બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / During pooja if the flower is falling down from the murthy is it shubh or not

ધાર્મિક / શુભ કે અશુભ? ભગવાનની તસવીર કે મૂર્તિ પર ચડાવેલું ફૂલ પડે તો સંકેત શાનમાં સમજી જજો, ઉપાય ગોખી રાખો

Vaidehi

Last Updated: 06:10 PM, 16 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભગવાનની પૂજા દરમિયાન તેમને ફૂલ અર્પિત કરવામાં આવે છે. આ દરમિયાન ઘણી વખત મૂર્તિ પરથી ફૂલ નીચે પડતાં હોય છે જેને અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે.

  • હિંદૂ ધર્મમાં ભગવાનની પૂજા દરમિયાન ફૂલોનો ખાસ ઉપયોગ
  • પૂજા દરમિયાન જો મૂર્તિ પરથી ફૂલ નીચે પડે તો તે શુભ કહેવાય
  • આ ફૂલને ધાર્મિક માન્યતા અનુસાર ખાસ રીતે સાચવી રાખવું જોઈએ

હિંદૂ ધર્મમાં ભગવાનનાં પૂજા-પાઠનો અનેરો મહિમા હોય છે. આપણને પૂજા દરમિયાન ઘણી વખત એવા સંકેત પણ મળે છે જે ધાર્મિક દ્રષ્ટિએ ઘણાં શુભ માનવામાં આવે છે.  જ્યારે પૂજા દરમિયાન કોઈ વ્યક્તિ પર ભગવાનનાં ફોટા કે મૂર્તિ પરથી ફૂલ પડે છે તો આ તમારા માટે ખાસ સંકેત હોઈ શકે છે. તેવામાં આવો જાણીએ કે ફૂલ પડવા પાછળ શું અર્થ હોય છે અને આ ફૂલનું શું કરવું જોઈએ.

શુભ સંકેત
મૂર્તિથી ફૂલ પડવું એવો સંકેત આપે છે કે તમારી પૂજા સફળ થઈ છે. એટલે કે ભગવાન તમારી પૂજાથી પ્રસન્ન થયાં છે અને તમારી મનોકામના પૂર્ણ થવાની છે. સાથે જે આ જીવનમાં સુખ-સમૃદ્ધિનાં પણ સંકેત આપે છે. તેવામાં ફોટોથી પડેલા ફૂલને દેવી-દેવતાનો આશીર્વાદ સમજવો જોઈએ.

ફૂલની સાથે કરવું આ કામ
પૂજા દરમિયાન આશીર્વાદ રૂપે નીચે પડેલા ફૂલને તમારે તમારી પાસે સંભાળીને રાખવું જોઈએ. આ ફૂલને એક સ્વચ્છ લાલ કપડામાં 1 રૂપિયાનાં સિક્કા અને થોડા ચોખ્ખાં સાથે બાંધીને તિજોરીમાં મૂકવું. આવું કરવાથી સાધકનાં જીવનમાં ક્યારેય પણ ધનની કમી આવતી નથી.

વધુ વાંચો:  જે કામ હાથમાં લેશો તેમાં મળશે સફળતા: 30 વર્ષ બાદ કુંભમાં શનિ, આ રાશિના જાતકોને જલસા

દીવાની જ્યોત પણ આપે છે સંકેત
પૂજા દરમિયાન માત્ર ફૂલ પડવું જ નહીં પણ પૂજાનાં દીવાની જ્યોતિનાં શેપ પરથી પણ તમને અનેક સંકેતો મળે છે. જ્યારે જ્યોત ઉપર તરફ ઊંચે જાય છે ત્યારે સમજવું કે તમારી પૂજા સફળ થઈ છે. આ સાથે જ પૂજા દરમિયાન વ્યક્તિની આંખમાંથી આંસૂ પડવું પણ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારા જીવનમાંથી જલ્દી કષ્ટ દૂર થઈ જશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ