષોની ચાંપતી નજર છે. દ્વારકા વિધાનસભા બેઠક પણ આ મહત્વની વિધાનસભા બેઠકો પૈકીની એક છે.

ભાજપનો ગઢ માનવામાં આવે છે દ્વારકા બેઠક
સ્તવમાં દ્વારકા વિધાનસભા બેઠકને ભાજપનો મજબૂત ગઢ માનવામાં આવે છે અને 2002, 2007, 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક ભાજપના ઉમેદવારે જીતી હતી. દ્વારકા વિધાનસભા બેઠક ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવે છે. ભાજપની ટિકિટ પર પબુભા વિરમભા માણેક ધારાસભ્ય છે. જ્યારે 2002 પહેલાની ચૂંટણીમાં પણ આ વિધાનસભા બેઠક પર પબુભા માણેકનો દબદબો હતો. આ બેઠક પર પબુભા માણેક 1990થી આજ સુધી જીતતા આવે છે. દ્વારકા બેઠકની વાત કરીએ તો અહીં પક્ષ કરતાં વ્યક્તિનું પ્રભુત્વ વધુ દેખાય છે. પબુભા માણેક એક એવા નેતા છે કે જેઓ પાર્ટીના બેનર વગર અને બેનર સાથે વિજયી થયેલા છે.  તેઓ અપક્ષ તરીકે પણ જીત્યા છે. 

7 ટર્મથી ચૂંટણી નથી હાર્યા પબુભા માણેક 
ગુજરાતના ચૂંટણી જંગમાં આ વખતે પણ ભાજપે પબુભા વિરમભા માણેકને ઉમેદવાર બનાવ્યા છે. જો કે, માનવામાં આવી રહ્યું છે કે આ વખતે આમ આદમી પાર્ટીના મેદાનમાં ઉતરવાથી અહીં હરીફાઈ થઈ શકે છે. 2017ની ચૂંટણીમાં પબુભા માણેકે કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરૈયાને હરાવ્યા હતા. પબુભાને 73431 મત મળ્યા હતા, તેમની સામે કોંગ્રેસના ઉમેદવારને 67692 મત મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારની આ બેઠક પર 5739 મતોથી હાર થઇ હતી. 2017માં થયેલી ચૂંટણીમાં ભાજપના નેતા પબુભા માણેક ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ગત વિધાનભાની ચૂંટણીમાં એક ડઝનથી વધુ ઉમેદવારોએ પોતાનું નસીબ અજમાવ્યું હતું, પરંતુ માત્ર ભાજપના ઉમેદવારનો જ વિજય થયો હતો. છેલ્લી 6 ટર્મથી પબુભા માણેકને કોઈ હરાવી શક્યું નથી.

15 વર્ષથી ભાજપના કબજામાં દ્વારકા સીટ
પબુભા વિરમભા માણેક પ્રથમ વખત 1990માં ચૂંટણી લડ્યા હતા અને ત્યારથી તેઓ ક્યારેય ચૂંટણી હાર્યા નથી. ભાજપનો દ્વારકા સીટ પર છેલ્લા 15 વર્ષોથી કબજો છે, જ્યારે પબુભા માણેકનો વર્ષ 1990થી કબજો છે.  


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ