બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / સ્પોર્ટસ / Cricket / Dutee Chand faces suspension after sprinter tests positive for prohibitive substance

રમતજગત / ડોપિંગમાં ફેલ થતા ભારતની સ્ટાર દોડવીર દુતી ચંદ બરખાસ્ત, જાણો કેવી રીતે અને કેમ કરાય છે ટેસ્ટ

Hiralal

Last Updated: 04:48 PM, 18 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની સ્ટાર દોડવીર દુતી ચંદ ડોપ ટેસ્ટમાં ફેલ થતાની સાથે જ ચર્ચા છેડાઈ છે કે ડોપ ટેસ્ટ નામની પ્રોસેસ શું છે.

  • ભારતની સ્ટાર દોડવીર દુતી ચંદ ડોપ ટેસ્ટમાં ફેલ
  • હંગામી ધોરણે કરી દેવાઈ બરખાસ્ત 
  • દૂતી ચંદના લોહીમાં પ્રતિબંધિત દવાઓની માત્રા મળી
  • બીજા સેમ્પલમાં ફેલ થશે તો કાયમી પ્રતિબંધ 
  • પહેલા સેમ્પલની સામે અપીલ કરી શકશે દુતી ચંદ 
  • ખેલાડીઓના લોહીમાં ડ્રગ કે પ્રતિબંધિત દવા પકડવા કરાય છે ડોપ ટેસ્ટ 

ભારતની સ્ટાર એથ્લીટ દુતી ચંદ ડોપ ટેસ્ટમાં નિષ્ફળ રહી છે. આ પછી તેને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. આવ્યો છે. 5 ડિસેમ્બર 2022ના દિવસે ડોપ ટેસ્ટ માટે દુતી ચંદનું સેમ્પલ લેવામાં આવ્યું હતું. દુતી ચંદના સેમ્પલમાં પ્રતિબંધિત ડ્રગ એનાબોલિક સ્ટેરોઇડ્સની માત્રા મળી હતી. દૂતી ચંદ પર પ્રતિબંધિત પદાર્થોના સેવન કરવાનો આરોપ લાગ્યો છે. તેના લોહીમાં 'એન્ડ્રિન', 'ઓસ્ટારીન' અને લિગાન્ડ્રોલની માત્રા મળી આવી છે જે તમામ પદાર્થો પ્રતિબંધિત છે. 

કોણ છે દુતી ચંદ 
100 મીટર રેસની નેશનલ ચેમ્પિયન 26 વર્ષીય દુતી ચંદે 2018ની એશિયન ગેમ્સમાં 100 મીટર અને 200 મીટર એમ બંને ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યા હતા. આ સાથે જ નેશનલ 100 મીટરની રેસમાં ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે. 

હવે શું થશે 
નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી AAFએ દુતી ચંદને પત્ર લખીને આ વાતની જાણ કરી હતી. દુતી ચંદને લખેલા પત્રમાં, એએએફએ લખ્યું છે, તમારુ સેમ્પલ પોઝિટીવ આવ્યું છે તેથી તમને હંગામી ધોરણે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. દુતી ચંદનું આ પહેલું સેમ્પલ છે તેથી તેને હંગામી ધોરણે બરખાસ્ત કરવામાં આવી છે. જો દુતી ચંદનું બીજી સેમ્પલ પણ પોઝિટીવ આવશે તો તેના પર કાયમી પ્રતિબંધ લાગી શકે છે. આવા કિસ્સામાં ભારતને મોટો ફટકો પડી શકે છે. કારણ કે આગામી સમયમાં એશિયન ગેમ્સ રમાવાની છે અને દૂતી ચંદ ભારતને મેડલ અપાવી શકે છે. 

શું છે ડોપ ટેસ્ટ 
ડોપ ટેસ્ટ એટલે ખેલાડીઓએ રમતમાં સારુ પ્રદર્શન કરવા માટે ડ્રગ કે પ્રતિબંધિત દવાઓ લીધી છે કે નહીં તે નક્કી કરવાનો ટેસ્ટ. ખેલાડીઓ તેમની રમતમાં શક્તિ વધારવા માટે ડ્રગ અને પ્રતિબંધિત દવાઓ લેતા હોય છે અને આ દવાઓ પકડવા માટે ખેલાડીઓનો ડોપ ટેસ્ટ કરાતો હોય છે. કોઈ પણ ખેલાડીનો ગમે ત્યારે ડોપ ટેસ્ટ લઈ શકાય છે. કોઈ મોટી રમત પહેલા કે ટ્રેનિંગ વખતે ડોપ ટેસ્ટમાં યુરિનનું સેમ્પલ લેવામાં આવે છે. જો કોઈ ખેલાડીએ ડ્રગ અને પ્રતિબંધિત દવાઓ લીધી હશે તો તે પકડાઈ જશે અને જાહેર થઈ જશે કે જે તે ખેલાડીએ ડ્રગ કે દવા લીધી છે અને આવા કિસ્સામાં જે તે સંસ્થા તેના પર પ્રતિહબંધ મૂકી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ