બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Due to heavy rains in Junagadh district, the entire district is facing water crisis

નુકસાનીના દ્રશ્યો / VIDEO: જ્યાં જુઓ ત્યાં તારાજી, ગાડીઓનો થપ્પો થઈ ગયો, રિક્ષા ચાલકે ઝાડ પર ચડી જીવ બચાવ્યો, કલાકોથી પાણી ઉલેચી રહ્યા છે લોકો

Malay

Last Updated: 11:41 AM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh Rain Update: જૂનાગઢમાં આકાશી આફત વરસતા ચારેય તરફ જળપ્રલયની સ્થિતિ સર્જાઈ છે. મુશળધાર વરસાદના કારણે જૂનાગઢમાં તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે.

 

  • ભારે વરસાદને લઈ જૂનાગઢમાં તારાજી જેવી પરિસ્થિતિ
  • કુદરતના કહેર સામે જૂનાગઢવાસીઓ લાચાર
  • ભારે વરસાદના કારણે લોકોના હાલ બેહાલ થયા 
  • શહેરમાં તણાયેલી કારના ખડકલા જોવા મળ્યા

સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી અવિરત વરસાદના કારણે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લો જળસંકટથી ઘેરાયો છે. જૂનાગઢવાસીઓએ વિચાર્યું પણ નહીં હોય કે અચાનક આ પ્રકારનો મેઘતાંડવ થશે. કુદરતના કહેર સામે જૂનાગઢવાસીઓ લાચાર જોવા મળી રહ્યા છે. લોકોના હાલ બેહાલ થયા છે. આજે પૂરનાં પાણી ઓસર્યાં બાદ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. 

જિલ્લા કલક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયું જાહેરનામું
એક બાજુ શહેરના અનેક વિસ્તારોમાં લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં મોટું નુકસાન થયું છે.  લોકો સવારથી જ દુકાનદારો અને ઘરમાંથી પાણીને ઉલેચી રહ્યા છે. તો બીજી બાજુ શહેરમાં તણાયેલી કારના ખડકલા જોવા મળી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, ગઈકાલે જૂનાગઢમાં પાણીના ધસમસતા પ્રવાહમાં અનેક વાહનો તણાયા હતા. જૂનાગઢવાસીઓને 24 જુલાઇ રાત્રિના 12 વાગ્યા સુધી બિનજરૂરી રીતે બહાર નીકળવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા જૂનાગઢ શહેર તેમજ જિલ્લામાં કલમ 144 હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.

વરસાદ બાદ નુકસાનીના દ્રશ્યો
જૂનાગઢના મોતીબાગ સર્કલ પરના વરસાદના પાણીના કારણે રસ્તાની હાલત કફોડી બની છે. મોતીબાગ સર્કલના રસ્તાનો ડામર નીકળતા રસ્તો બિસ્માર બન્યો છે. મોતીબાગ સર્કલના રસ્તા પરથી પસાર થતાં વાહનોને ભારે નુકસાન થઈ રહ્યું છે. મોતીબાગ સર્કલ ખાતે રિક્ષાનો ભુક્કો બોલી ગયો છે. રિક્ષા ચાલકે જણાવ્યું કે, ગઈકાલે મોતીબાગ ખાતેથી આવી રહી રહ્યો હતો, ત્યારે અચાનક દિવાલ તૂટતા જ પાણીનો ફોર્સ આવ્યો હતો, જેથી હું રિક્ષા મૂકીને જીવ બચાવવા ઝાડની ઉપર ચડી ગયો હતો. આ દરમિયાન પાણીના ફોર્સમાં રિક્ષાનો ભુક્કો બોલાઈ ગયો છે. વરસાદમાં રસ્તા પર મસમોટા ખાડા પડતાં તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે. 

પોલીસે જીવના જોખમે જઇને વૃદ્ધને બચાવ્યા
જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લો જળસંકટથી ઘેરાયો છે. ભારે વરસાદને કારણે અનેક લોકો ફસાયેલા હતા. આ દરમિયાન જૂનાગઢ પોલીસની ખૂબ જ સરાહનીય કામગીરી સામે આવી છે. ગઈકાલે પાણીના વહેતા પ્રવાહમાં એક વૃદ્ધ વ્યક્તિ તણાયા હતા. જે દરમિયાન જૂનાગઢ પોલીસ દ્વારા ચાલુ વરસાદમાં જીવના જોખમે જઇને આ વૃદ્ધને બચાવી લેવામાં આવ્યા છે. આ વીડિયો ગઈકાલે સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થયો હતો.

No description available.

24 કલાકમાં 234 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં ખાબકેલા વરસાદ વિશે વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 234 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીમાં ખાબક્યો છે. જ્યારે જલાલપોરમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢમાં પણ છેલ્લા 24 કલાકમાં પોણા 10 ઈંચ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં મેંદરડામાં 7 ઈંચ, ખંભાળિયામાં 7 ઈંચ, ખેરગામમાં 6.5 ઈંચ, વલ્લભીપુરમાં 6.5 ઈંચ, ઉમરાળામાં 6.5 ઈંચ, વિસાવદરમાં સવા 6 ઈંચ, ગણદેવીમાં પોણા 6 ઈંચ, વાગરામાં પોણા 6 ઈંચ, બોટાદમાં સવા 6 ઈંચ, કેશોદમાં 5 ઈંચ, મહુવામાં પોણા 5 ઈંચ, અમદાવાદમાં પોણા 5 ઈંચ, સાણંદમાં સવા 4 ઈંચ, વંથલીમાં સવા 4 ઈંચ, દેહગામમાં પોણા 4 ઈંચ, મહુવા-સુરતમાં પોણા 4 ઈંચ, કરજણમાં 3.5 ઈંચ, ચોર્યાસીમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ