બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Dubai Rainfall: UAE roads flooded after heavy rainfall meterology issues yellow and orange alert

UAE Flood / રણમાં આવ્યું પૂર: મોંઘી ગાડીઓ અને ઊંચી ઈમારતોના શહેર દુબઈમાં વાવાઝોડા-પૂરના કારણે હાલત ખરાબ, જુઓ ભયાવહ દ્રશ્યો

Vaidehi

Last Updated: 07:41 AM, 19 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dubai Rainfall: દુબઈમાં ભારે વરસાદની સ્થિતિને લીધે પોલીસે લોકોને સમુદ્રી તટો અને પૂર પ્રભાવિત ક્ષેત્રોથી દૂર રહેવા સૂચન કર્યું છે.

  • દુબઈમાં ભારે વરસાદને લીધે જનજીવન ખોરવાયું
  • સમુદ્રી તટોથી દૂર રહેવા પોલીસે લોકોને સૂચન આપ્યું
  • UAEમાં યેલો અને ઓરેંજ એલર્ટ જારી કરવામાં આવ્યું

United Arab Emiratesનાં કેટલાક વિસ્તારોમાં શનિવાર સવારથી વંટોળ અને કડાકા-ભડાકાભેર વરસાદનો માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદને લીધે જનજીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું છે. દુબઈનાં રસ્તાો પર વોટરલૉગિંગની સમસ્યાઓ પેદા થઈ છે. રોડ-રસ્તાઓ પર અનેક ફીટ પાણી જમા થઈ જતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

પોલીસે કર્યું સૂચન
જલમગ્ન થયેલ રોડ-રસ્તાઓ બાદ સ્થાનીક પ્રશાસન તરફથી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વાતાવરણની સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવનાઓને ધ્યાનમાં લેતાં સમુદ્રી તટોની નજીક રહેતાં લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. ખરાબ વાતાવણનાં કારણે ફ્લાઈટ ઓપરેશન પણ ખોરવાયું છે.

સમુદ્ર કિનારાઓ અને પૂર પ્રભાવિત ક્ષેત્રોથી દૂર રહેવાની સલાહ
ભારે વરસાદ બાદ ખરાબ સ્થિતિને લીધે દુબઈ પોલીસની તરફથી સવારે 6.30 વાગ્યે લોકોને એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સમુદ્રી તટો અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપી છે. સાથે જ વાહન ચાલકોને વધુ સાવધાની રાખવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.  ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં લેતાં  UAEનાં રાષ્ટ્રીય હવામાન વિજ્ઞાન કેન્દ્રની તરફથી યેલો અને ઑરેંજ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

નાની-નાની બૉટ લઈને નિકળ્યાં લોકો
પૂરની સ્થિતિ દર્શાવતા અનેક વીડિયોઝ યૂઝર્સ સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. એક વીડિયોમાં તો યૂઝરે દેખાડ્યું કે રોડ પર એટલું પાણી ભરાઈ ગયું છે કે લોકો નાની બોટ ચલાવતાં દેખાઈ રહ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ